વાર્ષિક રાશિફળ 2015 - જાણો કેવુ રહેશે વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2015
પારિવારિક જીવન - વૃષભ રાશિફળ 2015 મુજબ પારિવારિક બાબતો માટે વર્ષ 2015 મિશ્રિત ફળ આપનારુ રહેશે. વર્ષના પહેલા ભાગમાં દોડ વધુ રહી શકે છે. ફળસ્વરૂપ તમે તમારા પરિવારના લોકોને તેમની જરૂરિયાત મુજબ સમય નહી આપી
શકો. સાથે જ સપ્ત્મ ભાવમાં સ્થિત શનિ વ્યક્તિગત જીવનમાં મહદ્દ અંશે કડવાશ ઉમેરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી વૃષભ 2015 રશિફળ એ દર્શાવે છે કે આ મામલાને પહેલા જાણીને તમારો પ્રયાસ એ હોવો જોઈએ કે ઘર પરિવાર માટે પુર્ણ સમય કાઢી શકો. સંયમ અને સમજદારીથી કામ લઈને તમે મુશ્કેલીઓને ટાળી શકો. જો તમારા દ્વારા કરવામાં આવેલા કામનુ શ્રેય કોઈ બીજા પરિજન લઈ રહ્યા હોય તો પણ શાત રહો. સમય સાથે સૌને ખબર પડી જશે કે એ કાર્ય તમે કર્યુ હતુ. આ સમય આત્મ નિર્ભરતા ખૂબ જ જરૂરી રહેશે. કારણ કે મિત્ર અને સહયોગી તમારી આશા અનુરૂપ તમને મદદ નહી કરી શકે.
સ્વાસ્થ્ય ભવિષ્યફળ - પ્રથમ ભાવમાં શનિની દ્રષ્ટિને કારણે વચ્ચે તમારુ સ્વાસ્થ્ય નરમ-ગરમ રહી શકે છે. 2015 વૃષભ રાશિફળ સંકેત આપી રહ્યુ છે કે રાહની પંચમ ભાવમાં હાજરીથી તમને પેટ સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. તેથી ખાવા પીવા પર સંયમ અને વાહન સાવધાનીથી ચલાવીને સ્વાસ્થ્યને સારૂ રાખી શકો. જ્યા સુધી શક્ય હોય બિન જરૂરી યાત્રાઓથી બચો. ઘર પરિવારમાં સ્વચ્છતાનો પણ ખૂબ ખ્યાલ રાખો. તેનાથી રાહના દુષ્પ્રભાવમાં કમી આવશે અને બધા સ્વસ્થ રહેશે.
પ્રેમ અને વૈવાહિક જીવન ભવિષ્યફળ - આ વર્ષ સામાન્ય રીતે પ્રેમ પ્રસંગો માટે સારુ રહેશે. નવા નવા યુવાન થઈ રહેલા લોકોને તેમની શોધમાં સફળતા મળશે. વૃષભ રાશિફળ 2015 દર્શાવે છે કે તમારો પ્રેમ સંબંધ કોઈ ઉચ્ચ કુલીન કે ધનવાન વર્ગ સાથે થઈ શકે છે. પણ પંચમમા રાહુને કારણે ધ્યાન એ રાખવાનુ છે કે આધિનિકતાની ચકાચોંધમા કે ખુદને થોડી વધુ પ્રશંસા કરીને બતાવવાના ચક્કરમાં ખોટુ ન બોલશો. નહી તો આવનારા દિવસોમાં બ્રેક થવાની સાથે સાથે તમારુ અપમાન પણ થઈ શકે છે. વૃષભ 2015 ભવિષ્યફળના મુજબ સપ્તમનો શનિ કહી રહ્યો છેકે જીવનસાથીની સાથે જીદથી રજુ થતા બચો. નાની મોટી વાતનુ વતેસર ન બનાવો. જીવનસાથીના સ્વાસ્થ્યનુ પણ ધ્યાન રાખો.
