Kitchen tips - તમારા રસોડામાની ઉપયોગી ટીપ્સ
1. ગરમીમાં દૂધને આખા દિવસ સુરક્ષિત રાખવા માટે તેમા નાની ઈલાયચી વાટીને નાખી દો. દૂધ ફાટે નહી
2. શીરો બનાવવા માટે ક્યારેય તેમા પાણી ન નાખશો, તેમા હંમેશા ચાસણી બાનવીને નાખો.
3. સરસો સૂકાય નહી એ માટે તેમા ચપટી મીઠુ નાખી દો.
4. બટાકાને લાંબા કાપીને ઉકાળવાથી જલ્દી બફાય જાય છે.
5. લીલા મરચાંને તાજા રાખવા માટે તેના ડીટીયું તોડીને રાખો.
6. કેક બનાવતી વખતે મિશ્રણમાં એક નાની ચમચી મધ મિક્સ કરો, તેનાથી કેક સારો ફૂલશે.
7. લોટમાં મોણ આપવા માટે ઘી ને ધુમાંડો છોડતા સુધી ગરમ કરો. પછી મોણ આપો. ઓછા ઘી માં જ તમારી બનાવેલી વસ્તુ કુરકુરી થઈ જશે.