શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : સોમવાર, 31 ઑગસ્ટ 2015 (17:31 IST)

સપ્ટેમ્બર માસિક રાશિફળ 2015 - જાણો કેવો રહેશે સપ્ટેમ્બર મહિનો તમારે માટે

મેષ - સપ્ટેમ્બરનો મહિનો મેષ રાશિના જાતકો માટે લકી સાબિત થઈ શકે છે. કારણ કે  શુક્ર ગ્રહ આ મહિને તમારા હિતમાં છે. આ એક એવો ગ્રહ ક હ્હે જે મેષ રાશિના જાતકો માટે પ્રેમ સંબંધો મજબૂત બનાવે છે. બની શકે છેકે  છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમે પ્રેમના મામલે ફીકા પડી રહ્યા હોય. પણ આ મહિનો ચોક્કસ તમારે માટે કોઈ સારા સમાચાર લઈને આવી શકે છે. પ્રેમ ઉપરાંત કાર્યક્ષત્રમાં આ મહિનામાં બે ગ્રહ મેષ રાશિના જાતકો ઉપર બનેલા છે. સૂર્ય સાથે બુધ ગ્રહ પણ તમારા કેરિયરવાળા ઘરમાં બેસ્યા છે. તેથી આ મહિને તમારે થોડા સતર્ક રહેવાની જરૂર છે.  કેરિયરના મામલે ક્યારેય પણ કશુ પણ થઈ શકે છે. પણ ધન મામલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી રહે. 
 
વૃષભ - સપ્ટેમ્બર મહિનો આ જાતકો માટે ખરેખર સારુ સાબિત થવાનો છે.  છેલ્લા લાંબા સમયથી તમારા પ્રેમ સંબંધ કે પછી દાંમ્પત્યજીવનમાં એજ અણબન ચાલી રહી હતી તે ખરેખર ખતમ થવાની કગાર પર છે. કારણ કે આ મતભેદોને કાપવા માટે શનિ ગ્રહ તમારી કુંડળીમાં બનેલો છે. પ્રેમ સાથે કેરિયર અને વ્યવસાય પણ સારી દિશામાં જતો દેખાય રહ્યો છે.  તમારા ધનની કોઈ ચિંતા નહી થાય. પણ જો જરૂર પડે તો ધ્યાનપૂર્વક તમારા ધનને ખર્ચ કરો.  પણ આ મહિને તમારે તમારા આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે પરેશાની ક્યારેય પણ આવી શકે છે. 
મિથુન રાશિ - તમારી કુંડળીના પ્રેમ સંબંધી ગૃહમાં શનિનુ આગમન થઈ ચુક્યુ છે. જે લાંબા સમય સુધી કાયમ રહેવાનુ છે. પણ ગભરાવવાની જરૂર નથી. કારણ કે જો તમે તમારા પરિવાર માટે સમય કાઢીને તેમની સમસ્યાઓનો ઉકેલ કરશો તો શનિનો પ્રભાવ નહી પડે. પણ તમારી થોડીક બેદરકારી મોટી સમસ્યાનું કારણ બની શકે છે. પણ કેરિયરના મામલે તમને સફળતા મળવાના સંકેત બનેલ છે. તો જરા ખુશ થઈ જાવ. 
 
 



કર્ક રાશિનાના જાતકોના પ્રેમ સંબંધો લાંબા સમય્થી શનિ ગ્રહએ ઘેરી રાખ્યા હતા. જેના કારણે પ્રેમી સાથે વાદવિવાદ પતિ પત્નીનો પરસ્પર મતભેદ આ બધુ ખૂબ વધુ થઈ રહ્યુ હતુ. પણ સપ્ટેમ્બર મહિનાના અર્ધ સુધી આવતા આવતા આ બધુ ખતમ થવાની શક્યતા છે.   પણ કેરિયરના મામલે થોડુ સાચવીને ચાલવાની જરૂર છે. કારણ કે તમારી સામે એવા અનેક નવા પ્રોજેક્ટ આવી શકે છે જે ખરેખર પડકારરૂપ હશે.  આ સાથે જ તમારી તબિયતનું ઘ્યાન પણ રાખો. કારણ કે ટેંશન તમારી તબિયત પર હાવી થઈ શકે છે. 
સિંહ રાશિના જાતકો પર શનિ ગ્રહનો પ્રભાવ પડવાની શક્યતા છે. એક લાંબા સમય પછી શનિ આ રાશિના પ્રેમ સંબંધને ઠીક કરવામાં લાગ્યા છે. તો દેખીતુ છે કે આવનારો સમય તમારે માટે રોમાંટિક વાતાવરણ લાવવાનો છે. પ્રેમ સંબંધોની સાથે વ્યવસાયમાં વિકાસ થવાન સંકેત પણ મળી રહ્યા છે. જેને કારણે તમે નવા મુકામ મેળવી શકો છો. અને સૌથી સારી વાત છેકે તમારુ આરોગ્ય પણ તમારો સાથ આપશે.. છતા પણ થોડા સાવધ રહો. 
 



કન્યા - બુધ ગ્રહનો પ્રવેશ કન્યા રાશિમાં થઈ ચુક્યો છે. જેનાથી આ રાશિના જાતકના પ્રેમ સંબંધોને લઈને પારિવારિક અને કેરિયર ગ્રોથ સારી થવાની શક્યતા બની છે. આ ગ્રહ કુલ એક વર્ષ સુધી કન્યા રાશિ સાથે રહેશે. તો બની શકે છે કે તમે આગામી વર્ષે સપ્ટેમ્બર સુધી જીવનની અનેક ઉપલબ્ધિયોને મેળવી લો. 
 





