શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શનિવાર, 31 ડિસેમ્બર 2016 (13:36 IST)

વાર્ષિક રાશિફળ 2017 - જાણો નવા વર્ષમાં તમારો બિઝનેસ, લવ, અભ્યાસ અને કેરિયર વિશે...

Aries - મેષ વાર્ષિક રાશિફળ 2017 (Mesha—Aries)
વર્ષ 2017માં મેષ રાશિના જાતકોએ પોતાની આર્થિક સ્થિતિને સારી કરવા માટે તમારે કઠોર પરિશ્રમ કરવુ પડી શકે છે. ધન સંબંધી કોઈ પણ નિર્ણય લેતા પહેલા અનેકવાર વિચારો. બ્રેકઅપ વગર કોઈ એવુ પગલુ ન ઉઠાવો જેનાથી તક આવતા તમને પૈસાની સમસ્યા થાય.   આ આખા વર્ષ તમને પૈસા મામલે સાવધાની રાખવી પડશે નહી તો કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે. 
 
ધન વેપાર અને બિઝનેસ - (Financial  Prediction 2017)
વર્ષના શરૂઆતના મહિનામાં થોડા પ્રયત્નો કરીને તમારા ખર્ચ પર કાબૂ રાખો અને સમજ્યા વગર કંઈ પણ રોકાન ન કરશો. જો કે વર્ષના બીજા ભાગમાં પરેશાનીઓ ખતમ થતી જોવા મળશે. ક્યાકથી રોકાયેલુ ધન પરત મળી શકે છે. શેયર માર્કેટ, નવી પ્રોપર્ટી કે નવો બિઝનેસ શરૂ કરવો હોય તો આ અંગેની બધી તપાસ કરીને જ આગળ વધો. 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017)
શિક્ષણના હિસાબથી વર્ષ 2017 મેષ રાશિના જાતક માટે લાભદાયક સિદ્ધ થશે. જો કે પ્રતિયોગી પરીક્ષાઓ અને વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોનારા વિદ્યાર્થીઓને આ વર્ષે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. પણ આ સમયે કરવામાં આવેલ મહેનતનુ ફળ આવનારા સમયમાં મીઠુ સાબિત થશે.  વર્ષના બીજા પૂર્વાધમાં વિદ્યાર્થીઓને તેમની મહેનતનુ યોગ્ય ફળ મળતુ દેખાશે. લાંબા સમયથી જો કોઈ મોટી સંસ્થામાંથી શિક્ષણ પ્રાપ્ત કરવાનુ સપનુ જોઈ રહ્યા છો તો તમારુ આ સપનુ પુરૂ થઈ શકે છે.  અહી આ વાત ધ્યાન રાખો કે જો તમારો કંટ્રોલ તમારા મન પર છે તો બધુ તમારા નિયંત્રણમાં રહી શકે છે.  મન પર કાબૂ રાખો સફળતા જરૂર તમને મળશે. 
 
પરિવાર (Family Relations in Year 2017)
 
વર્ષ 2017માં મેષ રાશિના જાતકોને પારિવારિક સ્તર પર વધુ સમસ્યાઓનો સામનો નહી કરવો પડે. ઘણી બધી વસ્તુ સામાન્ય રહેશે.  આ વર્ષ બની શકે છે કે ઘર પર કોઈ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન હોય. જો કે વર્ષના મધ્યમાં ભાઈ-બંધુઓ સાથે કોઈ પ્રકારનો વિવાદ કરવાથી બચો.  આ સમય સંતાન અને જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન કરો. 
 
ટિપ્સ - દાંપત્યજીવનમાં સુખ માટે જરૂરી છે કે પતિ-પત્ની એક બીજાની ભાવનાઓનું સન્માન કરે. 
 
પ્રેમ અને સંબંધો (Love and  Relation 2017)
 
ભવિષ્યફળ 2017ના મુજબ મેષ રાશિના જાતકોને આ વર્ષે પ્રેમના મામલે ભાગ્યનો પૂરો સાથ મળતો દેખાય રહ્યો છે. સાથીની શોધ આ વર્ષે પૂરી થઈ શકે છે.  જો કે જો જીવનમાં બધુ સારુ ચાલી રહ્યુ છે તો તેનો મતલબ એ નથી કે આપણે સંબંધોનુ મહત્વ ભૂલી જઈએ.  તેને બદલે આવા સમયે તો સંબંધોને વધુ મહત્વ આપવુ જોઈએ અને જીવનસાથી કે પ્રેમી સાથે ખુશીઓ વહેંચવી જોઈએ. 
 
મેષ રાશિના જાતકોનું આ વર્ષે વૈવાહિક જીવન ખૂબ જ ખુશીઓથી ભરેલુ વીતશે. વર્ષના અંતમાં જીવનસાથીને એવુ લાગી શકે છે કે તમારી પાસે  તેમને માટે સમય નથી. તેનો નિપટારો કરવા માટે ખાલી સમયમાં જીવનસાથી માટે કંઈક રોમાંટિક કરવાનો પ્રયાસ કરો. એક ગિફ્ટ કે સારો લંચ-ડિનર સંબંધોમાં તાજગી લાવી શકે છે. 
 
જે લોકો જીવનસાથીની શોધમાં છે કે જે લોકો પોતાને માટે પ્રેમી શોધી રહ્યા છે તેમણે પણ આ વર્ષે સફળતા મળશે. વર્ષ 2017ના અંત સુધી અવિવાહિત લોકો માટે સારા સંબંધો આવવા અને વિવાહ થવાની શક્યતા છે. આ વર્ષે લાલ રંગ તમારે માટે ખૂબ શુભ સાબિત થશે. 
 
સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati)
 
સ્વાસ્થ્ય રાશિફળ - રાશિફળ 2017 મુજબ આ વર્ષે મેષ રાશિના જાતકોને લાઈફસ્ટાઈલ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી જેટલુ બની શકે યોગ્ય જીવનશૈલી અપનાવવા પર જોર આપવુ જોઈએ. આ વર્ષે તમારા પર માનસિક દબાણ વધુ હશે જેને કારણે તમે માથાનો દુખાવો, તણાવ, અનિદ્રા વગેરેના શિકાર થઈ શકો છો. જેનાથી બચવા માટે સવારે વૉક, યોગા વગેરેનો અભ્યાસ કરવો લાભદાયક થશે. 
 
મોસમી બીમારીઓને ઓછી આંકવી તમારે માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. 
 
શુભ - મેષ રાશિના જાતકો માટે શુભ દિવસ મંગળવાર અને શુભ રત્ન લાલ છે. 

Tauras- વૃષભ વાર્ષિક રાશિફળ 2017 
વર્ષ 2017માં વૃષભ રાશિના જાતકો માટે ધન, વેપાર અને કારોબારના નજરિયાથી આ વર્ષ જીવનમાં કઈક નવુ કરવા માટે પ્રેરિત કરશે. જો કે કોઈપણ નવુ કામ શરૂ કરવાથી પહેલા તેની ઝીણવટોના વિષયમાં યોગ્ય માહિતી પ્રાપ્ત કરી લો. કોઈપણ નિર્ણય મોટાને સલાહ લઈને કરશો તો નુકશાન ઓછુ થવાની શક્યતા રહેશે. 
 
ધન વેપાર અને બિઝનેસ 
 
વર્ષની શરૂઆતમાં વેપારી વર્ગને સમજી વિચારીને કામ કરવુ પડશે. જો કે વર્ષના મધ્ય સુધી આવવા સુધી તમારા વેપાર અને કામ ધંધામાં ઝડપથી આવશે. વેપારમાં તમારા પ્રતિદ્વંદી પરસ્પર પાછળ રહેતા જોવા મળશે. રાશિફળ 2017 મુજબ જો તમને આ વર્ષે કોઈ કારણથી કોઈની પાસેથી પૈસા ઉધાર કે કર્જ લેવુ પણ પડે તો તમને પરેશાની નહી થાય.  આ વર્ષે ધન હાનિ ન થવાના સમાચાર છે પણ તેનો મતલબ એ બિલકુલ નથી કે તમે બેદરકાર રહો. ફાલતૂ ખર્ચ પર કંટ્રોલ કરી તમે તમારી સેવિંગ્સ અને ફાયદો વધારી શકો છો.  પિતા અને ગુરૂ જનોથી સન્માન, સહયોગ અને ધન પ્રાપ્તિના માર્ગના ખુલવાનુ સૌભાગ્ય પણ પ્રાપ્ત થશે. 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017)
 
વૃષભ રાશિના વિદ્યાર્થીઓ માટે રાશિફળ 2017ના મુજબ આ વર્ષ અનુકૂળ રહેશે.  બૃહસ્પતિ ગ્રહની કૃપાથી આ વર્ષે વૃષ રાશિના વિદ્યાર્થીઓના મનપસંદ ફળ મળશે. જો વિદ્યાર્થી પૂરી મહેનતથી પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત થશે તો તેને સફળતા જરૂર મળશે.  વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીનુ મન થોડુ વિચલિત કે ભટકી શકે છે.  તેનાથી બચીને રહેવાનુ છે. કારણ કે આ સમય મોટાભાગના બાળકો માટે પરીક્ષા માટે હોય છે.   આ સમય જેટલુ બની શકે મોબાઈલ, ઈંટરનેટ વગેરેથી દૂર રહો. 
 
જે વિદ્યાર્થી વિદેશમાં જઈને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા માંગે છે.  તેમને નવી તક મળવાની આશા છે.  પ્રતિયોગી પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને જરૂર આ વર્ષે થોડો વધુ પરિશ્રમ કરવો હશે પણ તેનુ ફળ તેમને આવનારા દિવસોમાં જરૂર મળતુ જોવા મળશે.  વર્ષની શરૂઆતમાં તમારા સહકર્મચરીઓ સાથે કોઈપણ પ્રકારની દુશ્મની વહોરી ન લેશો. નહી તો તમને આવનારા સમયમાં તકલીફ થઈ શકે છે. જે જાતકોને અત્યાર સુધી નોકરી મળી નથી તેમને થોડુ વધુ ધૈર્ય રાખવુ જોઈએ. આવનારા સમયમાં તમને સફળતા જરૂર મળશે. 
 
પરિવાર (Family Relations in Year 2017)
 
રાશિફળ 2017 મુજબ વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષ પારિવારિક સુખ અને ખૂબ જ સામાન્ય રહેશે. વૈવાહિક જીવનથી લઈને પિતા-પુત્ર અને ભાઈઓ વચ્ચે સંબંધો પણ ઉપર-નીચે થતા દેખાશે. વર્ષના પૂર્વાર્ધમાં ભાઈઓ સાથે મનમોટાવ થઈ શકે છે.  તેનાથી દૂર રહો.  એવી વાતો જીવનમાં આવતી જતી રહે છે તેથી તેનાથી પરેશાન ન થાવ. 
 
પરિવારમાં કોઈ નવા સભ્યના આવવાની પણ શક્યતા છે. સંપત્તિ વિવાદ કે ભાગલાને લઈને વાત કરતી વખતે તમારા ગુસ્સા પર કાબૂ મુકો.  આ વર્ષે સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર મળવાની આશા છે.  સાથે જ જીવનસાથી સાથે થોડી અનબન છતા પૂર્ણ સહયોગની અપેક્ષા કરી શકાય છે. 
 
પ્રેમ અને સંબંધો (Love and  Relation 2017)
 
વર્ષ 2017માં વૃષભ રાશિના જાતકોને પ્રેમના મામલે સામાન્ય લાગી રહી છે. આ વર્ષે જીવનસાથીની શોધ કરનારા જાતકોને થોડા નિરાશ કરી શકે છે. પણ આ વર્ષે લગ્નની વાત જરૂર થશે અને કેટલાક નવા સંબંધો આવી શકે છે. જેને તમે તમારા પક્ષમાં કરવાની કોશિશ કરો. 
 
