ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: સોમવાર, 19 જાન્યુઆરી 2015 (18:13 IST)

મૂલાંક દ્વારા જાણો તમારા બાળકોનો સ્વભાવ અને આપો તેને યોગ્ય શિક્ષણ

મૂલાંકથી જાણો બાળકોનો મૂલ સ્વભાવ જાણીને જ શિક્ષણ આપો. અંક જ્યોતિષમાં મૂલાંક જન્મ તારીખ મુજબ 1 થી 9 માનવામાં આવે છે. દરેક અંક વ્યક્તિના મૂળ સ્વભાવને બતાવે છે. બાળકોનો મૂળ સ્વભાવ જાણી જે માતા-પિતા તેને યોગ્ય શિક્ષણ આપી શકે છે. આવો જાણીએ કેવો છે તમારા બાળકનો સ્વભાવ. 
 
- મૂલાંક 1 (1, 10 19, 28) : આ બાળકો ક્રોધી,જીદ્દી અને અહંકારી હોય છે. સારા સરકારી અધિકારી બને છે. આ તર્કવાળા બાળકો છે જેથી ઠપકો નહી સહન કરે. તેમને તર્કથી નહી પણ પ્રેમથી સમજાવો. 
- મૂલાંક 2   (2, 11, 20, 29) : આ શાંત સમજદાર. ભાવુ તેમજ હોશિયાર હોય છે. માતા-પિતાની સેવા કરે છે. જરાક મોટેથી બોલવુ તેમના દિલને દુભાવે છે. તેમની સાથે શાંતિ અને સમજદારીથી વાત કરો. 
- મૂલાંક  3 (3, 12, 21,30) : તેઓ સમજદાર. જ્ઞાની અને ઘમંડી હોય છે. સારા સલાહકાર બને છે. તેમને સમજાવવા માટે પુરતુ કારણ અને જ્ઞાન હોવુ જરૂરી છે. 
-મૂલાંક 4 (4, 13, 22) : બેદરકાર. રમતિયાળ અને કારસ્તાની હોય છે. રિસ્ક લેવો તેમનો સ્વભાવ હોય છે. તેમને અનુશાસનમાં રાખવા જરૂરી છે. તેઓ વ્યસનાધીન હોઈ શકે છે. 
-મૂલાંક 5 (5, 14, 23) : બુદ્ધિમાન. શાંત અને આશાવાદી હોય છે. રિસર્ચના કામમાં રસ લે છે. તેમની સાથે ધૈર્ય અને શાતિથી વાતચીત કરો. 
-મૂલાંક 6 (6, 15, 24) : હસમુખ. શોખીન સ્વભાવના અને કલાપ્રેમી હોય છે. મસ્ત રહો સૂત્ર પર જીવે છે. તેમને યોગ્ય સંસ્કાર અને યોગ્ય દિશા-નિર્દેશની જરૂર છે. 
- મૂલાંક 7 (7, 16, 25) : ભાવુક. નિરાશાવાદી થોડા સ્વાર્થી પણ તીવ્ર બુદ્ધના હોય છે. વ્યસનના આદિ જલ્દી થઈ જાય છે.  કલાકાર હોઈ શકે છે. તેમને  કડક અનુશાસન અને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે. 
-મૂલાંક 8 (8, 17, 26) : થોડા સ્વાર્થી. ભાવુક અને અતિ વ્યવહારિક મહેનતી અને વેપાર બુદ્ધિવાળા હોય છે. જીવનમાં મોડેથી ગતિ આવે છે. તેમને સતત સહયોગ અને સારા મિત્રોની જરૂર હોય છે. 
-મૂલાંક  9 (9, 18, 27) : ઉર્જાવાન. મસ્તીખોર અને તીવ્ર બુદ્ધિના વિદ્રોહી હોય છે. માતા પિતા સાથે વધુ બનતુ નથી. સરકારમાં કુશળ હોય છે.