 
તુલા - અન્ય રાશિયોની તુલનામાં આ મહિનામાં તુલા રાશિના જાતકોનો પ્રેમ સંબંધ ખૂબ રસપ્રદ વળાંક લેવાનો છે. રોમાંસની સાથે સાથે ખુશીયો તમારા દરવાજા પર હશે અને તમે ચોક્કસ તેનો આનંદ ઉઠાવતા જોવા મળશો. સાથે જ આગામી ખુશખબર તમારા કેરિયર સંબંધિત છે. જેના મુજબ તમારા નવા પ્રોજેક્ટમાં સારુ કેરિયર ગ્રોથ મળવાનુ છે.  પણ આખા મહિના દરમિયાન તમારુ ધ્યાન ભટકાવનારી અનેક વસ્તુઓ સામે આવશે.  જે ન ઈચ્છવા છતા તમારુ કામ બગાડી શકે છે. તેથી સાવધ રહીને કાર્ય કરો નહી તો તમે કોઈ મુશ્કેલીમાં પણ પડી શકો છો. 
 

વૃશ્ચિક - જો તમારા પ્રેમમાં જોશ છે તો સપ્ટેમ્બર મહિનો તમારે માટે ખૂબ લાભકારી સાબિત થવાનો છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિનો રોમાંટિક હોવા ઉપરાંત યાદગાર પણ બની શકે છે.  તેથી પ્રેમનો એકરાર કરવાની જે રીત તમે વિચારી રહ્યા છો બધી અજમાવીને જોઈ લો.  કારણ કે પરિણામ સારુ જ આવવાનુ છે. આ ઉપરાંત કેરિયર/વ્યવસાયના સારુ બનાવવા માટે આ મહિને તમારી કુંડળીમાં ત્રણ ગ્રહો - શનિ, સૂર્ય અને બુધનુ આગમન થયુ છે. જે તમને નવી ઉપલબ્ધિયો અપાવવા ઉપરાંત તમારા કેરિયરનો નવો રસ્તો પણ શોધી આપશે.  પણ આખા મહિનામાં તમારે માત્ર એક વાત માટે સાવધ રહેવાનુ છે અને એ છે તમારુ આરોગ્ય જે ક્યારેય કમજોર પડી શકે છે. 
ધન - આ મહિનામાં તમે તમારા પ્રેમી પાસેથી કંઈક સારુ મેળવવાની ચાહતમાં જોવા મળશો. પણ પરિણામ તેનાથી થોડુ જુદુ જ મળશે.  પણ નિરાશ ન થશો કારણ કે તમે સમજી જ નહી શકો કે ક્યારે તમને તમારી ઈચ્છાથી વધુ પ્રેમ પણ મળી જશે.  જે લોકો હાલ સિંગલ છે. તેઓ પોતાના જૂના સંબંધો ફરીથી અપનાવી લેશે અથવા તો નવો સાથી શોધી લેશે.  વૃશ્ચિક રાશિને એજેમ ધન રાશિના કેરિયરને પણ ચાર ચાંદ લગાવવા માટે સૂર્ય અને બુધ પધાર્યા છે.  જેનો ફાયદો તમને સપ્ટેમ્બર મહિનાના 15 દિવસ સુધી મળવો શરૂ થઈ જશે. આ ઉપરાંત તમારુ આરોગ્ય પણ સારુ રહેશે.  પણ એક વિચિત્ર ચિડચિડાપણું તમને પરેશાન કરતુ રહેશે. 
 
મકર - અત્યાર સુધી બધી રાશિયો માટે પ્રેમ સંબંધો સુખદ બતાવાયા છે પણ કોઈ કારણસર મકર રાશિના જાતકો માટે આ મહિને પ્રેમ સંબંધ સારુ નથી.  સાથી સાથે મતભેદ બની શકે છે. પણ જો ધૈર્યથી કામ લેશો તો વાત વધુ વધે નહી. આ ઉપરાંત ધનની કમી જેવી મુશ્કેલીઓ પણ સામે આવી શકે છે. 
 
કુંભ રાશિ - બની શકે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રેમ સંબંધોને કારણે ચિંતિતિ રહો છો પણ આ મહિને એવુ પ્રતીત થાય છે કે તમે આ પરેશાનીઓની જડ સુધી પહોંચીને કારણ શોધી જ લેશો.  અને ત્યારે તમે એક શ્રેષ્ઠ સલાહ મેળવશો જે તમારા સાથી સાથે તમારુ રિલેશન પરફેક્ટ બનાવવામાં સિદ્ધ સાબિત થશે.  પણ પ્રેમ સંબંધો પછી જો કેરિયરની વાત કરીએ તો અમે તમને સાવધ કરવા માંગીએ છીએ.  પણ ગભરાવવાની જરૂર નથી.  જો તમે સમજદારીથી નિર્ણય લેશો તો બધા ખરાબ સંકેતો ગાયબ થઈ જશે.  
 


મીન - જ્યોતિષ વિજ્ઞાન મુજબ બુઘ ગ્રહનો પ્રવેશ તાજેતરમાં જ મીન રાશિમાં થયો છે. જ્યા એતે એક વર્ષ સુધી રહેવાનો છે. આવામાં દરેક ક્ષેત્રમાં મીન રાશિના જાતકો સફળતા મેળવવાની શક્યતા સાથે આશાવાદી છે. વિશેષ રૂપે આ મહિને તમને કોઈ મુશ્કેલી સતાવશે નહી. પણ નાની મોટી સમસ્યાઓ જેવી કે અચાનક તબિયત ખરાબ થઈ જવી કે પછી ઓફિસમાં બોસ સાથે કોઈ વાદવિવાદ આ બધુ થવુ શક્ય છે. પણ  તેની ખરાબ અસર થવાના કોઈ સંકેત નથી.