રવિવાર, 4 ડિસેમ્બર 2022
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ભક્તામાર સ્ત્રોતનું મહત્વ

N.D
જૈન પરંપરામાં અતિ વિશ્રુત ભક્તામર સ્ત્રોતના રચયિતા છે માનતુંગાચાર્ય. તેમનો જન્મ વારાણસીમાં 'ઘનિષ્ઠ' શ્રેષ્ઠિને ત્યાં થયો હતો. તેમણે અજીતસુરીની પાસેથી શિક્ષા લીધી હતી. ગુરૂની પાસેથી કેટલીયે ચમત્કારીક વિદ્યાઓ તેમને પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ તેઓ આચાર્ય બન્યાં. પોતાના સમયના તેઓ પ્રભાવિક આચાર્ય થયા હતાં.

ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતાં હતાં. તે વખતે ધર્માવલંબી પોતાના ધર્મનો ચમત્કાર બતાવી રહ્યાં હતાં. ત્યારે મહારાજા ભોજે શ્રીમાનતુંગાચાર્યને આગ્રહ કર્યો કે તમે મને ચમત્કાર બતાવો. આચાર્ય મૌન થઈ ગયાં. ત્યારે રાજાએ અડતાલીસ તાળાઓની એક શ્રૃંખલામાં તેમને બંધ કરી દિધા. માનતુંગાચાર્યએ તે વખતે આદિનાથ પ્રભુની સ્તુતિ પ્રારંભ કરી. જેમ જેમ શ્લોક બનાવીને તેઓ બોલતાં ગયાં તેમ તેમ તાળા તુટતાં ગયાં. બધાએ આને ખુબ જ આશ્ચર્ય માન્યું. આ આદિનાથ-સ્ત્રોતનું નામ ભક્તામર સ્ત્રોત પડ્યું. જે જૈન સમાજ માટે ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને ખુબ જ શ્રદ્ધાયુક્ત માનવામાં આવે છે.

સાધના વિધિ- ભક્તામર સ્ત્રોત વાંચવાનો સૌથી સારો સમય સુર્યોદયનો છે. વર્ષ દરમિયાન સતત વાંચવાનું શરૂ કરવું હોય તો શ્રાવણ, ભાદરવો, કારતક અને પોષ કે મહા મહિનામાં શરૂ કરો. તિથિ પુર્ણા, નંદા અને જયા હોવી જોઈએ રિક્તા ન હોવી જોઈએ. તે દિવસે ઉપવાસ રાખો કે એકટાણું કરો. બ્રહ્મચર્ય પાળો.

ભક્તામર સ્ત્રોત

આ સ્ત્રોત ખુબ જ પ્રભાવશાળી અને અપુર્વ આત્મ-પ્રસન્નતા આપનાર છે. આ સ્ત્રોતની ગાથાઓમાં ગુંફિત શબ્દોનું સંયોજન એટલું બધુ અદભુત છે કે તે શબ્દોચ્ચાર વડે પ્રગટ થનાર ધ્વનિના પરમાણું વાતાવરણને આંદોલિત કરતાં ચારે તરફ ફેલાઈ જાય છે. જો કે કેટલાયે ચમત્કારોથી ભરપુર વાર્તાઓ- લોકવાયકાઓ આ સ્ત્રોતની આસપાસ રહેલ છે.. તેને તેની સાથે જોડવામાં આવી છે. એક વાત તો નક્કી છે કે આ સ્ત્રોતમાં ભક્તામારની ગાથાઓમાં કંઈક એવું અનોખુ તત્વ સંતાયેલ છે કે વર્ષો પસાર થવા છતાં પણ તેનો પ્રભાવ અવિકલ છે. કેમકે આ સનાતન સત્ય છે. સંપુર્ણ આસ્થા, નિષ્ઠા અને સમર્પણના ભાવલોકમાં આ સ્ત્રોતનું ગાન જ્યારે કરવામાં આવે છે, ત્યારે અસીમ આનંદની અનુભુતિમાં અસ્તિત્વ ઝુમી ઉઠે છે અને નાચી ઉઠે છે.

થોડીક સુચનાઓ- ભુલશો નહિ

* દરેક ગાથાની સાથે આપવામાં આવેલ ઋદ્ધિ-મંત્ર પ્રાચીન હસ્તપ્રત પર આધારિત છે. તેની સત્યતા વિશે જાણ હોવા છતાં પણ આનો પ્રયોગ મંત્રસિદ્ધ ગુરૂવર્યના આમ્નાયપુર્વક થાય તે ખુબ જ જરૂરી છે.

* ભક્તામાર સ્ત્રોતના પાઠ માટે શરીરની શુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, સ્થાનશુદ્ધિ અને ચૈતસિક સ્વસ્થતા સામાન્ય રીતે અપેક્ષિત છે.

* મહિલાઓએ આ સ્ત્રોત વાંચતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ.

* ઉપાસનાનો ઉત્સાહ પણ વિધિ-નિષેધોથી નિયંત્રિત રહે, આ ઉપર્યુક્ત છે. ઉપાસના અશાતના સુધી ન જઈ પહોચે, નહિતર આરાધનામાં સમ્મિલિત થાવ, આ વાતનું ખાસ ધ્યાન રાખો.

* ભક્તામાર સ્ત્રોતનો પાઠ લયબદ્ધ-મધુર-મંજુલ તેમજ સમુહ સ્વરમાં સવારના સમયે જો કરવામાં આવે તો વધારે લાભદાયી રહે છે.