શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2018
Written By
Last Updated : શનિવાર, 21 એપ્રિલ 2018 (11:06 IST)

IPL 2018: CSKના બેટ્સમેનોએ કરી બોલરોની ધુલાઈ તો ગાળો આપાવા માંડ્યા બેન સ્ટોક્સ, વોટસને આ રીતે આપ્યો જવાબ

ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારે રાજસ્થાન રૉયલ્સને 64 રનથી હરાવીને આ ટૂર્નામેંટમાં પોતાની ત્રીજી જીત નોંધાવી. આ જીત સાથે જ ચેન્નઈ કેકેઆરને પછાડતા પ્વોઈંટ્સ ટેબલમાં પણ ટૉપ પર પહોંચી ગઈ.  ચેન્નઈ તરફથી સુરેશ રૈના અને શેન વોટ્સન દમદાર રમત રમવામાં સફળ રહ્યા.  શેન વૉટ્સને પહેલા અંબાતી રાયડુ સાથે મળીને ટીમને ઠોસ શરૂઆત આપી. પણ રાયડુ વધુ સમય માટે વૉટ્સનનો સાથ આપી શક્યા નહી અને 12 રન બનાવીને આઉટ થઈ ગયા.  ત્યારબાદ બેટિંગ કરવા આવેલ સુરેશ રૈનાએ આવતા જ રાજસ્થાનના બોલરો પર હલ્લા બોલ કર્યો. રૈનાએ પાવરપ્લેની અંતિમ ઓવરમાં બેન સ્ટૉક્સની જોરદાર ધુલાઈ કરી. સ્ટોક્સ રમતની છઠ્ઠી ઓવર લઈન આવ્યા. પ્રથમ બે બોલ ડૉટ ગયા પછી રૈનાએ અંતિમ ચાર બોલર પર સતત ચોક્કા લગાવ્યા. રૈનાનો વિસ્ફોટ અંદાજ આગળ સ્ટોક્સ બેબસ જોવા મળ્યા.  ઓવર ખતમ થયા પછી સ્ટોક્સે કેટલાક અપશબ્દ રૈના અને વૉટસનની તરફ જોઈને કહેવા લાગ્યા.  સ્ટોક્સની આ વાતને રૈનાને તો નજરઅંદાજ કરી દીધો.  પણ વૉટસનથી રહેવાયુ નહી અને તેમણે સ્ટોક્સને તેમની જ ભાષામાં જવાબ આપવો યોગ્ય સમજ્યો. 
 
ચેન્નઈના બેટ્સમેનો સામે રાજસ્થાનના બધા બોલર બેઅસર સાબિત થઈ રહ્યા હતા. સ્ટુઅર્ટ બિન્ની, બેન સ્ટોક્સ અને જયદેવ ઉનાદકટ બોલર વિભાગમાં ખૂબ મોંધા સાબિત થયા. બીજી બાજુ યુવા બોલર શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને ત્રણ વિકેટ લીધી. જ્યારે કે બેન લૉગિને 38 રન આપીને બે વિકેટ લીધી.