બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By વેબ દુનિયા|

શાહરૂખ સાથે એક મુલાકાત

રબ ને બના દી જોડીમાં સુરિંદર સાહનીનું પાત્ર ભજવી પોતાની અલગ જ છાપ પ્રસ્તુત કરનારો શાહરૂખ ખાનના વિચારોમાં હાલ ઘણા જ ફેરફાર જોવા મળ્યા છે. તેમને માટે મહત્વની એવી આ ફિલ્મમાં કામ કરીને તેમને કેવો અનુભવ થયો, આવો જાણીએ તેમના જ મુખેથી :-

તમે ખૂબ જ સમજી-વિચારીને ફિલ્મો સાઈન કરો છો. 'રબ ને બના દી જોડી'ને કરવાનું કારણ શુ છે ?

હું જ્યારે યશરાજ ફિલ્મસની ફિલ્મમાં કામ કરુ છુ તો હું કોઈ કારણ નથી જોતો. વાતો વાતોમાં જ અમે ફિલ્મ કરી લઈએ છીએ. હું યશજીને પૂછુ છુ કે યશજી તમે કંઈ ફિલ્મ બનાવી રહ્યા છો કે પછી યશજી મને કહે છે કે 'તુ શુ કરી રહ્યો છે' અને હું કહ્યુ છુ કે 'કશુ નહી'. તો પછી તેઓ કહે છે કે 'આવી જા ફિલ્મ કરી લે'. જાન્યુઆરીની વાત છે. આદિત્યએ મને કહ્યુ કે તેણે એક ફિલ્મ લખી છે. મેં વિચાર્યુ કે તે એક વધુ ફિલ્નનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. પરંતુ આદિએ કહ્યુ કે આ ફિલ્મ તેણે મારા માટે લખી છે અને આ અંગે મારી સાથે વાત કરવા માંગે છે. મેં વાર્તા સાંભળી અને કહ્યુ કે વાર્તા ઘણી જ સરસ છે. આદિએ કહ્યુ કે ત્રણ મહિના પછી આપણે આ ફિલ્મ શરૂ કરીશુ અને બસ હું ફિલ્મમાં આવી ગયો. બોલીવુડમાં એવા કેટલાક લોકો છે, જેમની ફિલ્મ કરતા પહેલા હું કશું જ નથી વિચારતો. કરણ, ફરહા, યશજી અને આદિત્ય મને કહે છે કે ચાલો યાર એક ફિલ્મ કરીએ અને હું હા કહી દઉ છું.

અનુષ્કા શર્માએ પોતાના કેરિયરની શરૂઆત તમારી સાથે આ ફિલ્મ દ્વારા કરી રહી છે. તમે શુ કહેશો અનુષ્કા વિશે ?

ઈમાનદારીથી કહુ તો હુ જ્યારે પહેલીવાર અનુષ્કાને મળ્યો તો મને તેની અંદર ગજબનો આત્મવિશ્વાસ જોવા મળ્યો. હું મારા કેરિયરના એ સમયેથી પસાર થઈ રહ્યો છુ જ્યા મને યુવા પેઢી સાથે કામ કરવાની તક મળી રહી છે. જેમના વિચારો જુદા છે. મને લાગે છે કે હું એમનાથી જુદી પેઢીનો છુ. અનુષ્કા સાથે મેં જ્યારે કામ કર્યુ તો મને લાગ્યુ કે કોઈ દ્રશ્યને જુદી રીતે પણ કરી શકાય છે. બની શકે કે મારા અભિનયમાં હવે એક જેવો અભિનય વારંવાર જોવા મળતો હોય. અથવા તો મારા અભિનયમાં એક સ્ટાઈલ વિકસી ગઈ હોય. મને ઘણા લોકોએ પૂછ્યુ કે આ ફિલ્મમાં નવી છોકરી છે તો તમે તેને અભિનયના પાઠ ભણાવ્યા હશે, પરંતુ હું તો કહીશ કે અનુષ્કા આ વાત નથી જાણતી કે તેણે મને અભિનય કરાવ્યો છે. એક દ્રશ્ય પૂરૂ થયા પછી હુ અનુષ્કા પાસે ગયો અને તેણે કહ્યુ કે અમારી ફિલ્મને આટલી સુંદર બનાવવા માટે આભાર.

આદિત્યની આ ત્રીજી ફિલ્મ છે અને ત્રણેમાં તમે કામ કર્યુ છે. આ જુગલબંદી વિશે તમારુ શું કહેવુ છે ?

આદિત્ય ચોપડા અને મારી મિત્રતા 'ડર' દરમિયાન થઈ હતી. જ્યારે આદિ આ ફિલ્મના મુખ્ય સહાયક નિર્દેશક હતા. અમે બંને એક જેવા જ છીએ. એક જેવુ વિચારીએ છીએ તેથી બંને સારા મિત્રો બની ગયા. આદિત્યની જેમ હું પણ શર્માળ અને એકાંતપ્રિય છુ. આ વાત બીજી છે કે હું અભિનેતા હોવાથી લોકો મારા વિશે વધુ જાણે છે અને આદિ વિશે ઓછુ. સેટ પર હું હંમેશા આદિને સર કહીને સંબોધિત કરુ છુ. આદિત્ય હું તારો આભાર માનીશ કે તે મને તારી ત્રીજી ફિલ્મમાં પણ તક આપી. હું તારી છેલ્લી ફિલ્મમાં પણ કામ કરીશ જે તુ પચાસ-સાહીઠ વર્ષ પછી બનાવીશ. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છુ કે મને તારી દરેક ફિલ્મનો એક ભાગ બનવાની તક મળી.

