સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન તીર્થ સ્થળ
Written By વેબ દુનિયા|

જૈન સિદ્ધ ક્ષેત્ર : ગોપાચલ

W.D
ઐતિહાસિક ગ્વાલિયર કિલ્લાના અંચલમાં ગોપાચલ પર્વત, પ્રાચીન કલાત્મક જૈન મૂર્તિ સમુહનું અદ્વીતીય સ્થળ છે. અહીંયા હજારો દિ. જૈન મૂર્તિઓ સં. 1398થી સં. 1536ના મધ્ય પર્વતને તોડીને બનાવવામાં આવી છે.

આ વિશાળ મૂર્તિઓનું નિર્માણ તોમરવંશી રાજા વીરમદેવ, ડુંગરસિંહ અને કિર્તિસિંહના કાળમાં થયું હતું. અપભ્રંશના મહાકવિ પં. રઈઘુના સાનિધ્યમાં આની પ્રતિષ્ઠા થઈ હતી.

કાળ પરિવર્તનની સાથે જ્યારે મુઘલ સમ્રાટ બાબરે ગોપાચલ પર અધિકાર કર્યો, ત્યારે તેણે આ વિશાળ મૂર્તિઓને જોઈને ગુસ્સે થઈને તેને 1557માં ખંડિત કરવાનો આદેશ આપ્યો. પરંતુ જેવો તેણે ભગવાન પાર્શ્વનાથની વિશાળ પદમાસનવાળી મૂર્તિ પર વાર કર્યો ત્યારે દેવીય ચમત્કાર થયો અને વિધ્વંસક ભાગ ઉભા થઈ ગયાં અને આ વિશાળ મૂર્તિ ખંડિત થતાં બચી ગઈ. આજે પણ આ વિશ્વની સૌથી વિશાળ 42 ફુટ ઉંચી પદમાસન પારસનાથની મૂર્તિ પોતાના અતિશયથી પુર્ણ છે તેમજ જૈન સમાજમાં પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે.

ભગવાન પાર્શ્વનાથની દેશનાસ્થળી, ભગવાન સુપ્રતિષ્ઠિત કેવલીના નિર્વાણસ્થળની સાથે 26 જૈન મંદિર તેમજ ત્રિકાળ ચૌવીસી પર વધારે બે જૈન મંદિર તળેટીમાં છે.