જીવનસાથી કે પ્રેમી-પ્રેમિકા સાથે મનમોટાવ થઈ શકે છે તેથી વાદ-વિવાદથી દૂર રહો. ગેરસમજ કે શકને કારણે સંબંધોને ફક્ત નુકશાન થાય છે.  જેટલુ બની શકે તમારા સાથી માટે સમય કાઢો.  સમય જ એ કુંજી છે જેના દ્વારા તમે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવી શકો છો.  આ વર્ષે જો કોઈ મિત્રની મદદ કરવી હોય તો જરૂર કરો કારણ કે સમય આવતા તમને પણ કોઈ મિત્રના મદદની જરૂર પડશે. 
 
ટિપ્સ  (Tips):  તમારા પાર્ટનર પર વિશ્વાસ કાયમ રાખો. 
 
સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati)
 
વર્ષ 2017માં સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કોઈ મોટી બીમારીના સંકેત ના જેવા છે પણ પેટના રોગ કે મોસમી બીમારીઓ પ્રત્યે બેદરકારી ન રાખો.  તેનો સમય પર ઈલાજ કરાવો.  કોઈપણ એવી વસ્તુ ન ખાશો કે ઉપયોગ કરો જેનાથી તમને એલર્જી થાય. વર્ષના શરૂઆતમાં કે પછી એમ કહો કે પ્રથમ છ માસિકમાં રસ્તો પાર કરતા કે વાહન ચલાવતા પૂર્ણ સાવધાની રાખવાની જરૂર છે. 
ઘરમાં વડીલોના સ્વાસ્થ્ય પ્રત્યે પૂર્ણ સાવધાની રાખો. સ્વસ્થ જીવનની ચાવી છે સ્વસ્થ જીવનશૈલી. વ્યાયામ કે યોગનો અભ્યાસ કરવો લાભદાયક રહેશે. 
 
 
 
 
 

મિથુન -Mithun 

વર્ષ 2017માં મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2017 ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે. જો ગ્રહોની ચાલ અને પૂર્વમાં કરવામાં આવેલી મેહનત સાથે મેળવી લેવામાં આવે તો આ વર્ષે તમારા જીવન માટે ખૂબ યાદગાર સાબિત થઈ શકે છે. પોતાના ખરાબ સમયમાંથી થોડુ શીખી લો અને આવનારા સમયમાં જૂની ભૂલો ફરી ન કરો. 
 
ધન વેપાર અને કારોબાર (Financial Prediction  2017)
 
ધનના મામલે વર્ષ 2017 ખૂબ ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે નવા પ્રોજેક્ટ કે નવી જોબ મળી શકે છે. પોતાની કાબેલિયત અને જ્ઞાનના કારણે આ વર્ષે તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે. પ્રોપર્ટી કે શેર બજારમાં રોકાણ કરવુ લાભદાયક સાબિત થઈ શકે છે. પણ સારી રીતે સમજી વિચારીને જોઈને જ કશુ કરો. 
 
આ વર્ષે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પરોક્ષ રીતે લાભ મળવાની શક્યતા છે. પાર્ટનર અને સહયોગીઓ પર પણ ધ્યાન રાખવાની જરૂર છે. સફળતાના ખુમારમાં અસાવધ રહેવુ ખૂબ ભારે પડી શકે છે. વર્ષના મધ્યમાં ધન-વેપારના મામલે થોડી સમસ્યા આવી શકે છે. આ દરમિયાન મનને સ્થિર રાખો. વર્ષના અંત સુધી બધી પરેશાનીઓનો ઉકેલ આપમેળે જ થઈ જશે. 
 
ટિપ્સ - (Tips):  કોઈની પાસેથી લોન લેવી કે કર્જ લેવા પર વિચાર ન કરો. કર્જ લેવાથી પરેશાની થઈ શકે છે. 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017)
 
રાશિફળ 2017ના મુજબ મિથુન રાશિના વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવી પડશે. જો કે આ સમયે કરવામાં આવેલ મહેનતનુ ફળ  પણ જરૂર મળશે.  વર્ષના પ્રથમ છ મહિનામાં વધુથી વધુ સમય અભ્યાસ પર લગાવો. પ્રેમ પ્રસંગો અને મસ્તી વગેરેથી દૂર રહેવામાં જ ભલાઈ છે.  વર્ષના અંતિમ મહિનામાં તમારી ખુદની બધી સમસ્યાઓનો અંત થતો દેખાશે. આ સમયે જે વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે આવેદન કરવા માંગે છે તેને જરૂર સફળતા મળશે. કેરિયરની દિશામાં પણ આ વર્ષ ખૂબ જ સામાન્ય સાબિત થશે. તમારા કામથી તમારા સીનિયર્સ તો ખુશ થશે પણ સહકર્મચારી તમારી નાની નાની ભૂલોને પણ તેમની સામે મોટી કરીને રજુ કરશે જેનાથી તમને નુકશાન થઈ શકે છે.  કાર્યસ્થળ પર કોઈને પણ તમારી કમજોરીઓ વિશે ન બતાવશો. નહી તો સમય આવતા તે તેનો તમારા વિરુદ્ધ પ્રયોગ કરી શકે છે. નવી નોકરીની તક મળી શકે છે. 
 
પરિવાર (Family Relations in Year 2017)
રાશિફળ 2017 (Rashifal 2017) મુજબ પારિવારિક સ્તર પર આ વર્ષે તમને ખુશીઓ મળશે. ઘર પરિવારમાં બધા તમારો સાથ આપતા જોવા મળશે. ઘરના લોકો સાથે વધુમાં વધુ સમય વિતાવવાની તક મળશે. વર્ષના મધ્યમાં પારિવારિક સ્તર પર કેટલીક સમસ્યાઓ થઈ શકે છે માતા-પિતા કે બાળકોના સ્વાસ્થ્યને લઈને તમે પરેશાન થઈ શકો છો. પણ વર્ષના અંતમાં આ સમસ્યાઓ તમને દૂર થતી દેખાશે.  આ વર્ષે ઘરમાં કોઈ નવા સભ્યની એંટ્રી થઈ શકે છે. સંતાન સુખની પ્રાપ્તિ પણ થઈ શકે છે. સાથે જ ઘરમાં વાહન કે કોઈ નવી વસ્તુને લેવાથી તમને ખુશી થઈ શકે છે. 
 