કાર્યક્ષેત્ર ભવિષ્યફળ - વૃષભ 2015 રાશિફળ મુજબ તમારા કાર્યક્ષેત્ર માટે આ વર્ષ અનુકૂળ રહેશે. આ સમયગાળામાં તમને ખુદ પર વિશ્વાસ દરેક ક્ષેત્રે વિજય અપાવશે. તમે સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો. વેપાર-વ્યવસાયમાં લાભ પ્રાપ્ત કરી
શકશો. વર્ષના બીજા ભાગમાં કેટલાક મોટા કામોમાં સફળતા મળી શકે છે. રાહુના પંચમમાં હોવાને કારણે કોઈ ખોટી મંત્રણા નુકશાન આપી શકે છે. તેથી કોઈપણ મોટા કામની શરૂઆત કરતા પહેલા એકથી વધુ વ્યક્તિઓની સલાહ લેવી બિલકુન ન ભૂલો. વૃષભ ભવિષ્યફળ 2015 કહે છે કે મોટા નિર્ણય લેવા કે વિકાસની યોજનાઓ પર અમલ કરતા પહેલા પુર્ણ રીતે તપાસ કરવી યોગ્ય રહેશે. કોઈ સમજી વિચારીને કરેલી યાત્રા વધુ લાભ આપશે.
આર્થિક સ્થિતિ ભવિષ્યફળ - વૃષભ રાશિફળ 2015ના હિસાબથી સામાન્ય રૂપે આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. બચત કરવામાં પણ તમે સફળ રહેશો. આ વર્ષે લાભ અપાવવામાં નાના ભાઈ કે મિત્ર મદદરૂપ બની શકે છે. અપ્રત્યક્ષ રૂપે પણ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. પણ જો તમે જુગાર લોટરી વગેરેના માધ્યમથી કમાણી કરો છો તો તેમા મોટુ રોકાણ કરવાથી બચો. સાથે જ પૈસાની સુરક્ષાને લઈને ચિંતન કરો નહી તો કેટલુક ધન ખોટુ વેડફાઈ શકે છે. વૃષભ ભવિષ્યફળ 2015 મુજબ વર્ષના બીજા ભાગમાં કેટલીક ઘરેલુ સામાનની ખરીદીમાં પ્ણ ધનનો ખર્ચ થઈ શકે છે. ઘર કે વાહન ખરીદવામાં પણ ખર્ચ થઈ શકે છે. છતા આર્થિક લાભ બાબતો માટે વર્ષ શુભ રહેશે.
શિક્ષા ભવિષ્યફળ - વૃષભ રાશિફળ 2015 મુજબ આ વર્ષનો પ્રથમ ભાગમાં બૃહસ્પતિ તમારા ત્રીજા ભાવમાં ઉચ્ચાવસ્થામાં રહેશે. તેથી તમારુ આંતરિક જ્ઞાન કમાલનુ રહેશે. જરૂર છે તો તમારી યોગ્યતાની બહાર પ્રદર્શિત કરવાની. તેથી તમારા જ્ઞાન અને યોગ્યતાને બહાર કાઢવા અને નિખારવાનો પ્રયત્ન કરો. વર્ષનો બીજો ભાગ ખાસ કરીને એ લોકો માટે વધુ સારો રહેશે જે વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગે છે. મતલબ કુલ મળીને વર્ષ 2015 વિદ્યાર્થીઓ મટે સારુ ફળ આપનારુ રહેશે.
વૃષભ રાશિફ્ળ ઉપાય
એક કાળી ગાય પાળી લો અને તેની સેવા કરો
દારૂ. માસ. ઈંડાનુ સેવન અને વ્યાભિચારથી ખુદને બચાવી રાખો.
આશા કરીએ છીએ એક વૃષભ રાશિફળ 2015 તમને આ વર્ષે થનારી બધી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરશે અને તમારા આવનારા સમયને વધુ સારુ બનાવવામાં યોગદાન આપશે.