નવુ વર્ષ રહેશે પ્રેમવર્ષ

પ્રેમીઓ માટે કેવુ રહેશે નવુ વર્ષ

વેબ દુનિયા|

N.D
નવુ વર્ષ પ્રેમમાં પગલા માંડનારાઓ માટે ક્યારેક ચઢતી તો ક્યારેક પડતીનુ રહેશે. સંવત્સરનો રાજા ચંદ્રમા એકબાજ પ્રેમ કરનારાઓ માટે ખૂબ અમૃત વરસાવશે, તો બીજી બાજુ પ્રધાનમંત્રી દેવ ગુરૂ ગુરૂવાર ધૈર્ય બનાવી રાખવાની સલાહ પણ આપતો રહેશે.

આ સાથે જ શનિ મહારાજની નજર પ્રેમમા દગો આપનારા પર વિશેષ બની રહેશે. જેને કારણે આવા લોકોને પોલીસ પ્રશાસન, કોર્ટ-કચેરીના ચક્કર લગાવવા પડી શકે છે. તેથી નવા વર્ષની શરૂઆતથી જ પ્રેમી હ્રદયો માટે નવી સફળતાઓની ભેટ લઈને આવી રહી છે.

આવનારા જુલાઈના મહિનામાં તેમને નિરાશ અને હતાશ પણ કરી શકે છે. તેથી દૂધથી દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ છે, આ કહેવત પ્રેમી હૈયાઓએ રટી લેવી જોઈએ. નહી તો પ્રેમમાં રોપેલુ છોડ અચાનક સૂકાય જશે. આમ પણ જૂન અને જુલાઈની ભીષણ ગરમી સારા એવા વૃક્ષોને પણ સળગાવી દે છે.
મેષ, વૃષભ, મિથુન, મકર અને મીન રાશિના યુગલોને પ્રેમમા પરવાન ચઢવાની તક મળશે.

N.D
શુક્ર અને ચંદ્રમાં તેમને અનાયાસ જ પ્રેમ પ્રસંગો તરફ પ્રેરિત કરશે. વિલાસિતામાં ખૂબ ખર્ચા થશે અને ક્યારેક ક્યારેક પરિવારના લોકોની તરફથી ફટકાર પણ મળી શકે છે. પરંતુ આ રાશિના પ્રેમી દિલ મોહબ્બતની મંઝિલ તરફ વધતા પોતાની જાતને રોકી નહી શકે.
કુંભ રાશિનો સ્વામી શનિ ગ્રહ પ્રેમ કરનારાઓ માટે અવરોધ ઉભા કરશે.

મીન રાશિના પ્રેમી કપલ ધૈર્યની સાથે પ્રેમની ડોર વધારતા રહેશે. આ રાશિ માટે એ કહેવુ યોગ્ય હશે કે 'ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ, હદ સે ગુજર જાના હૈ.' આવા યુગલ પ્રેમ તો કરશે પરંતુ તેની ભનક કોઈને નહી થવા દે.

વૃશ્ચિક રાશિના પ્રેમી જૂના સંબંધો તોડી નવા જોડની ભાવનાથી નવા પ્રેમ સંબંધ બનાવવામાં સફળ થશે.
N.D
સિંહ અને કન્યા રાશિવાળાઓ માટે પ્રેમની દ્રષ્ટિથી આવનારુ વર્ષ મહત્વપૂર્ણ નથી. પ્રેમ અનુરાગના ચક્કરમાં વિરોધ અને વિરાગની સ્થિતિ પણ આવી શકે છે. તમારી ભાવનાને સ્પષ્ટ કર્યા પછી તિરસ્કાર પણ મળી શકે છે. પ્રેમિકાને છોડો, પત્ની પણ માનસિક ક્લેશ ઉભો કરી શકે છે.
વૃષભ રાશિવાળા સંપૂર્ણ વર્ષ ઐયાશીનુ જીવન જીવવાના ચક્કરમાં રહેશે.

ધનુ રાશિવાળાને પ્રેમના ચક્કરમાં કાયદાકીય સંઘર્ષ કરવો પડી શકે છે.

સંબંધિત સમાચાર


આ પણ વાંચો :