સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન તીર્થ સ્થળ
Written By વેબ દુનિયા|

મોહનખેડા અદ્દભુત જૈન તીર્થ મંદિર

W.DW.D

ઈતિહાસને માટે પ્રખ્યાત રહેલા ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના મોહનખેડામાં શ્વેતાંબર જૈન સમાજનો એક એવો મહાતીર્થ વિકસિત થયો છે, જે દેશ અને દુનિયામાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે. પરમ પૂજ્ય દાદા ગુરૂદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની તીર્થ નગરી માનવસેવાનું પણ તીર્થ બની ચૂકી છે.

ગુરૂ સપ્તમી પર દરેક વર્ષે અહીં શ્રધ્ધાળુઓનું ટોળુ ઉમટે છે. લાખો શ્રધ્ધાળુ પૂજ્ય ગુરૂદેવનો જયનાદ કરી પોતાના કલ્યાણનો માર્ગ મેળવે છે. આવનારી 15 જાન્યુઆરી 2008ના રોજ ગુરૂ સપ્તમીનો પાવન તહેવાર આવી રહ્યો છે. તેને માટે ભવ્ય તૈયારીઓ થઈ રહી છે.

પૂજનીય દાદા ગુરૂદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મસાની દિવ્ય દ્રષ્ટિને પરિણામે મોહનખેડા મહાતીર્થ છે. શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી સંવત 1928 અને 1934માં રાજગઢમા ચર્તુમાસ કરી ચૂક્યા છે. સંવત 1938માં તેમણે આલીરાજપુરમાં ચતુર્માસ કર્યો અને ત્યારપછી તેમનુ ધાર જિલ્લાના રાજગઢમાં ફરી પદાર્પણ કર્યુ. આ દરમિયાન ગુરૂદેવે શ્રાવકની લુણાજી પોરવાલને કહ્યુ કે તમે સવારે ઉઠીને ખેડા જાય અને ઘાટી પર જ્યાં કંકુનો સાથિયો દેખાય ત્યાં નિશાન બનાવે અને તે જગ્યાએ એક મંદિરનું નિર્માણ કરે.

ગુરૂદેવના આદેશમુજબ લુણાજીએ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યુ. સંવત 1939માં ગુરૂદેવનો ચતુર્માસ નજીકની જ કુક્ષીમાં થયો અને સંવત 1940માં તેઓ રાજગઢ નગરમાં રહ્યા. તેમણે જાહેરાત કરી કે આ તીર્થ ભવિષ્યમાં વિશાળ રૂપ ધારણ કરશે અને તેને મોહનખેડાના નામે જાણવામાં આવશે. આજે આ તીર્થ તેમના જ આશીર્વાદને કારણે મહાતીર્થ બની ચૂક્યુ છે.

મંદિરનુ વર્તમાન સ્વરૂપ -
વર્તમાનમાં તીર્થ મેદાનમાં વિશાળ અને ત્રિશિખરીય મંદિર ચે. મંદિરમાં મૂળ નાયક ભગવાન આદિનાથની 31 ઈંચની સુદર્શન પ્રતિમા બિરાજેલી છે, જેની સ્થાપના ગુરૂદેવ દ્વારા કરવામાં આવી હતી. બીજી મૂર્તિયોમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી ચિંતામણિ છે. ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે સંગેમરમરના ત્રણ કલાત્મક દરવાજા છે. ગર્ભગૃહમાં શ્રી અનંતનાથજી, શ્રી સુમતિનાથજી અને અષ્ટધાતુની મૂર્તિઓ છે.

મંદિરનાઅ ઉપરના ભાગમાં એક મંદિર છે, જેના મૂળ નાયક તીર્થકર ભગવાન શાંતિનાથ છે. તે સિવાય ચોકમાં શ્રી આદિનાથ મંદિરનું નિર્માણ પણ કરાવવામાં આવ્યુ છે. ભગવાન આદિનાથની 16 ફૂટ 1 ઈંચ ઉંચી વિશાળ શ્યામરંગની કાયોત્સર્ગ મુખવાળી શ્વેતાંબર મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિ અષ્ટમંગલ આસન પર આવેલી છે. મોહનખેડામાં મુખ્ય મંદિરના ડાબી બાજુ અને ત્રણ શિખરોવાળી પાર્શ્વનાથ મંદિરની સ્થાપના પણ કરવામાં આવી છે.
W.DW.D

આમા ભગવાન પાર્શ્વનાથને શ્યામવર્ણની બે પદ્માસન પ્રતિમાઓ સ્થાપિત છે. જૈન પરંપરાઓમાં તીર્થકર ભગવંતો, આચાર્યો અને મુનિ ભગવંતોની ચરણ પાદુકાની સ્થાપનાની પરંપરા હ્હે. શ્રીમદ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મસા દ્વારા ભગવાન આદિનાથના પગલા સ્થાપિત છે, જ્યાં એક મંદિર બનેલુ છે.

