સંબંધિત સમાચાર
- CSK vs RR Score: રાજસ્થાન રોયલ્સે જીત સાથે કરી ટુર્નામેન્ટની શરૂઆત, ચેન્નઈ સુપર કિંગ્સને ધોઈ નાખ્યું
- રોહિત શર્માએ IPL 2026 સીઝનની કરી શાનદાર શરૂઆત, આ બાબતમાં વિરાટ કોહલીને છોડ્યો પાછળ
- RCB vs SRH: આઈપીએલના ઇતિહાસમાં પહેલી વાર આરસીબીએ આ સિદ્ધિ હાંસલ કરી, હૈદરાબાદ સામેની જીત બની ગઈ ખાસ
- શું જસપ્રીત બુમરાહ પણ થયા છે ઘાયલ ? આઈપીએલ 2026 પહેલા ખાસ સ્થાન પર પહોચ્યા ફાસ્ટ બોલર
- PSL-2026 મા દર્શકો નહી જોવા મળે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો મોટો નિર્ણય, થશે કરોડોનુ નુકશાન
LSG vs DC: સમીર રીઝવીની હાફ સેન્ચુરીથી દિલ્હીએ લખનૌને 6 વિકેટથી હરાવ્યું
LSG vs DC: IPL 2026 માં, લખનૌ સુપર જાયન્ટ્સે પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. દિલ્હી કેપિટલ્સે લખનૌને 6 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા, લખનૌ સુપર જાયન્ટ્સ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શક્યું નહીં અને 18.4 ઓવરમાં 141 રનમાં સમેટાઈ ગયું. લખનૌ માટે અબ્દુલ સમદે સૌથી વધુ 36 રન બનાવ્યા. ઓપનર મિશેલ માર્શે 35 રનનું યોગદાન આપ્યું. દિલ્હી માટે, ટી નટરાજન અને લુંગી ન્ગીડીએ 3-3 વિકેટ લીધી. કુલદીપ યાદવે 2 વિકેટ લીધી જ્યારે કેપ્ટન અક્ષર પટેલે 1 વિકેટ મેળવી. લખનૌના સ્કોરના જવાબમાં, દિલ્હીએ 18મી ઓવરના પહેલા બોલ પર 4 વિકેટ ગુમાવીને 142 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો.
દિલ્હી કેપિટલ્સ (પ્લેઈંગ ઈલેવન): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતીશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.
લખનૌ સુપર જાયન્ટ્સ (પ્લેઇંગ ઇલેવન): એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસીન ખાન, મોહમ્મદ શમી, એનરિચ નોરખિયા, પ્રિન્સ યાદવ.
