સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : રવિવાર, 20 મે 2018 (07:52 IST)

કિચનની ગંદી ટાઈલ્સને આ રીતે કરો મિનિટોમાં સાફ

રસોડું ઘરમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આથી ઘરની જેમ કિચનને પણ સાફ રાખવું ખૂબ જરૂરી છે. પણ કિચનને રોજ એકદમ સ્વચ્છ રાખવુ દરેક માટે શક્ય હોતુ નથી. કારણકે આખા દિવસ કામ કર્યા પછી કિચન ટાઈલ્સ પર ગંદગી જમા થવા લાગે છે. અને જ્યારે તેને સાફ કરવાનો સમય આવે છે તો સમજાતુ નથી કે તેને કેવી રીતે સાફ કરવી. આથી આજે અમે તમને કેટલાક એવી સરળ ટિપ્સ જણાવી રહ્યા છે. જેને અપનાવીને તમે થોડીક જ મિનિટમાં કિચન ટાઈલ્સને સાફ કરી શકો છો.

 
1 બ્લીચ- હવે તમે એ વિચારી રહ્યા હશો કે બ્લીચથી ગંદી ટાઈલ્સ કેવી રીતે સાફ કરી  શકાય છે. પણ અમે તમને જણાવી દઈકે કે બ્લીચ ટાઈલ્સને સાફ કરવામાં અને કીટાણુઓને ખત્મ કરવામાં ખૂબ કારગાર છે. બ્લીચ અને પાણી, બન્ને સમાન માત્રામાં મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણ ટાઈલ્સ પર નાખવું અને પછી ગરમ પાણી નાખી સૂકા કપડાની મદદથી ટાઈલ્સને સાફ કરી લો. સાથે સાથે એ વાતને પણ ધ્યાન રાખવું કે બ્લીચનો ઉપયોગ કરતા પહેલા હાથમાં મોજા જરૂર પહેરી લેવા. 
 
2. સિરકા- સિરકાનો ઉપયોગ તો દરેક ઘરમાં કરાય છે સિરકાની મદદથી  તમે કિચનની ગંદી ટાઈલ્સને સાફ કરી શકો છો.  2 કપ સિરકા અને 2 કપ પાણી બન્નેને સારી રીતે મિક્સ કરો. મિક્સ કર્યા પછી તેને કોઈ સ્પ્રે બોટલમાં નાખી દો. હવે તેને ટાઈલ્સ પર સ્પ્રે કરી અને કોઈ ફાઈબર કપડાથી સાફ કરી લો. 
 
3. બેકિંગ સોડા- બેકિંગ સોડાનો ઉપયોગ તો લોકો ભોજન બનાવવામાં કરતા હશે તો કેમ ન આપણે તેને ગંદી ટાઈલ્સને સાફ કરવામાં પણ કરીએ. ટાઈલ્સને સાફ કરવા માટે બેકિંગ સોડા અને પાણીનું પેસ્ટ બનાવી લો અને પછી તેને ટાઈલ્સ પર લગાવો. 10-15 મિનિટ સુધી સૂકાવા દો. પછી ભીના કપડા કે પછી કોઈ જૂના ટૂથબ્રશથી ઘસીને સાફ કરો.