મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By વેબ દુનિયા|

યુવા કવિ અશોક ચક્રઘર સાથે ખાસ મુલાકાત

ભીંકા શર્મા અને ગાયત્રી શર્મા

હસવુ જેટલુ સહેલુ છે, હસાવવુ એટલુ જ મુશ્કેલ. આપણી આજુબાજુ તનાવ આપનારા લોકો તો હજારો મળી જશે પરંતુ ટેંશન ઓછુ કરનારા ઘણા ઓછા મળશે. અમારા આજના મહેમાન તેમના હાસ્યને કારણે જાણીતા છે.

પોતાની રચનાઓના માધ્યમથી ઉદાસ ચહેરાઓ પર હાસ્ય લાવનારા કવિ અશોક ચક્રધર એક આવી જ વ્યક્તિ છે જેમની હાજરીથી આપણા ચહેરા પર હાસ્ય આવી જાય છે. આવો કરીએ એક ખાસ મુલાકાત કવિ અશોક ચક્રઘરની સાથે.

પ્ર- તમારુ બાળપણ ક્યાં વીત્યુ ?
ઉત્તર - મારુ બાળપણ જ્યા વીત્યુ એ વ્રજનુ ક્ષેત્ર હતુ. મારુ જન્મસ્થાન ખુર્જા છે. ખુર્જાથી ઈલિયાજ આવવા માટે ઈલાહાબાદ રસ્તામાં પડતુ હતુ તેથી જ્યા જ્યા વસ્તુઓ પડતી ગઈ ત્યાં ત્યાં અમે પડતા ગયા.

પ્ર - તમે કેમ તમારી ભાવાભિવ્યક્તિનુ માધ્યમ કાવ્યને જ પસંદ કર્યુ ? શુ કારણ છે કે ગદ્યમાં તમારો રસ પદ્યની સરખામણીમાં ઓછો રહ્યો ?
ઉત્તર - એવુ નથી કે મેં ગદ્ય રચનાઓ નથી કરી. ગદ્ય વિદ્યાને પણ અપનાવતા મે ઘણી વાર્તાઓ, સંસ્મરણ વગેરે લખ્યા. હા, હુ આ વાતથી સહમત છુ કે મે કાવ્ય રચના વધુ કરી. જેની પાછળ પણ એક કારણ છે. મારા પિતાજી કવિ હોવાથી અમારી ઘરે કવિઓની અવર-જવર વધુ રહેતી હતી. બાળપણથી જ મારી છંદ, તુકબંદી વગેરેમાં રસ વધુ હતો. કોઈ પણ વાત જો સરળ શબ્દોમાં કહેવામાં આવે તો એ બેઢંગી લાગતી હતી. તેથી તેના પ્રાસ બેસાડવા તુકબંદી જરૂરી હતી.

પ્ર- આજકાલ તો તુકબંદીનુ જ ચલણ છે. અહીથી શબ્દ ઉઠાવ્યો, પ્રાસ મેળવ્યા અને કવિતા બની ગઈ. તમે આ અંગે શુ કહો છો ?
ઉ- હુ તો એ જ કહીશ કે આજકાલના કવિ તો તુલ મેળવવાના જેટલી તકલીફ પણ નથી કરતા. પહેલા ફિલ્મી ગીતોમાં પણ તુકબંદી હોતી થી, પરંતુ હવે અહીં પણ ત્ક મેળવવાને બદલએ તાલ અને લય પર વધુ ધ્યાન આપવામાં આવે છે. શબ્દ તો જાણે ગૌણ જ થઈ ગયા છે. હવે તો ફક્ત મ્યુઝિક પર જોર આપવામાં આવે છે.

પ્ર- તમે શુ માનો છો કે એક સારા કવિ હોવા માટે વ્યાકરણનુ જ્ઞાન હોવુ વધુ જરૂરી છે કે પછી કે સારો વિચાર હોવો જોઈએ ?
ઉત્તર - મારા મુજબ વ્યાકરણના જ્ઞાનને બદલે કવિમાં અંત કરણનુ જ્ઞાન હોવુ જોઈએ. જો તમે કોઈના હૃદયમાં નહી ઉતરી શકતા, કોઈના મનમાં ઉઠતી તરંગો, હૃદયની હલચલ વગેરે નથી જાણી શકતા, તો તમે ક્યારેય એક સારા સાહિત્યકાર નથી બની શકતા. વ્યાકરણ તો ખૂબ ઉપરની વાત છે.

