શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: મંગળવાર, 26 મે 2015 (10:02 IST)

જ્યોતિષ 2015 : કંઈ ભેટ વસ્તુઓ આપવી અપશુકનિયાળ છે ?

છરી, કાતર, ફોગ, ચમચી વગેરે વસ્તુ તીક્ષ્ણ હથિયાર કહેવાય છે. આ વસ્તુઓ અણીદાર, ધારદાર હોવાથી જો સીધેસીધુ કોઈના પર નિશાન સાધ્યુ તો તેનુ પરિણામ ખરાબ આવી શકે છે, તેના કારણે અણીદાર, ધારદાર વસ્તુ ક્યારેય આપણી તરફ કે બીજાને મજાકમાં પણ ફેંકવી કે બતાવવી જોઈએ. નહી. 

તે જ રીતે કોઈ વ્યક્તિ માટે ભેટ વસ્તુ લેવી પડે તો એક વાત ધ્યાન રાખવી, એકદમ ધારદાર વસ્તુ કોઈને પણ ભેટ આપવી જોઈએ નહી. ધારદાર વસ્તુ એ દુશ્મની શક્તિનું નિર્માણ કરે છે. આ નિર્માણ થનારી શક્તિ બે મિત્રો વચ્ચે સંઘર્ષનું નિર્માણ કરી શકે છે. 

જેના ખરાબ પરિણામ રૂપે તેમની મિત્રતાનો અંત આવી શકે છે. પ્રેમ સંબંધમાં કડવાશ ટાળવા માટે ક્યારેય પણ ટાંકણી કરતા વધુ ધારદાર વસ્તુઓ આપણી પાસે પણ મુકવી જોઈએ નહી.