પ્રેમ અને સંબંધો (Love and Relation 2017)
રાશિફળ 2017 મુજબ મિથુન રાશિના જાતકોને આ વર્ષે તમારા સંબંધોને સુલઝાવવાની અનેક તકો મળશે.  સાથીની સાથે ચાલી રહેલ મનદુ:ખ ખતમ થઈ શકે છે. ગેરસમજ પરથી પડદો હટશે અને એકવાર ફરી તમે તમારા સંબંધોને એક નવા આયામ સુધી લઈ જવાની દિશામાં અગ્રેસર રહેશો. જે લોકો લગ્ન માટે જીવનસાથીની શોધ કરી રહ્યા છે તેમની શોધ પુર્ણ થઈ શકે છે. પ્રેમીઓની એકલતા દૂર થતી દેખાશે.  જો પ્રેમ સંબંધોને વિવાહના બંધનમાં બાંધવા માંગો છો કે કોઈને પ્રપોઝ કરવાનુ વિચારી રહ્યા છો તો પણ આ એક સારો સમય છે. 
 
સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati)
 
વર્ષ 2017માં મિથુન રાશિના જાતકોને ઘણો શારીરિક પરિશ્રમ કરવો પડી શકે છે. આ કારણે તેમને કંઈક બીમારીઓથી પણ સાવધ રહેવાની જરૂર છે. થાક, અનિદ્રા, તનાવ વગેરેને કારણે પરેશાની થઈ શકે છે. તેનાથી બચીને રહો. યોગા અને હળવુ સંગીત સાંભળવાથી મનને ખૂબ આરામ મળે છે. 
 
કોઈ લાંબી બીમારીને કારણે આ વર્ષે પણ તમને પરેશાન રહેવુ પડી શકે છે. પણ સમય સમય પર તમે ડોક્ટરની સલાહ લઈને આ પરેશાનીથી બચી શકો છો. આ વર્ષે વાહન ચલાવતા અને રસ્તો પાર કરતા વિશેષ સાવધાની રાખો. બહારના ખાવા અને ફાસ્ટ ફૂડ વગેરેથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવો. 

કર્ક cancer 
વર્ષ 2017માં કર્ક રાશિના જાતકો માટે ખૂબ સમજીને કામ કરવુ જોઈએ. આ વર્ષ  તમારા ધૈર્યની પરીક્ષા લેતુ દેખાશે. પણ તેનાથી ગભરાવવાને બદલે તમારે સંયમથી કામ લેવુ જોઈએ. આ વર્ષે તમારા વિરોધીઓની સંખ્યા વધી શકે છે અને સાથે જ આ વર્ષે કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવાની ભૂલ ન કરશો. 
 
ધન વેપાર અને કારોબાર (Financial  Prediction 2017)
 
પૈસાના મામલે વર્ષ 2017 તમારે માટે સારુ સાબિત થઈ શકે છે. આ વર્ષ તમારી આવક સતત બની રહેશે. પૈસા આવશે અને તમારી પાસે ટકશે પણ. આ સમય તમારા પૈસાનુ યોગ્ય રોકાણ કરી તમે આવનારા વર્ષ માટે કેટલાક પૈસા બચાવી શકો છો. આ વર્ષે ક્યાકથી અચાનક ધન પણ આવી શકે છે.  જો ક્યાક મોટુ રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો વર્ષના બીજા ભાગ સુધી રાહ જુઓ. ખાસ કરીને નવેમ્બર-ડિસેમ્બર સુધી. શેયર માર્કેટ કે પ્રોપર્ટી વગેરે જોખમ ભરેલા બજારમાં પૈસા લગાવતા પહેલા સારી રીતે માહિતી એકત્ર કરી લો. આ વર્ષે જ્યા સુધી જરૂર ન હોય ત્યા સુધી કોઈની પાસેથી પૈસા લેવાથી બચો. નહી તો ઉધાર લીધેલુ ધન આ વર્ષે પરત કરવામાં તમને ખૂબ તકલીફ થશે. 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017)
 
ભવિષ્યફળ 2017ના મુજબ કર્ક રાશિના વિદ્યાર્થીઓને આ સમયે પોતાના ભય પર કાબૂ રાખવો પડશે. જો તેમણે પોતાના અભ્યાસના ભયને ખુદ પર હાવી થવા દીધો તો નુકશાન તેમનુ જ થશે. ખુદને અભ્યાસમાં એટલા ડુબાડી દો કે આ સમય કરવામાં આવેલી મેહનતનુ ફળ આવનારા સમયમાં મળશે.  અભ્યાસમાં મન ન લાગવાની સમસ્યાનો આ વર્ષે અંત થઈ શકે છે. આ વર્ષે પ્રતિયોગી પરીક્ષાઓનુ પણ પરિણામ તમારા પક્ષમાં જ રહેતુ જોવા મળશે. 
 
આ વર્ષે નોકરીયાત લોકોને વિશેષ સફળતા મળી શકે છે. પ્રમોશન, સારી નોકરી, પગારમાં વધારા સાથે બોનસ વગેરેના પણ યોગ દેખાય રહ્યા છે. 
 
