શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. જ્યોતિષ 2011
Written By વેબ દુનિયા|

આજનુ સૂર્યગ્રહણ આત્મબળને પ્રભાવિત કરશે

સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવા મળે

N.D
1 જુલાઈના રોજ આંશિક સૂર્યગ્રહણ છે, જે ભારતમાં જોવા નહી મળે. પરંતુ ખગોળીય ઘટના સાથે જોડાયેલ રોમાંચને તારામંડળ અને અન્ય ઉપગ્રહોથી જોઈ શકાશે. દેશની સામાન્ય જનતા દિવસે થનારા આ રોમાંચને જોવાથી ચૂકી જશે.

ખગોળશાસ્ત્રી ડો. એસ. કે પાંડેનુ માનવુ છે કે સૂર્યગ્રહણના સમયે ચંદ્રમાં સૂર્યના એકદમ નજીકથી જવા ઉપરાંત તેના પર છવાય જશે. જેનાથી શુક્ર પર ચંદ્રમાંના છવાઈ જવાથી થનારી કાલિમા ભારતમાં થઈને જશે, પરંતુ બપોરે થનારી આ ખગોળીય ઘટનાને લોકો જોઈ નહી શકે.

વિદ્વાનોના મુજબ શુક્ર આ આ ચંદ્રમાના ચમકતા ભાગને ભારતીય સમય મુજબ 1 વાગીને 21 મિનિટ અને 33 સેકંડ પર ટચ કરશે. તેમણે જણાવ્યુ કે અકલટીશનને કારણે અ સંયોગ બની રહ્યો છે. વાતાવરણ ચોખ્ખુ હશે તો ટેલી સ્કોપના માધ્યમથી આ દ્રશ્યને જોવાની વ્યવસ્થા કરવામાં આવશે.

જ્યોતિષાચાર્ય દત્તાત્રે હોસ્કેરેના મુજબ 29 જૂનન રોજ શુકએ મિથુન રાશિમાં બપોરે 12 વાગીને 29 મિનિટ પર પ્રવેશ કર્યો. એ તારીખમાં ચંદ્રમાં પણ મિથુન રાશિમાં હતો. બીજી બાજુ ભારતમાં નહી દેખાનરા આ આંશિક સૂર્યગ્રહણને કારણે ચંદ્રમાં 2, શુક્ર 10 અને સૂર્ય 14 અંશ ડિગ્રી પર રહેશે. જેના કરણે શુક પર ચંદ્રમાંના છવાય જવાથી કાલિમા રહેશે. જેનો પ્રભાવ મિથુન, ધનુ અને વૃષભ રાશિના જાતકો પર વિપરિત અસર પડશે.

સૂર્ય ગ્રહણની અસર 3 દિવસ પહેલાથી થવા માંડે છે અને દસ દિવસ સુધી કાયમ રહે છે. સૂર્ય આત્માનુ કારક હોય છે. તેથી સૂર્ય ગ્રહણની વ્યાપક અસર આત્મા પર પણ પડે છે. જો કોઈ રાશિ પર ગ્રહણની નકારાત્મક અસર થવાની છે તો એ જાતકોએ પોતાના મનોબળ પર સકારાત્મક અસર માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તંદુરસ્તીની દ્રષ્ટિએ સૂર્ય પિત્તનો કારક છે. તેથી એવામાં એસીડીટી વધી શકે છે. ઘબકારા પર પણ અસર પડે છે. દિલ અને શરીર પર ભાર લાગશે. ગભરામણ અનુભવશો.

ગ્રહણની અસર ઓછી કરવા માટે સરળ ઉપાય છે કે 1,3,5,7,11 કે 21 તાંબાના પાત્રનું દાન કરો. ગળામાં ચાંદી પહેરો. પિતાને સફેદ વસ્ત્રનુ દાન કરો. સૂર્ય ગ્રહણ પછી તેલ ચઢાવો.