ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શનિવાર, 31 ડિસેમ્બર 2016 (11:24 IST)

મેષ રાશિફળ 2017 - મેષ રાશિવાળા માટે કેવુ રહેશે વર્ષ 2017

હેલ્થ - તમે ફિઝિકલ શ્રમને બદલે મેંટલ શ્રમ વધુ કરશો. વાત વાત પર ગુસ્સો કરવાથી તમારી આસપાસના વાતાવરણને તનાવ યુક્ત બનાવી શકો છો. તેથી જ્યા સુધી બની શકે તનાવ ન લો. ક્રોધ કરવાથી બચો. વર્ષ 2017માં હેલ્થ પર ધ્યાન આપવાની જરૂર છે. ગરિષ્ઠ અને અત્યાધિક મસાલાવાળો ખોરાક કરવાથી પેટના રોગ થઈ શકે છે. યાત્રાઓ અને મોસમ મુજબ વસ્ત્રો પ્રત્યે ગંભીર રહો. સવારની વોક તમારે માટે ખૂબ લાભકારી રહેશે. મોસમી અને વરસાદથી થનારી બીમારીઓથી સતર્ક રહો. 
 
ફેમિલી : વર્ષ 2017માં તમારી ફેમિલી લાઈફ સામાન્ય રહેશે. નિકટના સંબંધીઓ સાથે ચર્ચાથી બચો. સંતાન અને લાઈફ પાર્ટનરને હેલ્થ સંબંધી સમસ્યાઓ પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. તમારા લાઈફ પાર્ટનરને તેમના કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે. તેમની નોકરીમાં પ્રમોશનના પણ યોગ બનેલા છે. વર્ષ 2017 બતાવે છે કે લાઈફ પાર્ટનરની સાથે યાત્રા કરવાની સારી તક મળી શકે છે.  તમારા લાઈફ પાર્ટનરની ભાવનાઓનો આદર કરો. હળવુ વાતાવરણ બનાવવાથી સંબંધોમાં પ્રગાઢતા આવશે. સંતાનની શિક્ષામાં પ્રગતિ સપ્ટેમ્બર મહિનાથી થશે. આ વર્ષે માતાને હેલ્થથી જોડાયેલ પરેશનીઓ થઈ શકે છે. 
 
એજ્યુકેશન - અભ્યાસ માટે આ વર્ષ ઉત્તમ છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધી આપવામાં આવેલ પરીક્ષાના પરિણામ તમારે માટે સુખદ અનુભૂતિ લાવનારુ હોઈ શકે છે. ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી રહેલ વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવી પડશે. કારણ કે આવનાર સમય તમારે માટે સારુ લાગી રહ્યો છે. વર્ષ 2017માં પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓ માટે સમય પડકારરૂપ રહેશે. જોકે વર્ષનો અંતિમ ભાગ હરીફ પરીક્ષામાં ભાગ લેનારા જાતકો માટે અનુકૂળ છે અને શિક્ષામાં કોઈ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઈ શકે છે.  જો તમે વિદેશમાં અભ્યાસ કરવાનુ મન બનાવી રહ્યા છો તો ત્યા કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાં નામ નોંધાઈ શકે છે. 
 
પ્રોફેશન - વર્ષ 2017ની શરૂઆત સામાન્ય રહેશે તે અંત ધમાકેદાર રહેશે. ઓફિસમાં અસમંજસની સ્થિતિ અનુભવી શકો છો. તમે મેંટલ અને ફિઝિકલ રૂપથી ખૂબ ઉર્જાવાન રહેશો. ઓફિસમાં તમે ખૂબ વ્યસ્ત રહેશો અને તમારી સખત મહેનત જ તમને સફળતામાં સહાયક રહેશે. પ્રોફેશનલની જવાબદારી સમય પર પુરી કરવાની કોશિશ કરો. કોઈની મદદથી નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. વેતન વૃદ્ધિ સાથે જોડાયેલ કોઈ શુભ સમાચાર મળી શકે છે.  તમારો કોઈ સાથી કર્મચારી તમારી સફળતામાં સહાયક હોઈ શકે છે.   ઓફિસની સમસ્યા પર વાત કરતી વખતે ભેદ ખોલવાથી બચો. પ્રોફેશનને લઈને તમે યાત્રા કરી શકો છો. વર્ષના બીજા ભાગમાં પ્રોફેશનમાં સફળતા મળવાના યોગ છે. વેપારીને કોઈ નવો વ્યવસાય શરૂ કરવાના પણ અવસર મળશે. 
 
લવ : વર્ષ 2017 લવ રિલેશન માટે સારા સાબિત થશે. જે લોકો કોઈ પ્રેમીની શોધમાં છે. તેમની શોધ પૂરી થવાની શક્યતા છે. જે લોકો લવ રિલેશનમાં છે તેમણે કોઈપણ પ્રકારની ચર્ચા વિવાદથી બચવુ જોઈએ. કોઈ ઈમોશનલ વાત સંબંધોમાં પરેશાની નાખી શકે છે. બેરૂખીને ત્યાગો અને તમારા પાર્ટનરને કોઈ ભેટ ખરીદીને આપો. જેનાથી તમારા સંબંધો વધુ મજબૂત હોઈ શકે.  જો લવ મેરેજ કરવાનુ વિચારી રહ્યા છો તો સમય ઉત્તમ છે.  અવિવાહિત લોકો માટે સારા સંબંધો આવવા અને વિવાહ થવાની શક્યતા છે. આ વર્ષના અંત સુધી તમારા એક સાચા અને સારા સાથીને મેળવવાની શોધ ખતમ થઈ શકે છે. 
 
ફાઈનેંસ - વર્ષ 2017માં તમારી ફાઈનેંશિયલ કંડીશન કઠોર પરિશ્રમથી સારી રહેશે. થોડી સૂઝ-બૂઝ અને અવસરને ઓળખીને તમે મનપસંદ ધન કમાવવામાં સફળ રહેશો.  આ વર્ષે તમારા બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવુ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ.  જેથી અવસર પડતા પૈસાની સમસ્યા ન આવે.  ફેબ્રુઆરી સુધી સમજી વિચારીને કોઈ મોટુ રોકાણ કરો. વર્ષના બીજા ભાગમાં આર્થિક સ્થિતિમાં વિશેષ સુધાર જોવા મળશે.  સાથે જ કોઈ જૂનો ફસાયેલો પૈસો પણ પરત મળવાની આશા છે. જેનાથી તમે ખૂબ રાહત અનુભવશો. શેયર બજારમાં સમજી વિચારીને રોકાણ કરો. લોટરી અને સટ્ટેબાજીમાં ધન લગાવવાના વિચારોથી દૂર રહો.