પરિવાર (Family Relations in Year 2017)
 
ભવિષ્યફળ 2017 મુજબ પારિવારિક સ્તર પર આ વર્ષ ખૂબ જ શાનદાર સાબિત થશે.  ઘર-પરિવારની સાથે આ વર્ષે તમને તમારા મિત્રો અને પરિચિતોનો પણ સાથ મળશે.  મુસીબતના સમયે કોઈને કોઈ તમારી મદદ માટે જરૂર તૈયાર ઉભેલો જોવા મળશે. ઘરે કોઈપણ શુભ કાર્ય કે પૂજા-પાઠ સાથે જોડાયેલ આયોજન હોઈ શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ મોટી ખુશખબરી તમને મળી શકે છે. 
માતા-પિતાની સાથે સાથે આ વર્ષે તમને તમારા ભાઈ-બંધુઓનો પણ પૂરો સપોર્ટ મળશે. કોઈ ધાર્મિક સ્થાન પર ફરવાની પણ તક મળી શકે છે. 
 
પ્રેમ અને સંબંધ  (Love and Relation 2017)
 
પ્રેમ સંબંધો અને દાંપત્ય જીવન માટે આ વર્ષ ખૂબ સારુ સાબિત થશે. આ વર્ષે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. તમારી સમક્ષ આ વર્ષે ધન અને પરિવાર સંબંધી સમસ્યાઓ ખૂબ જ ઓછી હશે જેને કારણે તમને તમારા સાથી સાથે વધુ સમય વ્યતીત કરવાની તક મળશે. આ વસ્તુ તમારા સંબંધો માટે ખૂબ જ સારી સાબિત થશે. 
 
કોઈ નવા સાથી તરફ તમારુ મન આકર્ષિત થઈ શકે છે. નવા મિત્રોનુ પણ જીવનમાં આગમન થવાની શક્યતા છે. યાદ રાખો સંબંધોને સમય આપતી વખતે ભેટ આપવી વખાણ કરવા વગેરેથી સંબંધો મજબૂત થાય છે. 
 
સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati)
 
વર્ષ 2017માં તમારા સ્વાસ્થ્યના સ્તર પર પણ વધુ સમસ્યાઓનો સામનો નહી કરવો પડે. આ વર્ષે ફિટનેસને લઈને તમે સજાગ રહેશો. સ્વસ્થ જીવનશૈલી તરફ અગ્રેસર થવાનુ તમારુ મન હશે. કોઈ લાંબી કે જૂની રાહત મળી શકે છે.  કોઈપણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરશો, ઉતાવળ કરવાથી માનસિક તણાવ વધે છે. 
 
 

સિંહ વાર્ષિક રાશિફળ 2017 (leo)
સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2017 મળતાવડુ ફળ આપનારુ સાબિત થશે. શિક્ષાને લઈને સ્વાસ્થ્ય સુધી દરેક ક્ષેત્રમાં તેમને કોઈપણ પ્રકારની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે ગ્રહોની ચાલ તમારી સાથે છે પણ તેના પર ઘમંડ ન કરો કારણ કે સમય ક્યારેય પણ બદલાય શકે છે. 
 
ધન વેપાર અને કારોબાર (Financial  Prediction 2017)
 
સિંહ રાશિના જાતકોને આ વર્ષે સારો એવો આર્થિક લાભ થઈ શકે છે. ક્યાકથી રોકાયેલુ ધન કે અચાનક ક્યાકથી ધન પ્રાપ્તિના યોગ છે. જો પૂર્વમાં કોઈની પાસેથી કર્જ કે લોન લીધી છે તો તે સહેલાથી ઉતરી જશે. આ વર્ષે પૈસા તો તમારી પાસે ખૂબ આવશે પણ તેની સાથે જ તમારો ખર્ચ પણ વધી શકે છે. 

વેપારી વર્ગ માટે આ વર્ષે શાનદાર સાબિત થશે. આ વર્ષે હરીફોથી આગળ નીકળવાનો યોગ છે. ધન આગમન સાથે જ આ વર્ષે રોકાણ માટે ધન પર પણ તમને વધુ લાભ મળશે.  વર્ષના શરૂઆતના મહિનામાં ધન સાથે સંબધિત કોઈ મોટુ કાર્ય ન કરો. આ મોટા કાર્ય માટે ઓગસ્ટ સુધી રાહ જુઓ.  ઓગસ્ટ પછીનો સમય ધન આગમન માટે ખૂબ જ શુભ છે. 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017)
જે વિદ્યાર્થી આ વર્ષે કોઈ નવુ હૂનર શીખવા માંગે છે તેમને માટે આ વર્ષ ખૂબ લાભકારી અને ફાયદાવાળુ સાબિત થશે. અભ્યાસમાં રસ વધશે અને યાદ કરવાની ક્ષમતામાં પણ વધારો થશે.  ઉચ્ચ શિક્ષા કે વિદેશમાં શિક્ષા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અનુકૂળ છે. પ્રતિયોગી પરીક્ષાઓમાં ભાગ લેતા રહો. આ વર્ષે બની શકે છે કે કોઈ સરકારી નોકરીમાં તમને સ્થાન મળી જાય. 
 
કાર્યસ્થળ પર પણ સિંહ રાશિના જાતકોને ખૂબ લાભ થશે. સારી ઓફર માટે નોકરી બદલવાના પણ યોગ છે.  સહકર્મચારીઓ તરફથી પૂરો સહયોગ મળશે.  બૉસ કે મોટા અધિકારીઓ સમક્ષ કોઈ પણ પ્રકારનુ એવુ કામ ન કરો જેનાથી તેમના ગુસ્સાનો સામનો કરવો પડે. 
 
