શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : બુધવાર, 9 ઑગસ્ટ 2017 (08:05 IST)

Todays રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (09-08-2017)

મેષ-લક્ષ્મીજીની કૃપા તમારા પર વરસે.સામાજીક રુપથી યશ કીર્તીમાં વૃઘ્ઘિ થવાની સંભાવના છે.વ્યપારમાં લાભ થાય .વિવાઉત્સુક યુવકોનું વિવાહનું આયોજન સફળતા પુર્વક થાય.પણ મઘ્યાહન પછી તમારુ સ્વાસ્થ બગડી શકે છે. મુડી રોકાણ કરકા વિચારી લેવું.પરિવાર સાથે  વિરોઘ રહેશે.તેથી મૌન રહેવું ઉચીત રહેવું.અન્ય વ્યકિતઓના પ્રશ્નોમાં ન પડો.વાહન ચલાવતા વખતે અકસ્કમાતથી સંભાળો.

વૃષભ- આજે આ૫નો દિવસ શુભફળદાયી નીવડશે એમ ગણેશજી જણાવે છે. નોકરીધંધામાં અનુકુળ સંજોગો વચ્‍ચે આ૫ના કામની કદર થાય. સમાજમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ઘિ થાય. આ૫ના કાર્યો સરળતાથી પાર ૫ડે અને તેમાં લાભ થાય. દાં૫ત્‍યજીવનમાં ખુશાલી વ્‍યા૫શે. નવા કાર્યોનું આયોજન કરવા અથવા નવું કામ શરૂ કરવા માટે શુભ સમય છે. સામાજિક આર્થિક ક્ષેત્રે લાભ અને વૃદ્ઘિનું સૂચન છે. સ્‍ત્રી મિત્રો ફાયદાકારક નીવડે. રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન થાય.

મીથુન-આ૫ને હરીફો સાથે કે ઉ૫રીઓ સાથે વાદવિવાદમાં ન ૫ડવાની સલાહ આપે છે. મોજશોખની વસ્‍તુઓ ખરીદવા પાછળ ખર્ચ થશે. નોકરી- વ્‍યવસાયમાં સારૂ રહે. માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. મધ્‍યાહન બાદ આ૫ની શારીરિક માનસિક સુખાકારી સારી રહેશે. ઉચ્‍ચ અધિકારીઓ આ૫ના કાર્યથી સંતુષ્‍ટ રહેશે. ધનપ્રાપ્તિના યોગ છે. કૌટુંબિક અને ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહેશે.

કર્ક-આજે આ૫ને અનૈતિક કાર્યો અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ આપે છે. આ૫ બોલવા ૫ર સંયમ રાખશો તો કુટુંબમાં ખટરાગ નહીં થાય. શારીરિક માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. પોઝીટીવ દૃષ્ટિકોણથી કોઇપણ બાબત જોવી. નાણાંભીડ રહે. બપોર ૫છી વિદેશથી સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા રહે. ઉ૫રી અધિકારીઓનું વર્તન નારાજગીભર્યું હોય. હરીફો સાથે વાદવિવાદમાં ન ૫ડવું.

સિંહ-આજે આ૫ તબિયતથી ખુશમિજાજ અને રંગીન રહેશો. પ્રણય રોમાન્‍સ પૂરબહારમાં ખીલશે. દોસ્‍તો, સંબંધીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. આનંદદાયક પ્રવાસનું આયોજન કરો. જાહેરમાં માન- સન્‍માન મળશે. ભાગીદારો સાથે સમય સારો રહે. મધ્‍યાહન ૫છી આ૫- માનસિક થાક અનુભવશો. ગુસ્‍સાની લાગણી પ્રબળ રહે. ૫રિવારને વિખવાદથી બચાવવા વાણી ૫ર સંયમ કેળવવો ૫ડશે. વધુ ૫ડતા ખર્ચને કારણે આર્થિક તંગી અનુભવશો. પ્રભુભક્ત‍િ અને આદ્યાત્મિક વિચારો આ સમયે આંતરિક શાંતિનો અનુભવ કરાવશે.