સ્વર્ણજડિત સમાધિ મંદિર -
ગુરૂદેવની પવિત્ર મૂર્તિ મોહનખેડામાં સ્થાપવામાં આવી. તેમના અગ્નિ સંસ્કાર મોહનખેડામાં જ કરવામાં આવ્યા હતા. આજે આ મૂર્તિની આજુબાજુ સુવર્ણ જડવામાં આવ્યુ છે, સાથે જ આ સમાધિ મંદિરની દીવાલો પર આજે પણ સુવર્ણ જડવાનુ કામ ચાલુ છે.

સામાજિક સરોકાર -
ગુરૂદેવના જ આશીર્વાદનું પરિણામ છે કે આ તીર્થ હવે માનવસેવાનુ પણ મહાતીર્થ બની ચૂક્યુ છે. અહી શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન ગુરૂકૂળનુ સંચાલન કરવામાં આવી રહ્યુ છે, જેમા વિદ્યાર્થીઓના રહેઠાણ, ભોજન અને શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સિવાય શ્રી રાજેન્દ્ર વિદ્યા હાઈસ્કૂલનુ પણ સંચાલન કરવામાં આવી રહ્યુ છે, જેમાં સેંકડો વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. દુનિયાનો પ્રત્યેક ધર્મ આ શિક્ષા આપે છે કે માનવસેવાથી મોટો કોઈ ધર્મ નથી. આ જ ધ્યેય વાક્ય સાથે અહી શ્રી ગુરૂ રાજેન્દ્ર માનવસેવા મંદિર ચિકિત્સાલય સંસ્થા પણ સંચાલિત છે. આ ચિકિત્સાલયમાં નામમાત્રની ફી લઈને બધી સુવિધાઓ આપવામાં આવે છે.


નેત્ર સેવા માટે પણ આ તીર્થ પ્રસિધ્ધ છે. 1999માં તીર્થ પર 5 હજાર 427 લોકોના ઓપરેશન કરવામાં આવ્યા. તે સિવાય આદિવાસી ગામમાં શાકાહારીના પ્રચાર અને વ્યસન મુક્તિ હેતુ શિબિરનુ આયોજન કરવામાં આવે છે. આટલું જ નહી ગૌવંશને માટે અહી 9 હજાર વર્ગફૂટ આકારની શ્રી રાજેન્દ્ર સુરિ કુંદન ગોશાળા છે. જેમાં સર્વસુવિદ્યાયુક્ત 4 ગોસદન બનાવવામાં આવ્યા છે. પશુઓના ઉપયોગ માટે ઘાસ વગેરે ના સંગ્રહ માટે 10 હજાર વર્ગફૂટનુ વિશાળ ઘાસ મેદાન પણ છે. આ રીતે કેટલાય સામાજિક કાર્યો સાથે પણ આ તીર્થ સંકળાયેલુ છે. આ સામાજિક કાર્યોમાં મુનિરાજ જ્યોતિષ સમ્રાટ શ્રી ઋષભચંદ્ર વિજયજી મસાની પ્રેરણા અને તેમની મહેનત ખૂબ મહત્વપૂર્ણ છે.

શોધ સંસ્થા -
શ્રી ગુરૂ રાજેન્દ્ર શોધ સંસ્થાની સ્થાપના મોહનખેડા તીર્થમાં કરવામાં આવી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય જૈન સાહિત્યમાં રૂચિવાળા લોકોને પુસ્તકાલયની સુવિધા પૂરી પાડવી અને શોધપરક સાહિત્યનુ પ્રકાશન કરવાનો છે. આ સિવાય ગુરૂદેવ દ્વારા રચિત શ્રી રાજેન્દ્ર અભિધાન કોષના 7 ભાગોનુ સંક્ષિપ્તિકરણ કરી તેમનુ હિન્દી અનુવાદ કરવામાં આવી રહ્યુ છે.