પરિવાર (Family Relations in Year 2017)
જ્યારે માણસ ખુશ થાય છે તો તે પોતાના પરિવારને પણ પૂરો સમય આપે છે.  આ સમયે તમારી સાથે પણ આવુ જ કશુ થશે. તમે તમારો ઘણો સમય તમારા સગા-સંબંધીઓને આપી શકશો. આ વર્ષે ઘરમાં પરિવાર સાથે ક્યાક બહાર ફરવા જઈ શકો છો કે કોઈ ધાર્મિક પૂજા-પાઠનુ આયોજન પણ કરી શકો છો.  સંબંધોમાં પ્રેમ વધારવા માટે મોટાભાગે આપણે આપણા અહમને પાછળ મુકીને વિચારવાનુ હોય છે.  ઘરમાં ખુદને બીજા પર હાવી કરવાથી બચો. જેટલુ બની શકે નાના લોકોની વાતને પણ સાંભળો અને તેમને મહત્વ આપો. પરિવારમાં સંતાન પક્ષ કે સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ થઈ શકે છે. ઋતુ બદલવા દરમિયાન અને ક્યાક યાત્રાના સમયે તેનુ વિશેષ ધ્યાન આપો. 
 
પ્રેમ અને સંબંધો (Love and Relation 2017)
સંબંધોને મજબૂત બનાવવા અને તેમને નવા આયામ સુધી પહોંચાડવા માટે આ વર્ષ ખૂબ સારુ છે. આ વર્ષે સિંગલ લોકોના જીવનમાં કોઈ ખાસની એંટ્રી થઈ શકે છે.  લગ્ન માટે ઈચ્છુક જાતકોને પણ નવા સંબંધો મળી શકે છે.  વર્ષની શરૂઆતમાં જીવનસાથી કે પ્રેમી સાથે કેટલાક મનમોટાવ થઈ શકે છે. પણ વર્ષના બીજા ભાગમાં આ ગેરસમજ દૂર થતી દેખાશે. જીવનસાથી સાથે ક્યાય બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. 
 
સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati)
 
સ્વાસ્થ્યને લઈને વર્ષ 2017 મળતાવડુ રહેશે. આ વર્ષે ખોટા ખાન-પાનને કારણે પેટની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સમય પર ખાવ અને સમય પર જ અન્ય કાર્ય કરો. મોસમી બીમારીઓથી દૂર રહો અને તેની સારવાર સમય પર કરાવો. 
બીમારીઓ પર વધુ ધન વ્યય કરવાથી સારુ છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવો. સવાર-સાંજ વૉક કે યોગાની આદત નાખો કે પછી જીમ જાવ. 
 

કન્યા રાશિફળ 2017 (virgo)

રાશિફળ 2017ના મુજબ કન્યા રાશિના જાતકો માટે આ સમય મળતાવડો સાબિત થશે. કેટલીક સમસ્યાઓ સાથે જીવનમાં ખુશીઓ માટે અનેક નવી તકો આવશે.  
 
ધન વેપાર અને કારોબાર  (Financial  Prediction 2017)
 
ધન અને પૈસાને લઈને આ વર્ષ કન્યા રાશિના જાતકો માટે ખૂબ સતર્ક રહેવા તરફ ઈશરો કરી રહ્યુ છે.  આ વર્ષ કન્યા રાશિના જાતકોને વર્ષેની પ્રથમ છમાસિક અને વર્ષના અંતિમ કેટલાક દિવસોમાં ખૂબ જ સતર્ક રહેવુ જોઈએ. આ દરમિયાન પૈસા કે કોઈ કિમતી સમાન ચોરી કે ગુમ થવાની પ્રબળ શક્યતા છે. 
 
ધન અને પૈસાને લઈને આ વર્ષ કન્યા રાશિના જાતકો માટે ખૂબ સતર્ક રહેવાની તરફ ઈશારો કરી રહ્યુ છે. આ વર્ષે કન્યા રાશિના જાતકોને વર્ષની પ્રથમ છ માસિક અને વર્ષના અંતિમ થોડા દિવસોમાં ખૂબ સતર્ક રહેવુ જોઈએ આ દરમિયાન પૈસો કે કોઈ કિમંતી સામાન ચોરી કે ગુમ થવાની પ્રબળ શક્યતા છે. 
 
આ વર્ષે તમારો ખર્ચ વધી શકે છે. ફાલતૂખર્ચને કારણે તમને ધનની કમી આવી શકે છે. ગરીબીને કારણે તમને ધનનુ નુકશાન થઈ શકે છે.  તેનાથી બચીને રહો.  અત્યારથી પૈસા બચાવવાની આદત કરો ત્યારે આગળ જઈને આવનારા સમયમાં તમારી સમસ્યાઓ થોડી ઘણી ઓછી થઈ શકશે. ભૂમિ વિવાદ સાથે જોડાયેલ મામલો ઉકેલી શકે છે. જોકે આ માટે તમારે એક મોટી રકમ ચુકવવી પડી શકે છે.  જે તમને ધન બાબતે થોડી વધુ પરેશાન કરશે. 
 
જો કે બિઝનેસ સાથે જોડાયેલ લોકોને આ વર્ષે પોતાના વ્યવસાયને વધારવાની અનેક તકો મળશે. પણ જેટલુ બની શકે એકલા બિઝનેસ કરવા પર જોર આપો.  પાર્ટનરશિપમા તમને નુકશાન પણ થઈ શકે છે. 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017)
 
રાશિફલ 2017 ના મુજબ આ વર્ષે કન્યા રાશિના વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવા માટે વિશેષ મહેનત કરવી પડી શકે છે. પોતાના નિર્ણયોને લઈને આ વર્ષે વિદ્યાર્થીઓને ખૂબ સમજવુ વિચારવુ પડી શકે છે. 
 
વિદ્યાર્થીઓને આ વર્ષે એકાગ્ર થવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આ પરેશાનીથી બચવા માટે વાંચતા પહેલા ભગવાન ગણેશજીનુ ધ્યાન કરવુ ખૂબ લાભદાયક સિદ્ધ થશે. પણ વર્ષના અંતમાં વિદ્યાર્થીઓને તેમના દ્વારા કરવામાં આવેલી મહેનતનુ પૂર્ણ ફળ મળતુ દેખાશે. 
 
