ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : બુધવાર, 31 ડિસેમ્બર 2014 (15:25 IST)

વાર્ષિક રાશિફળ 2015 - જાણો કેવુ રહેશે તુલા રાશિના લોકો માટે નવુ વર્ષ 2015

પારિવારિક ભવિષ્યફળ 2015- તુલા રાશિફળ 2015 મુજબ , આ વર્ષ તમને પારિવારિક બાબતો માટે મિશ્રિત પરિણામ રહેશે. વર્ષના પહેલાં  ભાગમાં બૃહસ્પતિ તમારા ચતુર્થ અને બીજા ભાવ પર નજરે નાખી રહ્યા છે.  જયારે શનિ બીજા ભાવમાં સ્થિત થઈને બીજા અને ચોથા ભાવને પ્રભાવિત કરી રહ્યા છે.  આથી વર્ષના પહેલા ભાગમાં થોડી વિસંગતિ આવશે પણ તમે તેને મેનેજ કરી લેશો.  જો આર્થિક કે ભૂમિ-સંપતિ સંબંધિત કોઈ પારિવારિક મામલા હોય તો તેમાં સંયમ  અને પ્યાર સાથે વર્ષના પહેલા ભાગમાં ઉકેલવાની કોશિશ કરવી કારણ કે બીજા ભાગમાં આ બાબતોમાં દેવગુરૂ બૃહસ્પતિ વધારે મદદ નહી કરશે.તુલા ભવિષ્યફળ  2015 તમને સચેત કરે છે કે વર્ષના બીજા ભાગમાં સ્વાસ્થયનો ખ્યાલ રાખો અને પારિવારિક વિવાદોને વધારવાથી બચવું. 
સ્વાસ્થ્ય  ભવિષ્યફળ - આ વર્ષ તમારી રાશિના બન્ને તરફ પાપ ગ્રહ રહેલ છે.2015 તુલા રાશિફળ કહી રહ્યું છે કે તમારા બારમા ભાવમાં રાહુ તો બીજા ભાવમાં  સ્થિત રહેશે. આથી સ્વાસ્થયના હિસાબે આ વર્ષ ઓછું અનૂકૂળ છે. આ વર્ષ સ્વાસ્થ્યને લઈને કોઈ પ્રકાર ને બેદરકારી ઉચિત નથી માનસિક ચિંતાઓને કારણે  તકલીફ શકય છે કે કોઈ સંબંધીને લઈને ચિંતા રહી શકે છે. આમ તો વર્ષના પહેલાં ભાગમાં બૃહસ્પતિના ચતુર્થ ભાવમાં સ્થિતિના કારણે માનસિક શાંતિ રહેશે પણ  વર્ષના બીજા ભાગમાં થોડી ચિંતાઓ વધી શકે છે. આમ  તુલા રાશિફળ 2015  મુજબ કોઈ નિકટના  કે પ્રિય માણસ માનસિક શાંતિ જાળવી રાખવામાં મદદગાર  રહેશે.
 
પ્રેમ અને વૈવાહિક ભવિષ્યફળ - પ્રેમ પ્રસંગ માટે આ વર્ષ યોગ્ય રહેશે. વર્ષના પહેલા ભાગમાં તુલા 2015 રાશિફળ મુજબ  બૃહસ્પતિની નજરે તમારા પંચમેશ  શનિ પર છે. આથી પ્રેમ પાત્ર કે જીવન સાથીના સાથે કોઈ રીતના મોટા વ્યવધાન આવતા નથી લાગી રહ્યા. પણ વાણી સ્થાન પર શનિની ઉપસ્થિતિને જોતા તમને તમારા  પાત્ર કે જીવન સાથીની  સાથે કોઈ પણ અપ્રિય વ્યવહાર કરવાથી બચવું પડશે. આ સમયે પ્રિયજનો પર કોઈ રીતની શંકા કરવી યોગ્ય નહી રહે. આવું કરીને  તમે સંબંધો ન બગાડશો. વર્ષના બીજા ભાગમાં તમને તમારા સાથીની સારી વાતો દેખાશે અને તુલા રાશિફળ મુજબ બગડેલા સંબંધ સુધરી જશે. લગ્ન અને સગાઈ માટે  પણ આ વર્ષનો બીજો ભાગ શુભ રહેશે. 
કાર્યક્ષેત્ર ભવિષ્યફળ - તુલા 2015 રાશિફળ જણાવે છે કે વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિ તમારા કર્મ સ્થાન પર જ રહેશે.આથી કામ બનતા રહેશે પણ થોડા ઘણા અવરોધ આવી શકે છે. જો તમે કોઈ નવુ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તે ક્ષેત્રથી સંકળાયેલા અનુભવી લોકોની સલાહ જરૂર લેજો.  જો તમારો વ્યાપાર ભાગીદારીમાં છે તો  તુલા રાશિફળ 2015 તમને સલાહ આપે  છે કે સંબંધોને સારા બનાવવાની કોશિશ કરો. વર્ષના બીજા ભાગમાં મેહનતનું ફળ જરૂર મળશે પણ શનિની  બીજાભાવમાં ઉપસ્થિતિને જોતા ઝડપી રોકાણથી બચવું પડશે. 
 
આર્થિક ભવિષ્યફળ -ધનના કારક ગ્રહ બૃહસ્પતિની નજર વર્ષના પહેલા ભાગમાં તમારા ધન સ્થાન પર છે. આથી તુલા ભવિષ્યફળ 2015 મુજબ ઘન અર્જીત થવું  સ્વભાવિક છે. પણ શનિના બીજા ભાવમાં સ્થિતિને જોતા એ  કહેવું યોગ્ય રહેશે કે કદાચ આર્થિક બાબતોમાં નિરંતરતા ન રહી શકે . પણ વચ્ચે-વચ્ચે ધન લાભ  હોવાની શકયતા રહેશે. પણ જોખમ ઉઠાવવા પણ સમય યોગ્ય નથી. તુલા રાશિફળ 2015 કહે છે કે વર્ષના બીજા ભાગમાં આવકમાં વૃદ્ધિ હશે પણ નિવેશ  બાબતોમાં સાવધાની રાખવી પડશે. 

શૈક્ષણિક ભવિષ્યફળ -  તુલા રાશિફળ 2015 મુજબ ,વર્ષના પહેલા ભાગ પ્રારંભિક શિક્ષા મેળવતા લોકોને સખ્ત મેહનત કરવા પર સફળતા આપવાના સંકેત આપી  રહ્યા છે. ઉચ્ચ શિક્ષા માટે વર્ષનો પહેલો ભાગ શુભ રહેશે. ત્યા જ વર્ષના બીજા ભાગમાં પરિણામ એનાથી ઉલટ થઈ જશે. એટલે કે પ્રારંભિક શિક્ષા મેળવતાન સારા પરિણામ મળશે જ્યારે ઉચ્ચ શિક્ષા માટે  મહેનત કરવી પડશે. 
 



તુલા રાશિફળ 2015-ઉપાય  
 
- માથા પર દહીંનો તિલક લગાવો.
- ભગવાન શિવની પૂજા આરાધના કરો. 
આશા છે કે તુલા 2015 રાશિફળ દ્વારા તમે જરૂર લાભાન્વિત થશો.  વર્ષ 2015 તમારા જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવે.