રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2014
Written By
Last Modified: સોમવાર, 6 ઑક્ટોબર 2014 (09:52 IST)

૧૬ ઓક્ટોબરનો દિવસ સર્વશ્રેષ્ઠ દિવસ

આ વર્ષે તા.૧૬ ઓક્ટોબર, ૨૦૧૪નાં રોજ આસો વદ આઠમનાં રોજ ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ આવી રહ્યો છે. આ દિવસ નવી વસ્તુઓ ખરીદી, કાર્યસિદ્ધિ અને બૌદ્ધિક ક્ષમતા મેળવવા માટે સર્વશ્રેષ્ઠ મનાય છે. ઉલ્લેખનીય છે કે આ જ દિવસે અમદાવાદમાં હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેમકે આ જ દિવસે ગુરુવાર અને આઠમની તિથિના યોગનો પણ સમન્વય થઇ રહ્યો છે. જેમાં ૫૦૦૦ આરાધકો ભાગ લેવાનાં છે.

વર્ષ-૨૦૭૦નો આ અંતિમ ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ છે, એમ કહી જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે 'આ દિવસે સવારે ૧૦.૪૭થી આ યોગનો પ્રારંભ થશે. આ દિવસ ચોપડા લાવવા, સ્ટેશનરી, ચાંદી ખરીદી, લગ્નસરાઓની, સોનુ-ચાંદી, ઝવેરાત ખરીદી માટે સર્વોત્તમ, ગ્રહોની પૂજા, વિધિ માટે પણ સર્વોત્તમ કહી શકાય. દર મહિને પુષ્ય નક્ષત્ર આવે છે પરંતુ ગુરુવાર અને રવિવારનો સંયોગ થાય તો તે પૂર્ણ યોગ બને છે. આ યોગમાં જો અનુષ્ઠાન કરવામાં આવે તો પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે કાર્યસિદ્ધિ માટે વિશેષ મંત્રસાધનાઓ કરવામાં આવે છે. નવા યંત્રોની પ્રતિષ્ઠા, સ્થાપના માટે પણ તે સર્વોત્તમ મનાય છે.

આયુર્વેદ અનુસાર આ દિવસનું ખાસ મહત્વ છે, એમ કહી આયુર્વેદશાસ્ત્ર જ્ઞાતા, વૈદ્યએ જણાવ્યું કે ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ અંગે જણાવ્યું કે ભારતીય પરંપરામાં બાળકોને સુવર્ણ પ્રાશન કરાવવામાં આવે છે. જન્મથી લઇ બાર વર્ષ સુધી આનું સેવન કરી શકાય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરદી ઉધરસ-તાવ, નાના બાળકોને શ્વાસની તકલીફો દૂર થઇ શકે છે.

બૌદ્ધિક કૌશલ્યની વૃદ્ધિ થાય છે, યાદશક્તિ શક્તિ, ધીરજનો ગુણ વિકસે છે, નિર્ણય શક્તિમાં વધારો થાય છે. શરીર સૌષ્ઠવ વિકસે છે. સ્વામિનારાયણ ગુરુકુળ-મેમનગર ખાતે આ દિવસે બપોરે ૩થી ૫ દરમિયાન નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન કરાવવામાં આવશે. જ્યારે આ જ દિવસે સુવર્ણ વચાનો ઉપચાર પણ કરવામાં આવશે. જે ગળથૂથીથી લઇ બે વર્ષ સુધીનાં બાળકોને આપવામાં આવે છે. જેનાથી બાળકોનું વાક્‌ચાતુર્ય વધે છે.

વિઘ્નો દૂર કરવા માટે માણિભદ્રવીરની ઉપાસના શ્રેષ્ઠ જ્યારે યુવાહૃદય સમ્રાટ આચાર્યએ જણાવ્યું કે ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગનાં દિવસે આઠમ-ગુરુવારનો સંયોગ થઇ જતાં તપાગચ્છ અધિષ્ઠાયક માણિભદ્રવીરનો હવન ઉપધાન તપનાં સ્થળે યોજાવાનો છે. આ દિવસે દર્શન માત્ર કરવાથી વ્યક્તિનાં પુણ્યમાં વધારો થાય છે. સાથે જ તેમની કૃપા માટેનાં હોમ-હવનથી વ્યક્તિનાં વિઘ્નો દૂર થાય છે. જમીન-મકાન-દુકાન વગેરેની મુશ્કેલીઓ દૂર થાય છે.