પ્ર- મોટાભાગે એવુ સાંભળવા મળ્યુ છે કે વ્યક્તિના જીવનમાં કોઈ એવુ ઘટના બને છે, જે તેને દર્દ આપી જાય છે, એવો વ્યક્તિ કવિ બની જાય છે, કે પછી કોઈના જીવનમાં ખૂબ વધુ ખુશી મળી જાય છે
ઉત્તર - આ વાત સત્ય છે કે ક્યાય કે ને ક્યાક દર્દ તમારા હાસ્યનુ કારણ આપે છે જ્યારે કોઈ વસ્તુ ખુંચે છે. ત્યારે કવિતા ઉપજે છે. મને તો મારી મા પર થનારા અત્યાચારોએ પહેલી કવિતા લખવાની પ્રેરણા આપી. એક સંયુક્ત પરિવારમાં મારી મા સાથે જે પણ કંઈ થયુ, તેણે મને કવિતા લખવા પ્રેરિત કર્યો. એકવાર ગામમાં વાવાઝોડુ આવ્યુ તેથી અમારુ ઘર પડી ગયુ. ઘરની સામે રહેતા કાકાનુ ઘર બચી ગયુ. કાકા ખૂબ જ શાનથી અમારા તૂટેલા ઘર તરફ જોઈને દાઢી બનાવી રહ્યા હતા. ત્યારે મે મારા મિત્રને બોલાવીને જે કહ્યુ એ પણ કવિતા જ છે...
'
આ મેરે પ્યારે ભૂચાલ
કાકાજીનુ કપાય જાય ગાલ

પ્ર - તમારા મુજબ હાસ્ય શુ છે ? હાસ્ય અને વ્યંગ્યમાં મૂળ રૂપે શુ અંતર છે.
ઉત્તર - હાસ્ય છે નિર્મલ આનંદની એ ક્ષણ જે તમારા શરીરમાં એક એવી ભોતિક રાસાયણિક પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે, જેનાથી તમારો સંપૂર્ણ દેહ આનંદિત થઈ જાય છે. જેમા વિચાર ખૂબ વધુ ઈંવોલ્વ નથી હોતો, એ નિર્મલ વ્યંગ્યની વાત કરે તો વ્યંગ્ય કરુણાજન્ય હોય છે તેની પાછળ દુ:ખનુ કોઈને કોઈ કારણ જરૂર હોય છે. હાસ્ય અકારણ ક્યાય પણ આવી શક છે, પરંતુ વ્યંગ્ય પાછળ પણ કોઈ કારણ હોવુ જોઈએ અને કારણ પાછળ કરુણા હોવી જોઈએ.

પ્ર - ઘણીવાર તમે જ્યારે દુ:ખી કે ઉદાસ હોય ત્યારે લોકોને હંસાવવુ તમારા માટે કેટલુ મુશ્કેલ હોય છે ?
ઉત્તર - જુઓ મારો ઉદ્દેશ્ય હંસાવવાનો નથી હોતો, પરંતુ હસાવવાની બહાને ફસાવવાનો હોય છે. અને પછી હાસ્યના બહાને સમાજની એ વિકૃતિઓને સામે લાવવાની હોય છે, જે જો સુઘરી જાય તો આપણો દેશ સુખી અને ખુશ થઈ જાય અને આપણને સાચુ હસુ આવી જાય. મને હાસ્ય ઉપજાવવુ પડે છે. હુ બીજા લાફ્ટર કલાકારોની જેમ જન્મજાત હંસોડ નથી. હા, મારી કવિતાની રજૂઆતનો ઢંગ એવો હોય છે કે ગંભીરથી ગંભીર કવિતામાં પણ લોકો હંસી પડે છે. હુ તો કાયમ એ જ ઈચ્છુ છુ કે બધા હંમેશા હંસતા રહે.

પ્રશ્ન - તમારા વ્યક્તિત્વ પર શરદ જોશીજીનો શુ પ્રભાવ પડ્યો ?
ઉત્તર - હુ શરદ જોશીજીને ખૂબ જ પસંદ કરુ છુ, કારણ કે તેમનુ આવવુ કવિતામાં વાંચિક પરંપરાની શરૂઆત હતી. તેઓ ખૂબ જ સરલ હૃદયના માણસ હતા. તેમની પસંદગી અને નાપસંદગીના મોટા કોમળ તંતુ રહેતા હતા. અમે લોકોએ ઘણો સમય એકસાથે વીતાવ્યો. મોટાભાગે કવિ સંમેલનમાં અમે સાથે જ રહેતા હતા.

પ્ર- તમારી પસંદગીની કવિતાની થોડી પંક્તિઓ સંભળાવશો ?
ઉત્તર - યે ઘર હૈ દર્દ કા, પરદા હટા કે દેખો
ગમ હે હંસી કે અંદર, પરદા હટા કે દેખો
લહરો કે ઝાગ હી તો પરદે બને હુયે હૈ
ગહરા બડા સમંદર પરદા હટા કે દેખો

યે ચક્રઘર, યે માના, હૈ ખામિયા સભી મે
કુછ તો મિલેગા બહેતર, પરદા હટા કે દેખો.

પ્ર- વેબદુનિયાના પાઠકો માટે તમારો કોઈ સંદેશ ?
ઉ- વેબદુનિયા એક એવુ સપનુ લઈને જન્મ્યુ છે, જેણે હિન્દીની સાથે સાથે અન્ય ભારતીય રીઝનલ ભાષાઓને આકાશ આપ્યુ છે. હુ ખૂબ જ પહેલાથી જ આ પોર્ટલ સાથે સંકળાયેલો છુ. આ હિન્દીનુ સૌથી પહેલુ પોર્ટલ છે. વિનયજી ની ટીમને મારી ઘણી શુભેચ્છાઓ. આશા કરુ છુ કે તમે ભવિષ્યમાં વધુ ઉન્નતિ કરો.