જો તમારા હાથમા અહી છે પ્લસનું નિશાન તો તમે બનશો ધનવાન
હસ્તરેખા વિજ્ઞાનમાં ઘણા એવા શુભ ચિન્હો વિશે બતાવવામાં આવ્યુ છે, આવા જ શુભ ચિન્હોમાંથી એક છે પ્લસ મતલબ વત્તાનું નિશાન.
પ્લસનુ નિશાન હાથના અંગૂઠા પાસેની આંગળીની નીચે મતલબ ગુરૂ પર્વત પર હોય તો ખૂબ જ શુભ ફળદાયી હોય છે. હસ્તરેખા વિજ્ઞાનના માહિતગારોનુ કહેવુ છે કે, હાથ પર ગુરૂ પર્વત ઉભરાયેલો હોય અને બીજી તરફ નમેલો ન હોય તો તે વ્યક્તિ મહત્વાકાંક્ષી અને જ્ઞાની હોય છે. હસ્તરેખા વિજ્ઞાનમાં ઘણા એવા શુભ ચિન્હો વિશે બતાવવામાં આવ્યુ છે. આવા જ શુભ ચિન્હોમાંથી એક છે પ્લસ
તેના પર પ્લસની સાઈન પણ જોવા મળે તો અતિ સુંદર. જેમના હાથમાં ગુરૂ પર્વત ઉભરાયેલો હોય અને પ્લસનુ નિશાન હોય તે વ્યક્તિ ધનવાન બને છે.
આવા વ્યક્તિ ભૌતિક સુખ સુવિદ્યાનો સંપૂર્ણ આનંદ લે છે. તેઓ જે પણ કાર્ય કરે છે તેમા તેમને ભાગ્યનો ભરપૂર સહયોગ મળે છે. તેમના બાળકો યોગ્ય અને માતા-પિતાની સેવા કરનારા હોય છે.