વાર્ષિક રાશિફળ 2015 - જાણો કેવુ રહેશે કુંભ રાશિના લોકો માટે વર્ષ 2015
પારિવારિક ભવિષ્યફળ - કુંભ ભવિષ્યપઃઅલ 2015 મુજબ પારિવારિક બાબતોમાં આ વર્ષ મિશ્રિત ફળદાયી રહેશે. વર્ષના પ્રથમ ભાગમાં કેતુ અને ગુરૂ બંનેને ગોચર અનુકુળ ન હોવાને કારણે ઘરેલુ અને પારિવારિક જીવનમાં કેટલીક વિસંગતિયો રહેવાના યોગ છે. અથવા પરિવારના કોઈ સભ્યને લઈને મનમાં ચિંતા રહી શકે છે. પણ વર્ષના બીજા ભાગમાં પરિવારમાં કોઈ માંગલિક કાર્ય થવાના પણ યોગ બનશે. પરિવારનો વિરોધ દૂર થશ્સે અને પરિવારના લોકોનો વ્યવ્હાર તમારા પ્રત્યે ખૂબ સારો રહેશે. મિત્રો અને હિતૈષિયો તરફથી મદદ મળશે.
સ્વાસ્થ્ય ભવિષ્યફળ - વર્ષની શરૂઆત સ્વાસ્થ્યના હિસાબથી થોડી કમજોર રહી શકે છે. તમને એવુ લાગે કે તમારી શારીરિક ઉર્જા ધીરે ધીરે થઈને ઓછી થઈ રહી છે. કુંભ રાશિફળ 2015 તમને સચિત કરે છે કે થોડીક પેટને એતકલીફ પણ પરેશાન કરી શકે છે. પણ ખાવા પીવા પર કંટ્રોલ રાખીને તેને થોડી ઘણી હદ સુધી નિયંત્રિત રાખી શકો છો. કેટલીક કારણ વગરની મુસાફરી અને કામનો બોજ તમને થકાવી શકે છે. પણ વર્ષનો બીજો ભાગ તમારે માટે અનુકૂળતા લઈને આવશે. આ સમય તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ રાશિફળ 2015 - પ્રેમ અને વૈવાહિક ભવિષ્યફળ
પ્રેમ પ્રસંગો માટે વર્ષનો પ્રથમ ભાગ વધુ અનુકુળ નથી. કુંભ 2015 રાશિફળ તમને સચેત કરે છે કે આ સમયે પ્રેમ પ્રસંગો બાબતે સાવધાનીથી કામ લેવાની જરૂર છે. કોઈપણ બાબતને લઈને જીદ ન કરો કારણ કે તમારી જીદ સંબંધોમાં દરારનું કારણ બની શકે છે. પણ વર્ષના બીજા ભાગમાં તમે જીવનસાથી સાથે આનંદ મનાવશો. જેમની વય લગ્નની છે તેમના લગ્ન કે વિવાહની શક્યતાઓ છે. મજબૂત હશે. મતલબ પ્રેમના પ્રગાઢ થવાના સુંદર યોગ બની રહ્યા છે.
કાર્યક્ષેત્ર ભવિષ્યફળ - કુંભ ભવિષ્યફળ 2015ની દ્રષ્ટિથી વર્ષના શરૂઆતના દિવસોમાં બૃહસ્પતિનુ ગોચર અનુકૂળ ન હોવાને કારણે નાનકડા કામો માટે પણ તમને ઘણી મહેનત કરવી પડી શકે છે. અડચણો આવશે પણ કામ પુરા થશે. નોકરિયાત લોકો માટે સમય અનુકુળ રહેશે. મહેનત અને લગનને કારણે પદોન્નતિ શક્ય છે. પણ કુંભ રાશિફળ 2015 ના હિસાબથી વર્ષના બીજા ભાગમાં તમે નવા ઉદ્યમ શરૂ કરશો. વેપારમાં સારો લાભ થશે. પણ ઘણઁઆ બધા કામો એક સાથે કરતા બચવુ પડશે.
આર્થિક ભવિષ્યફળ
આર્થિક બાબતો માટે આ વર્ષ સારુ લાગી રહ્યુ છે. જો તમે નિષ્થાથી પ્રયાસ કરશો તો પૈસાને લઈને કોઈ મુશ્કેલી નહી થાય. પણ કેતુની બીજા ભાવમા હાજરીને જોતા તમારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે સતત આવકથી કોઈ પ્રકારની મુશ્કેલી નહી આવે પણ છતા બચતની કોશિશ કરવી પડશે. કુંભ રાશિફળ 2015ના દ્રષ્ટિકોણથી કોઈ મોટા રોકાણમાં પણ સાવધાનીથી કામ લેવુ પડશે.
કુંભ રાશિફળ 2015 - શૈક્ષણિક ભવિષ્યફળ
વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સામાન્ય રીતે અનુકૂળ રહેશ્ કુંભ ભવિષ્યફળ 2015ના હિસાબથી પ્રતિયોગી પરિક્ષાઓમાં સફળતા મળશ્ પણ તમારે આળસ છોડવી પડશે. કારણ કે મહેનત વગર સારા પરિણામની આશા ન કરવી જોઈએ. જો કે વર્ષના બીજા ભાગમાં ખૂબ જ સરળતા થવાના યોગ છે. દૂર દેશોમાં જઈને ભણનારાઓ માટે સમય શુભ રહેશે.
કુભ રાશિફળ 2015 માટે ઉપાય
પુજારીને કપડા ભેટ કરો
ચાંદીનો એક ચોરસ ટુકડો પાસે મુકો
આશા કરીએ છીએ કે કુંભ 2015 રાશિફળ તમને આ વર્ષે યોગ્ય માર્ગદર્શન આપવામાં સહાયતા કરશે અને વર્ષ 2015ના ભવિષ્યમાં થનારી ઘટનાઓ સાથે તમને પરિચિત કરાવશે.