મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

આવી રીતે ચમકાવો ટાઈલ્સ

આજકાલ મકાનોમાં સુંદરતા અને સફાઈની દ્રષ્ટિએ ટાઈલ્સ લગાડવામાં આવે છે. પરંતુ જો ટાઈલ્સ લાઈટ કલરની હોય તો સફાઈ એક મોટી સમસ્યા બની જાય છે. થોડી એવી રીત પણ છે જેના કારણે ઓછી મહેનતથી ટાઈલ્સની ચમક પણ સાચવી શકાય છે. 

ટાઈલ્સ પર પડેલા ડાઘને સોડાથી લૂંછીને તરત જ સાબુના ગરમ પાણીથી ધોઈ નાખો.

પૈરાકીન અને મીઠામાં કપડુ પલાળી ટાઈલ્સ પર લગાવો ચમક કાયમ રહેશે.

ટાઈલ્સ પર પડેલ પીળા ધબ્બાને મીઠુ અને ટાર્પિનના તેલથી સાફ કરો.

ટાઈલ્સ પર પડેલા ડાઘ એમોનિયા અને સાબુના મિશ્રણથી પણ દૂર કરી શકાય છે.

બ્લીચિંગ પાવડરને રાતભર ટાઈલ્સ પર લગાવીને રહેવા દો અને સવારે સાફ કરી લો, ચમક આવી જશે.