મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By વેબ દુનિયા|

ઉસ્તાદ અહેમદ હુસૈન અને મોહમ્મદ હુસૈન

કલાને માટે એવોર્ડ, એવોર્ડને માટે કલા નહી

ગાયત્રી શર્મા

ચલ મેરે સાથ હી ચલ, આયા તેરે દર પર દિવાના...વગેરે ગઝલોમાં સૂરોનો જાદુ જગાવનારા અહમદ હુસૈન અને ઉસ્તાદ મોહમ્મદ હુસૈનની જોડીનુ નામ આજે પણ ગઝલ પ્રેમીઓની પસંદગીની જોડીયોમા ઓળખીતુ છે. આની જોડીએ જ્યાં પણ ગાયુ, ત્યાં પોતાની ગાયકીથી એવુ વાતાવરણ બનાવ્યુ કે દરેક વ્યક્તિ મદહોશ થઈને 'વાહ-વાહ' કરવા લાગ્યો. આવો, આજે આપણે પણ આ જયપુરના ગઝલ ગાયક હુસૈન બંધુઓ સાથે વાત-ચીત કરીએ.

પ્રશ્ન - તમારી ગાયકીની યાત્રા વિશે અમને કંઈક બતાવો ?
ઉત્તર - સૌ પ્રથમ અમારા બધા સંગીત પ્રેમીઓને અમારા નમસ્કાર. અમે તમારા સૌનો દિલથી આભાર માનીએ છીએ. અલ્લાહના કરમ અને માતા-પિતાના આશીર્વાદથી જ આજે અમે તમારા લોકોની વચ્ચે છીએ. અમે તમારી સામે હાજર થઈએ છીએ, અમારુ પરફોર્મંસ આપીએ છીએ. તમે અમને પસંદ કરો છો. આનાથી વધુ મોટુ અમારુ સૌભાગ્ય નથી હોઈ શકતુ. સંગીતની શિક્ષા અમે બાળપણથી જ અમારા પિતા ઉસ્તાદ મરહૂમ અફજલ હુસૈન જયપુરવાળા પાસેથી મેળવી હતી.

ત્યારબાદ અમે સન 1959મા ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપમાં આકાશવાણી, જયપુરથી પોતાની યાત્રાની શરૂઆત કરી. ત્યારબાદ, યૂથ, બી ગ્રેડ, એ ગ્રેડમાં આવ્યા. પછી ભારત સરકાર દ્વારા અમને ટોપ ગ્રેડથી સન્માનિત કરવામાં આવ્યા. આ રીતે અમને ગાત લગભગ 40-45 વર્ષ થઈ ગયા.

પ્રશ્ન - તમારા આલ્બમો અને તમને મળેલ સન્માન વિશે કંઈક બતાવશો ?
અત્યાર સુધી અમે બંને ભાઈઓની ગઝલો લગભગ 65 આલ્બમોમાં બજારમાં આવી ચૂકી છે. તેમા કેટલાક આલ્બમોનુ નામ ગુલદ્સ્તા, હમખ્યાલ, મેરી મોહબ્બત, ધ ગ્રેટ ગજલ્સ, કૃષ્ણ જન્મ, જનમ કયો ભયો આજ, કશિસ, રિફાકત, યાદ કરતે રહે, નૂર-એ-ઈસ્લામ વગેરે મુખ્ય છે.

જો અમે સન્માનોની વાત કરીએ તો અમને રાજસ્થાન સરકાર દ્વારા સ્ટેટ એવોર્ડ, રાજસ્થાન સંગીત નાટક અકેડમી એવોર્ડ, બેગમ અખ્તર એવોર્ડ, નવી દિલ્લી, ઉપ્ર. સરકાર દ્વારા મિર્જા ગાલિબ એવોર્ડ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા 'અપના ઉત્સવ એવોર્ડ વગેરે અનેક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રશ્ન : ગીત-સંગીતના જે મુકામ પર આજે તમે છો, એ મુકામની ઓળખ તમને કંઈ ગઝલથી મળી ?
ઉત્તર - ઓળખ તો ઈશ્વર આપે છે. આ માણસની વિશેષતા હોય છે કે એ તેને નિખારતો જાય છે. સૌથે પહેલા અમે અમારી 'ગુલદસ્તા' આલ્બમને માટે ગઝલ 'મે હવા હુ, કહા વતાન મેરા' ગાઈ હતી. આ ગઝલમાં અમે હારમોનાઈજેશનના ઘણા પ્રયોગો કર્યા હતા. પહેલા તો લોકોએ અમારા આ નવા પ્રયોગ પર ધ્યાન નહી આપ્યુ પરંતુ પછી જ્યારે લોકોએ તેને સમજ્યુ, ત્યારે ત્યા જ અમારી ઓળખ બની.

પ્રશ્ન - છેવટે શુ કારણ છે કે તમારા દરેક કાર્યક્રમ જુગલબંદીથી જ થાય છે ?
ઉત્તર : અમે એક જ ઘરમાં જન્મ લીધો છે અને અમારા પિતાજીએ અમને શીખવાડ્યુ છે કે હંમેશા સાથે જ રહેજો અને સાથે જ કામ કરજો. તેમણે અમારી આ જોડી બનાવી હતી તેથી અમારો આ સંબંધ એક નબળો સંબંધ નહી પરંતુ એક જ લોહી, એક જ વિચાર અને એક જ સૂર નો સંબંધ છે.

પ્રશ્ન - સંગીતના ક્ષેત્રમાં આજે પોપ, ઈંડીપોપ, અને રીમિક્સની જે લહેર દોડી રહી છે, તેમા ગઝલનુ શુ સ્થાન છે ?
ઉત્તર : આ તો કુદરત છે, જેમા ઋતુ, વિચારો, મગજ અને પરિસ્થિતિ બધુ જ બદલાય જાય છે તો સંગીત ખૂબ જ મોટી વસ્તુ છે. પરંતુ ક્યારેક ક્યારેક આ પ્રકારના અજાણ્યા લોકો પોતાના એક્સપરિમેંટને સામે લાવે છે, જેને તમે પોપ, ઈંડીપોપ, રિમિક્સ વગેરે કહો છો. અમે તો એ જ માનીએ છીએ કે કોઈ પણ સંગીત ખરાબ નથી હોતુ. સંગીત એ ખરાબ છે, જેમા રાગ નથી. એ લય ખરેખર સારો છે જેને સાંભળીને તમને ચેન મળે. જે લય પર તમારુ શરીર જ માત્ર હલચલ કરે એ લય સારો લય નથી.

(બંને ભાઈઓ ગઝલ ગાય છે)

ચલ મેરે સાથ હી ચલ
એ મેરી જાને ગઝલ
ઈન સમાજો કે બનાયે હુયે
બંધન સે નિકલ
ચલ મેરે સાથ ચલ...

પ્રશ્ન - વેબ દુનિયાના પાઠકોને માટે તમારો કોઈ સંદેશ ?
ઉત્તર : વેબદુનિયા સતત આગળ વધતુ જાય અને ઉન્નતિના શિખર પર પહોંચે. અમારી આ જ શુભેચ્છાઓ. સાથે જ અમે પાઠકોને એ પણ વિનંતી કરીએ છીએ કે જો તમે સારુ સંગીત સાંભળશો, સારા કલાકારોને સાંભળશો તો એ અમારા માટે ખૂબ જ ખુશીની વાત હશે.