કેરિયરની રાહમાં આ વર્ષે ઉતાર-ચઢાવનુ વાતાવરણ રહેશે. તમારુ પ્રમોશન તો થશે પણ ટ્રાંસફરની પણ શક્યતા છે.  કોઈપણ પ્રકારના અનૈતિક કે ગેરકાયદેસર કાર્યથી દૂર રહો નહી તો ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 
 
પરિવાર (Family Relations in Year  2017)
પારિવારિક સ્તર પર વસ્તુઓ ખૂબ સામાન્ય રહ્શે. વર્ષ 2017માં એવી કોઈ મોટી ઘટના પરિવારને લઈને દેખાતી નથી. કામ ધંધામાં વ્યસ્ત હોવાને કારણે કદાચ પરિવારને પૂરો સમય ન આપી શકો. આ કારણે જીવનસાથી સાથે મનદુ:ખ થઈ શકે છે. 
સંતાન પક્ષ તરફથી તમને પરેશાની થઈ શકે છે. બાળકોના અભ્યાસ પર સમય સમય પર ધ્યાન જરૂર આપો. 
 
ખૂબ લાંબા સમયથી ચાલી આવતો ભાઈ બંધુઓ કે સંબંધીઓ સાથે કોઈ વિવાદનો ઉકેલ આવી શકે છે. ઘરમાં કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને તમે પરેશાન રહી શકો છો અને તેનાથી ખૂબ ધન પણ વ્યય થઈ શકે છે. 
 
પ્રેમ અને સંબંધો (Love and Relation 2017)
 
આ વર્ષે અન્ય કામોમાં વ્યસ્ત હોવાને કારણે તમારી પાસે પ્રેમ પ્રસંગોના બાબતમાં કદાચ વિચારવાનો સમય ઓછો હોય.  આમ પણ કન્યા રાશિફળ 2017ના મુજબ આ સમય કોઈને પ્રપોઝ કરવા કે લગ્ન માટે જીવનસાથી જોવા માટે વધુ લાભકારી નથી.  હા વર્ષના અંતિમ સમયમાં તમને સકારાત્મક જવાબ મળશે.  પણ ત્યા સુધી ધૈર્ય બનાવી રાખવો યોગ્ય રહેશે. 
 
પરિવારને ઓછો સમય આપવાને કારણે જીવનસાથીની સાથેના સંબંધો પણ પ્રભાવિત થઈ શકે છે. રજાના દિવસે  કે જ્યારે તમે ફ્રી હોય તમારા જીવનસાથી કે પ્રેમી-પ્રેમીકાને થોડો સમય જરૂર આપો. 
 
સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati) 
 
સ્વાસ્થ્ય એક એવો વિભાગ છે જ્યા કન્યા રાશિના જાતકોને ઓછુ પરેશાન થવુ પડશે.  આરોગ્યને લઈને કોઈ મોટી સમસ્ય નહી આવે. બની શકે છે કે કોઈ જૂની બીમારી આ વર્ષ સારી થઈ જાય.  મોસમી બીમારીઓથી બચીને રહો. સંતુલિત આહાર લો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. ખુદ સાથે ઘરના લોકોના આરોગ્યનો પણ ખ્યાલ રાખો. ખાસ કરીને વડીલ સદસ્યોનો. 
 

તુલા રાશિ (libra)
વર્ષ 2017 માં તુલા રાશિના જાતકો માટે આ વર્ષ મળતાવડુ સાબિત થશે. જ્યાં એકબાજુ આર્થિક સ્તર પર તેમને લાભ થતો દેખાશે તો બીજી બાજુ સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. પ્રેમ સંબંધ અને પરિણીતને પણ આ વર્ષ કાળજીથી રહેવું પડી શકે છે. 
 
ધન વેપાર અને બિઝનેસ - (Financial  Prediction 2017)
શુક્ર ગ્રહથી પ્રભાવિત તુલા રાશિ માટે આ વર્ષ ખૂબ પૈસાની બાબતમાં સામાન્ય સિદ્ધ થશે. આ વર્ષ તમને જુદા-જુદા સ્તરથી ધનની પ્રાપ્તિ થશે. આવનારા સમય માટે તમે ખાસ યોજનાઓ બનાવી શકો છો. કોઈ નવો ધંધો શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય શુભ છે. પણ નવા ધંધાનું ફળ તમને થોડા સમય પછી જ મળવુ શરૂ થશે.  ક્યાક ફસાયેલું ધન કે કોઈને આપેલ ઉધાર રૂપિયાઆ વર્ષે  તમને મળી શકે છે. 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017)
તુલા રાશિના વિદ્યાર્થીને વર્ષ 2017માં વધુ મેહનત કરવી પડી શકે છે. આ વર્ષ વિદ્યાર્થીની યાદશક્તિ અને ધ્યાન અભ્યાસમાં લાગશે પણ તેમને ફળ મળવામાં મોડું થઈ શકે છે. શિક્ષકો તરફથી સમય-સમય પર સહયોગ મળશે. આ વર્ષ પ્રતિયોગી પરીક્ષામાં ભાગ લેનારા અને વિદેશ જવાના ઈચ્છુક વિદ્યાર્થીઓને વધુ  મહેનત કરવી પડી શકે છે.  
 
પરિવાર (Family Relations in Year 2017)
પારિવારિક સ્તર પર આ તુલા રાશિના જાતકે થોડુ સાવધાન રહેવાની જરૂર છે. વર્ષનું પ્રથમ  છ માસિકમાં થૉડુ વધારે પરેશાન કરશે. ઘરમાં કોઈ સભ્યની તબીયત ખરાબ થઈ શકે છે. આ સિવાય ભાઈ-બંધુ સાથે ચાલતો આવનારો વિવાદ આ દરમ્યાન વધી શકે છે. બીજા સગાઓ સાથેના સંબંધ પણ ઉપર નીચે થતા રહેશે. 
 
