આ ફાયદા જાણી તમે પણ જરૂર ધારણ કરશો રૂદ્રાક્ષ

rudrakhsh

રૂદ્રાક્ષ જ એક માત્ર એવું ફળ છે જે અર્થ , ધર્મ , કામ અને મોક્ષ પ્રદાન કરવામાં કારગર છે,
શિવપુરાણ , પદ્મપુરાણ, રૂદ્રાક્ષકલ્પ, રૂદ્રાક્ષ મહાત્મય વગેરે ગ્રંથોમાં રૂદ્રાક્ષની અપાર મહિમા દર્શાવી છે .

રૂદ્રાક્ષ આમ તો કોઈ પણ હોય લાભકારી હોય છે. પણ મુખ મુજબ એનુ મહત્વ જુદુ જુદુ હોય છે.
દરેક રૂદ્રાક્ષ ઉપર ધારીઓ બનેલી હોય છે. આ ધારીઓને રૂદ્રાક્ષનું
મુખ કહે છે.

આ ધારિયોની સંખ્યા 1 થી લઈને 21 સુધી હોય
છે. એની ધારીઓને ગણીને રૂદ્રાક્ષના વર્ગીકરણ 1 થી 21 મુખી સુધી કરાય છે. એટલે રૂદ્રાક્ષમાં જેટલી ધારીઓ હશે , તે એટલા જ મુખી રૂદ્રાક્ષ કહેવાય છે .

ધાર્મિક માન્યતા મુજબ જેના ઘરમાં રૂદ્રાક્ષની નિયમિત
પૂજા થાય છે
, ત્યાં અન્ન , વસ્ત્ર ધન ધાન્યની ક્યારે પણ કમી રહેતી નથી. આવા ઘરમાં લક્ષ્મીનો કાયમ વાસ રહે છે. માન્યતા છે કે
રૂદ્રાક્ષ કાયમ ધારણ કરનારને અને તેની પૂજા કરનાર અંત કાળમાં શરીર ત્યાગ કરી શિવલોકમાં સ્થાન મેળવે છે.


આ પણ વાંચો :