રાજુ કોમેડિયન સાથે એક મુલાકાત

વેબ દુનિયા|

તમારા નવા શો વિશે કંઈક બતાવશો ?
એનડીટીવી ઈમેજિન પર મારો એક નવો શો રાજુ હાજિર હો શરૂ થવા જઈ રહ્યો છે. આના દરેક એપિસોડમાં બે અતિથિ જોવા મળશે. શો માં અતિથિ અને હું પરફોર્મંસ આપીશુ. અમે અત્યાર સુધીમાં તેના 20 એપિસોડ શૂટ કરી લીધા છે.

આમા બતાવવામાં આવી રહ્યુ છે કે તમે જુદા-જુદા શહેરોમાં જઈને હાસ્ય શોધી રહ્યા છો આ શુ વાત છે ?
આ તો મારી આદત જ છે. હું વધારેમાં વધારે લોકોને મળવા માંગુ છુ અને દરેક પ્રકારના લોકો મારા મિત્રો છે. હું આ બધાની અંદર હાસ્ય શોધવાના પ્રયત્નો કરું છુ. આ શો માં તાજગી લાવવા માટે હું છેલ્લા છ મહિનાથી પડદાં પર નથી આવ્યો.
તમને લાગે છે કે આજકાલની ફિલ્મો કોમેડી હોવા છતાં તેમા હાસ્ય કલાકારોને માટે તક ઓછી રહે છે ?
એવુ નથી. મને તો લાગે છે કે અમારા જેવા સ્ટેંડઅપ કોમેડિયંસે ફિલ્મોમાં જવુ જ ન જોઈએ કારણ કે લોકોની વચ્ચે જઈને હસાવવાનુ કામ ફિલ્મોથી પણ ઉંચુ છે. અને આને જ અધિક ઉંચાઈએ લઈ જવુ જોઈએ. હું તો ઈચ્છુ છુ કે એક એવો સમય આવી જાય કે જ્યારે ફિલ્મ નિર્માતા કહે કે અરે આ કલાકાર ફિલ્મ કેમ કરશે. એટલે કે અમે એટલા સ્થાપિત થઈ જઈએ. કારણ કે વિદેશોમાં તો સ્ટેંડઅપ કોમેડિયન પોતેજ એક સંપૂર્ણ કલાકાર હોય છે, જેને ફિલ્મોના આધારની જરૂર નથી હોતી.
શુ ટીવી દ્વારા નવા યોગ્ય હાસ્ય કલાકારો મળી રહ્યા છે ?
વર્તમાન સમયમાં એક સંપૂર્ણ કોમેડી ઈડસ્ટ્રી બની ગઈ છે. મિમિક્રી કરનારાઓને હવે સ્ટેંડઅપ કોમેડિયન કહેવામાં આવે છે. હવે તો એ દિવસો દૂર નથી જ્યારે આને માટે સંસ્થા ખુલતી થઈ જશે અથવા તો અભ્યાસક્રમમાં તો જોડાઈ જ જશે.

હાસ્ય કલાકારોને બીજા કલાકારોની જેમ પ્રતિષ્ઠા નથી મળી શકતી, તો શુ હવે તેમા થોડા ફેરફાર જોવવા મળે છે ? હવે તો લોકો હાસ્યના મહત્વને સમજતા થઈ ગયા છે, જો કે આને ઓળખવામાં મોડુ થયુ છે.

મોટાભાગના હાસ્ય કાર્યક્રમોમાં ફૂહડતાને હાસ્યના આભૂષણો પહેરાવવામાં આવી રહ્યા છે, આ અંગે તમે શુ કહો છો ?
હું તો અશ્લીલતા વિરુધ્ધ છુ, પરંતુ મારા મિત્રોનુ કહેવુ છે કે આ તો વિકાસ છે. કારણ કે આજકાલના બાળકોને બધી જ ખબર હોય છે. જો અમે આવુ પ્રદર્શન નહી કરીએ તો આ પેઢી અમને ડાઉનમાર્કટ સમજશે. હવે અશ્લીલતા અને વિકાસની વચ્ચે મોટી પાતળી દીવાલ છે. અમે ભારતીય હજુ દરિયાના વચ્ચે ફસાયેલા છે. હુ તો કહુ છુ કે અશ્લીલતા વગર પણ લોકોને હસાવી શકાય છે.
હાસ્ય જોક્સ બનાવતી વખતે તમે કોઈ સંદેશ આપવો પસંદ કરો છો ?
બિલકુલ, અમને આટલું મોટુ માધ્યમ મળ્યુ હોય તો પછી અમારી ફરજ છે કે કલાની સાથે સાથે લોકોને હસાવતા સમાજને સંદેશો પણ આપવામાં આવે.

તમારો પ્રિય કોમેડિયન કોણ છે ?
કિશોર કુમાર, મહેમુદ, અને સ્ટેજ પર જોની લીવર. તમને જણાવુ કે તે સ્ટેજ પર જે પરફોર્મ કરતા હતા, તેનો હુ દિવાનો હતો. એમાંથી તો તેઓ ફિલ્મોમાં થોડુક પણ નથી આપી શક્યા.


આ પણ વાંચો :