આ ફિલ્મમાં તારો દેખાવ ચર્ચાનો વિષય છે. તમે આ વિશે કંઈક બતાવશો ?

ફિલ્મના બે પાત્રો એક બીજાથી બિલકુલ જુદા છે. તેથી બંનેને અલગ લુક આપવું જરૂરી હતુ. અમે આ પ્રકારના પાત્રને કેરિકેચર કે કોમેડિયન બનાવવા નહોતા માંગતા. કારણ કે વાર્તા માટે લુકનું ખૂબ જ મહત્વ હતુ. મે એક દિવસ મૂંછ લગાડી અને થોડા જુદી જ રીતે વાળ બનાવીને આદિત્યને બતાવ્યા તો આદિએ કહ્યુ એમને આવા જ લુકની જરૂર હતી.

પંજાબમાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો ?

હું પંજાબ શૂટિંગ કરવા માટે વારંવાર ગયો છુ. પંજાબના લોકો ઘણા જ સારા છે. તેઓ હંમેશા તમારી સારસંભાળ કરે છે. સારુ જમવાનુ, અઢળક પ્રેમ અને શાનદાર લોકેશન પંજાબની વિશેષતા છે. શૂટિંગના સમયે ભીડ થઈ જતી હતી, પરંતુ કદી કોઈ તકલીફ ન પડી, ખાલસ કોલેજની બિલ્ડિંગ જોઈને હું નવાઈ પામ્યો. મએન સુવર્ણ મંદિર જવાની પણ તક મળી. ત્યાં મે માથુ ટેકાવ્યુ અને મારા પરિવાર માટે, ફિલ્મ માટે અને સૌને માટે પ્રાર્થના કરી જેમને હું જાણું છુ. ત્યાં જઈને મને ખૂબ જ શાંતિ અનુભવી.

આ ફિલ્મ સાથે સંકળાયેલી ખાસ ઘટના જણાવો.

શૂટિંગના પ્રથમ સાત-આઠ દિવસ મારી માટે ખૂબ જ યાદગાર રહ્યા. હું સુરિન્દર સાહનીના લુકમાં સેટ પર જતો હતો અને મને કોઈ પણ ઓળખી નહોતુ શકતુ. આ અનુભવ જે ત્રીસ વર્ષ પછી થતો તે આજે જ થઈ ગયો. ત્રીસ વર્ષ પછી જ્યારે હું સ્ટાર નહી રહુ તો મને કોઈ નહી ઓળખે. જેનો અનુભવ મેં શૂટિંગના શરૂઆતના દિવસોમાં જ કરી લીધો. હું નથી ઈચ્છતો કે મારી સાથે કદી પણ આવુ થાય.

રોમાંટિક આયકોન શાહરૂખે એક પ્રેમકથામાં સાધારણ માણસનુ પાત્ર ભજવ્યુ છે. આ અંગે શુ કહેવા માંગો છો ?

હું કાયમ કહેતો આવ્યો છુ કે હું સુપરસ્ટાર, જેનુ નામ શાહરૂખ ખાન છે નો કર્મચારી છુ. હુ એ સુપરસ્ટાર કે હીરો કે રોમાંટિક આયકોનને માટે કામ કરું છુ. મેં કદી નથી વિચારતો કે હું સુપરસ્ટાર છુ. મારા વિશે કહું તો હું ખૂબ જ સાધારણ વ્યક્તિ છુ. જે સાધારણ વિચારે છે અને સાધારણ કામ કરે છે. જે મિડલ ક્લાસ બેકગ્રાઉંડથી આવ્યો છે. હું એ વાતને કદી નથી ભૂલતો. બહારથી ભલે લોકોને લાગતુ હોય કે હુ એક લાખ સ્કવેયર ફીટમાં બનેલા મકાનમાં રહુ છુ. મારી પાસે મોટી અને મોંધી કારો છે, પરંતુ આ બધુ તો એ અભિનેતાને મળ્યુ છે. રોમાંટિક આયકોનનો એવોર્ડ પણ એ અભિનેતાને મળ્યો છે, જેને માટે હું કામ કરુ છુ. મેં જેટલા પણ રોમાંટિક પાત્રો ભજવ્યા છે એને તમે ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે બધા મિડલ ક્લાસના હાવ-ભાવ સાથે જ છે. મને તો 'રબ ને બના દી જોડી' નો સૂરી મારા જેવો જ લાગે છે. જો હુ સ્ટાર ન હોત તો હું પણ સૂરી જેવા વાળમાં મૂંછ લગાવીને રહેતો હોત. હું ઈચ્છુ છુ કે રાજ અને રાહુલ હવે તેમનો ક્રાઉન સૂરીને સોંપી દે. કારણ કે તે દિલનો ખૂબ જ સારો માણસ છે.