શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (12:04 IST)

આજનુ ગુડલક - અડધી રાત પછી તમારા ઘરમાં ધન વરસશે

આજે ગુરૂવાર તારી 5 ઓક્ટોબર અશ્વિન પૂનમ અને શરદ પૂનમ છે. શાસ્ત્ર મુજબ શરદ પૂર્ણિમાના રોજ મહાલક્ષ્મી પૂજન અને હાથી પર આસીન દેવરાજ ઈન્દ્રની પૂજા કરવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. માન્યતામુજબ આ દિવસે દેવી લક્ષ્મી મધ્ય રાત્રિ પછી હાથમાં વર લઈને પૃથ્વી લોક પર ભ્રમણ કરી ભક્તોને ધન વૈભવ પ્રદાન કરે છે. કોજાગરનો અર્થ છે કોણ જાગી રહ્યુ છે. તેથી આ રાત્રિમાં જાગરણથી દેવી લક્ષ્મી ધન વૈભવ પ્રદાન કરે છે. શાસ્ત્ર મુજબ માત્ર શરદ પૂનમનો ચંદ્રમાં જ 16 કલાઓથી પરિપૂર્ણ હોય હ્ચે. તેથી આ પૂનમની રાત્રિને ચંદ્રમાં પોતાની વિશેષ કિરણોથી અમૃત વર્ષા કરે છે. તેથી આ રાત્રિમાં ચાંદીના વાસણમાં ગો દુગ્ધ ઘૃત અને ચોખાથી બનેલ ખીર ચાંદની રાતમાં મુકવાથી તે મહા ઔષધ બની જાય છે. વહેલી સવારે તેના સેવનથી જેનાથી 32 પ્રકરની પિત્ત સંબંધી બીમારીઓમાં લાભ થાય છે.  શરદ પૂર્ણિમા પર લક્ષ્મી પૂજન ચંદ્રોદય પછી મધ્ય રાત્રિમાં કરવાથી સ્થિર ધન પ્રાપ્ત થાય છે. 
 
વિશેષ પૂજન વિધિ - ચંદ્રોદય પછી દેવી મહાલક્ષ્મીની વિધિવત પૂજન કરો. ગાયના ઘીમાં કેસર મિક્સ કરીને દીવો પ્રગટાવો. ચંદનની ધૂપ કરો. આખી હળદર ચઢાવો. પીત ચંદન ચઢાવો. પંચમેવા ખીરનો ભોગ લગાવો અને આ વિશેષ મંત્રથી 1 માળાનો જાપ કરો. પૂજા પછી ખીરને ચાંદનીમાં મુકી દો અને તેનુ સેવન સવારે કરો. 
 
ચંદ્રોદય પૂજન મુહૂર્ત - સાંજે 18.02 થી રાત્રે 20:50 સુધી 
કોજાગર પૂજન મુહૂર્ત - રાત્રે 23:44થી રાત્રે 12:34 સુધી 
પૂજન મંત્ર ૐ શ્રીં હ્રી શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રી શ્રીં મહાલક્ષ્મૈ નમ: 
 
આજનું શુભ મુહુર્ત 
 
આજનુ અભિજીત મુહૂર્ત - સવારે 11:45 થી બપોરે 12:32 સુધી 
 
આજનુ ગુલિક કાળ - સવારે  09:14  થી સવારે 10:41 સુધી 
 
આજનુ યમગંડ કાળ - સવારે 06:19 થી સવારે 07:47 સુધી 
 
આજનો અમૃત કાળ - સાંજે 16:12 થી સાંજે 17:45 સુધી 
 
આજનો રાહુ કાળ  બપોર 13:36 થી સાંજે 15:03 સુધી 
 
યાત્રા મુહૂર્ત - આજે દિશાશૂળ દક્ષિણ અને રાહુકાળ વાસ દક્ષિણમાં છે.. તેથી દક્ષિણ દિશાની યાત્રા ટાળો 
 
વર્જિત મુહૂર્ત - પૃથ્વી લોક વાસીની ભદ્રા સૂર્યોદયથી લઈને દિવસે 13:02 સુધી રહેશે. જેમા શુભ કાર્ય વર્જિત છે. 
 
આજનુ ગુડલક જ્ઞાન - 
 
આજનો ગુડલક કલર - ક્રીમ 
આજની ગુડલક દિશા - ઈશાન 
આજનો ગુડલક મંત્ર - ૐ શ્રીં હ્રી ક્લીં મહાલક્ષ્મ્યૈ નમ: 
આજનો ગુડલક ટાઈમ - સાંજે 15.12થી 16.12 સુધી 
આજનો બર્થડે  ગુડલક - આજે સારા સ્વાસ્થ્ય માટે મહાલક્ષ્મી પર મખાણાની ખીર ચઢાવીને સેવન કરો 
આજનુ એનિવર્સરી ગુડલક - પારિવારિક સુખ માટે શ્રી શ્રીરાધાકૃષ્ણના ચિત્ર પર કેસર ચઢાવો. 
 
ગુડલક મહાગુરૂનો મહા ટોટકો - સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે અડધી રાત્રે ઘરના પશ્ચિમ દિશામાં ઘી ના 16 દીવા પ્રગટાવો