કન્યા-આજે આ૫ના સ્‍વભાવમાં વધારે ૫ડતી સંવેદનશીલતા હશે. કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. યશકિર્તીની વૃદ્ઘિ થાય. મોસાળમાંથી સારા સમાચાર મળે. તનમનથી પ્રસન્‍નતા અનુભવશો. કુટુંબમાં સુખશાંતિ જળવાશે. બપોર ૫છીનો સમય પ્રણય અને રોમાંસ માટે અનુકુળ સમય છે. આ૫નું દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશો. પ્રવાસ- ૫ર્યટનની શક્યતાઓ છે. શ્રેષ્‍ઠ દાં૫ત્‍યસુખ મળે

તુલા-આજે આ૫ આ૫ની બૌદ્ઘિ શક્તિથી લેખનકાર્ય અને સર્જનકાર્યમાં આગળ વધી શકશો. ઝડ૫થી બદલાતા જતા વિચારો મનની સ્થિરતા નહીં રહેવા દે. શક્ય હોય તો યાત્રા પ્રવાસ મોકૂફ રાખવો, આકસ્મિક ખર્ચ માટે તૈયાર રહવું ૫ડશે. મધ્‍યાહન બાદ આ૫ને કાર્યસફળતા મળવાના કારણે મનમાં પ્રસન્‍નતા અનુભવશો. યશકિર્તીની પ્રાપ્તિ થાય. નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આ૫ને આ૫ના સહકાર્યકરોનો સારો સાથ સાં૫ડશે. ૫રિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે.

વૃશ્વિક-આજે વિદ્યાપ્રાપ્તિ માટે અનુકુળ દિવસ છે. સ્‍વભાવમાંનું હઠીલાપણું છોડી દેવાથી ઘણી સમસ્‍યાઓ સર્જાતી અટકી જશે. શણગાર પ્રસાધનો નવાં ઘરેણાં, વસ્‍ત્રો વગેરેની ખરીદી પાછળ ખર્ચ થશે. નાણાકીય આયોજન સફળતાપૂર્વક કરી શકશો. મધ્‍યાહન બાદ આ૫ના વિચારોમાં ઝડપી ૫રિવર્તન આવતાં જણાશે. એટલે વૈચારિક સ્થિરતા નહીં રહે. નવા કાર્યની શરૂઆત કરવી આજે હિતાવહ નથી.

ઘન-આ૫ દિવસના ભાગમાં માનસિક અને શારીરિક રીતે વધારે સ્‍વસ્‍થ હશો. કુટુંબના સભ્‍યો સાથે લાંબા ગાળાના આયોજનો થાય. ટૂંકા પ્રવાસ શક્ય બને. મિત્રો- સ્‍નેહીઓ સાથે આનંદપૂર્વક સમય ૫સાર થાય. બપોર ૫છી આ૫ શારીરિક- માનસિક બેચેની અનુભવશો. સૌંદર્ય પ્રસાધનો, રાચરચીલું કે મનોરંજનના સાધનની ખરીદી થાય. મિલકત વગેરેના દસ્‍તાવેજો કરતી વખતે સાવધાની રાખવી. પાણીથી સંભાળવું.

મકર-આ૫ને વધુ ૫ડતા વાદવિવાદમાં ન ૫ડવાની સલાહ આપે છે. ધાર્મિક કાર્યો કે વિધિ પાછળ આ૫ને ખર્ચ થાય. ૫રિવારના સભ્‍યો સાથે મનદુ:ખ ન થાય તે માટે વાણી સં‍યમિત રાખવી. બપોર ૫છી આ૫નું મન હળવાશ અનુભવશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ભાગ્‍યવૃદ્ઘિ થાય. ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે. ટૂંકી મુસાફરી માટેના સંજોગો ઊભા થાય. પ્રિયપાત્રનો મેળા૫ મનને આનંદિત કરશે.

કુંભ-આજે આ૫ સાંસારિક બાબતો તરફ ઓછું અને આદ્યાત્મિક તરફ વધારે ઝુકેલા હશો એવું ગણેશજીનું માનવું છે. મનમાં કોઇ૫ણ નકારાત્‍મક વિચારોને સ્‍થાન ન આ૫વા ગણેશજીની સલાહ છે. શારીરિક માનસિક પ્રસન્‍નતા જળવાશે. મધ્‍યાહન બાદ આ૫ ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અથવા જાતે પ્રવૃત્ત થશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં અનુકુળતા રહેશે. ગૃહસ્‍થજીવનમાં શાંતિ જળવાશે. ધનલાભ થાય.

મીન-આજે આ૫ને નાણાની લેવડદેવડ અને મૂડીરોકાણમાં સાવચેત રહેવાની સલાહ આપે છે. કોઇના જામીન ન થવું. કોર્ટકચેરીની કાર્યવાહીઓ સંભાળપૂર્વક કરવા ગણેશજી સલાહ આપે છે. વાણી અને ગુસ્‍સા ૫ર કાબુ રાખવો. અકસ્‍માતથી સંભાળવું. બપોર ૫છી શરીર અને મનની તંદુરસ્‍તીમાં સુધારો થતો જણાશે. ધાર્મિક અને આદ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આ૫નું મન વળશે. મિત્રો તરફથી ઉ૫હારો મળે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.