ખગ્રાસ સૂર્યગ્રહણ 25 નવેમ્બરના રોજ
ખગ્રાસ સૂર્યગ્રહણ 25 નવેમ્બરના રોજ આવી રહ્યુ છે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવા મળે. આફ્રિકા, હિન્દ મહાસાગર અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં જ આ જોવા મળશે. ભારતમાં જોવા ન મળવાને કારણે કોઈ રાશિ પર વિશેષ કોઈ અસર તો નહી પડે પણ હા, છતા પણ ભૂ ભાગ અને સમુદ્ર પર થોડીક અસર પડી શકે છે. છેલ્લા છ મહિનાથી બે સૂર્ય ગ્રહણ અને એક ચંદ્રગ્રહણ થઈ ચૂક્યા છે. આ ત્રીજુ સૂર્યગ્રહણ રહેશે. આ પછી 10 ડિસેમ્બરના રોજ ફરીથી ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોવા મળી શકે છે અને તેની ચારેબાજુ વ્યાપક અસર પડશે. આ સંબંધમાં જ્યોતિષાચાર્ય ડો. દત્તાત્રય હોસ્કરનુ કહેવુ છે કે ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં અદ્રશ્ય રહેશે. આ વિશ્વના કેટલાક ભાગમાં મતલબ હિન્દ મહાસાગર અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળશે. જો કે આ દિવસે શુક્રવાર અને સર્વાર્થ સિદ્ધિ યોગ્ય છે. સાથે જ અનુરાધા નક્ષત્ર પણ છે આ શનિ પ્રધાન છે. આ એ વાતને બતાવે છે કે સૂર્યગ્રહણથી વિશ્વના કેટલાક ભાગમાં સમુદ્ર જમીનની સીમાઓ ઓળંગીને અચાનક પોતાનુ સ્તર વધારી શકે છે. આવુ અમેરિકા અને હિન્દ માહસાગરમાં થશે. સૂર્યગ્રહણ મેદિની(પૃથ્વી)નો વિષય છે. તેથી તેનો પ્રભાવ ભૂ ભાગ અને સમુદ્ર પર થઈ શકે છે. જ્યોતિષાચાર્યએ જણાવ્યુ કે શનિ પ્રધાન અનુરાધા નક્ષત્રથી વાયુની ગતિ તીવ્ર થઈ શકે છે. ભારતના દક્ષિણ ભાગમાં હિન્દ મહાસાગર પડે છે. તેથી દક્ષિણ ભૂ-ભાગ પર કોઈ પ્રકારની પ્રાકૃતિક વિપદા આવી શકે છે. પરંતુ સમગ્ર દ્રષ્ટિથી જોતા કોઈ ઘણો મોટો પ્રભાવ નહી પડે. આ પહેલા 1 જૂન અને ત્યારબાદ 1 જુલાઈના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ પડ્યુ હતુ. જે ભારતમાં ન જોવા મળ્યુ અને હવે 25 નવેમ્બરના રોજ પણ ખગ્રાસ સૂય્રગ્રહણ અહી જોવા નહી મળે. આ રીતે 16 જૂનના રોજ ચંદ્રગ્રહણ થયુ હતુ જે હવે ફરી છ મહિના પછી 10 ડિસેમ્બરના રોજ થશે.