શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : શનિવાર, 27 જાન્યુઆરી 2018 (11:07 IST)

27 જાન્યુઆરીનું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (27/01/2018)

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસનાના- મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.

વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો દિવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન હળવું થાય.

મિથુન (ક,છ,ઘ) : કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્રવાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે.

કર્ક (ડ,હ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.

સિંહ (મ,ટ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગૂંચવાયેલ પ્રશ્ન ઉકલે તેવી શક્યતા.

કન્યા (પ,ઠ,ણ) : તબિયત સાચવવી, માનસિક તાણ વધે. ટેન્શન મગજ ઉપર ચડવા દેવું નહીં. ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધરે તેવી શક્યતા. અટકેલા લાભ પરત મળે. સાંજ પછી આનંદના સમાચાર મળે. આવક વધતા સામે ખર્ચ પણ થાય. કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય. કુટુંબમાં વધતો પ્રશ્ન વિવાહનો પ્રશ્ન તો ઉકલે.

તુલા (ર,ત) : માનસિક સ્વસ્થતા જાળવવી. નાના માણસ તરફથી પણ ટેન્શન આવી ચડે. બીપીથી સાચવવું. પૂરું થવા આવેલું કામ અટકાવવાની શક્યતા. સાંજ પછી કોઈ આનંદજનક સમાચાર મળે.

વૃશ્ચિક (ન,ય) : કોઈ નવી તક ઊભી થાય. બગડેલાં કામ સુધરે. નોકરીમાં બઢતી મળે તેવી શક્યતા. હાલના બેજાર જીવનમાં કોઈ સુંદરીનો સાથ પ્રાપ્ત થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ, આવે. સ્ત્રીવર્ગને શાંતિ. વિદ્યાર્થીઓએ સાચવીને શાંતિથી અભ્યાસ કરવો.

ધન (ભ,ધ,ફ) : ઉત્તમ દિવસ. ન ધારેલાં કામ પૂર્ણ થાય કોઈ નવી તક ઊભી થાય. દિવસ દરમિયાન સારા વિચાર આવે. સારાં કામ થાય. કોઈ શુભ પ્રસંગ બને. કોઈ સુંદર સ્ત્રી મિત્ર પ્રાપ્ત થાય. જીવનના દ્વારે નવી તક આવે તે વધાવી લેવી.

મકર (ખ,જ) : મકર રાશિના જાતકોને આવતી કાલનો િદવસ મજાનો રહે. કુટુંબ કબિલા સાથે પ્રવાસ થાય. ઓફિસમાં બઢતી સાથે બદલીનો યોગ છે. પગાર અથવા આવક વધે. કોઈ સ્ત્રી મિત્ર સાથે ફરી મુલાકાત થાય. ન ધારેલા કામ પૂર્ણ થાય.

કુંભ (ગ,શ,સ) : એક પછી એક વિઘ્ન આવતાં દિવસ બેકાર લાગે. પૂરાં થવાં આવેલાં કામ બગડે. ઉઘરાણી અટકે. બપોરે પછી તબિયત બગડવાની શક્યતા.

મીન (દ,ચ,ઝ,થ) : સાવધાન રહેવું. કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા. દિવસ બેકાર અને બોજલ લાગે. કોઈની રાહ જોતા હો તો તેના તરફથી દગો મળે. વિદ્યાર્થીમિત્રો માટે સારો દિવસ છે.