પ્રેમ અને સંબંધ (Love and Relation 2017)
તુલા રાશિના જાતકે આ વર્ષ પ્રેમમાર્ગ પર સમજી વિચારીને પગલાં વધારવા પડશે. આ વર્ષે જો કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો થૉડી રાહ જોવી યોગ્ય રહેશે. જીવનસાથી સાથે વાતચીત કરતા સમયે પૂર્ણ સાવધાની અને એક-બીજા પર વિશ્વાસ બનાવી રાખો. 
દાંપત્ય જીવન અને પ્રેમ જીવન બન્નેમાં આ વર્ષ ગેરસમજના કારણ તમારા પરસ્પર સંબંધ નબળા થતા દેખાશે. સાથી સાથે વાતચીત કરતા સમયે વાણી પર સંયમ રાખવો. 
 
સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati)
તુલા રાશિ માટે સ્વાસ્થ્ય રાશિફળ 2017 પણ કાળજીને ચાલવાની તરફ ઈશારો કરી રહ્યો છે. આ વર્ષ મૌસમી રોગ અને લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલા લોકોએ રોગોથી બચીને રહેવાના પ્રયાસ કરવો. કાર્યની અધિકતાના કારણે માનસિક દબાણ થઈ શકે છે. જૂના રોગથી પરેશાન જાતકોએ  આ વર્ષ સાવધાન રહેવાની જરૂર છે.
 

વૃશ્ચિક રાશિ - Vrishchika—Scorpio

આ વર્ષે વૃશ્ચિક રાશિના જાતકોને ધન સંબંધી મામલાનો તમને ફાયદો થશે. આ વર્ષે જો કોઈ નવી જોબ કે કામ શરૂ કરવાનુ છે તો સારુ થઈ શકે છે. ભાગ્ય તમારી સાથે છે. આ વર્ષે તમારો ઉત્સાહ અને તમારુ મનોબળ સાતમા આસમાન પર રહેશે. 
 
ધન વેપાર અને કારોબાર (Financial Prediction 2017)
 
2017ના વાર્ષિક રાશિફળના મુજબ આ વર્ષે તમને ધન કમાવવાની અનેક તક મળશે. આ વર્ષે જેટલુ તમે કમાવશો એટલુ જ તમે ખર્હ્ક પણ કરશો. જો તમે આ સમયે ધન બચાવ પર જોર આપ્યુ તો આવનારો મુશ્કેલ સમયમાં પણ તમને વધુ પરેશાન નહી થવુ પડે. ક્યાકથી રોકયેલુ ધન પ્રાપ્ત થશે. 
 
ધન રોકાન સંબંધિત કોઈ કાર્યને કરતા પહેલા તમારા વડીલો સાથે આ વાત પર સારી રીતે ચર્ચા કરી લો. મોટાના વિચાર તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે. 
 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017)
વિદ્યાર્થીઓ માટે વર્ષ 2017 સંતોષજનક રહેશે. પરિક્ષાઓમાં આશા મુજબ અંક અને સફળતા પ્રાપ્ત થતી દેખાય રહી છે. લગનથી કરવામાં આવેલ મહેનતનુ આ વર્ષે જરૂર ફળ મળશે. તેથી ખૂબ મહેનતથી અભ્યસ કરો.  અભ્યાસ સમય ગણેશજીનુ ધ્યાન કરવાથી મનની એકાગ્રતા વધે છે. જે વિદ્યાર્થી પ્રતિયોગે પરીઆઓની તૈયારી કરી રહ્યા છે. તેમને આ વર્ષે થોડી મહેનત કરવી પડી શકે છે.  જેનુ ફળ થોડા સમય પછી જ મળશે.  કાર્યક્ષેત્રમાં યુવાઓને નવી તક મળી શકે છે.  કોઈ મોટા ઓફિસર કે બોસના સહયોગથી તમને લાભ થશે. ઓફિસ કે કાર્યસ્થળ પર સહયોગીઓ સાથે મનદુખ થઈ શકે છે કે પછી તેઓ બોસના કાન ભરી શકે છે.  આ વસ્તુથી બચીને ચાલો. 
 
પરિવાર  (Family Relations in Year 2017)
 
પારિવારિક જીવનમાં પણ બધુ સામાન્ય રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાની પૂર્ણ તક મળશે. પણ વર્ષના મધ્યમાં દાંપત્યજીવનમાં કેટલીક અનબન થઈ શકે છે. ભાઈ-બંધુઓ અને પિતા સાથે સંબંધ મધુર બનશે. 
 
જીવનસાથી તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે.  પણ વર્ષના મધ્યમાં મનદુખ પણ શક્ય છે. તેનાથી બચવા માટે વાણી પર સંયમ રાખો અને ખરાબ સમયમાં પોતાના સાથીનો સાથ આપો. વાતચીત કરતી વખતે સામેવાળાની વાત પણ સાંભળો. 
 
પ્રેમ અને સંબંધો (Love and Relation 2017)
 
વર્ષ 2017મા નવા સંબંધો, મિત્રો કે સંબંધ બનાવવા માટે એકદમ યોગ્ય છે. જો કે ઉતાવળથી કામ બગડી પણ શકે છે. પ્રેમી યોગલોને પરસ્પર વધુ સમય વીતાવવાની તક મળશે. કોઈ નવી દોસ્તી પ્રેમમાં બદલાય શકે છે અને આ સંબંધો ખૂબ લાંબા ચાલી શકે છે. એકથી વધુ પ્રેમ સંબંધ મોટાભાગે પરેશાની જ ઉભી કરે છે. તેનાથી બચીને રહો. મનને ભટકતા બચાવો 
 
વિવાહના ઈચ્છુક જાતકોની એકલતા આ વર્ષે ખતમ થઈ શકે છ્ કોઈ નવુ માંગુ(લગ્ન માટે યુવક કે યુવતીનો સંબંધ) આવે તો તેને ના ન પાડશો અને સારી રીતે જોઈ પારખીને આગળ વધી જાવ.  જો કે પ્રેમ લગ્ન કરવાનુ વિચારી રહ્યા છો તો થોડી રાહ જોવી જ યોગ્ય રહેશે. 
 
સ્વાસ્થ્ય રાશિફળ  (Health Horoscope in Gujarati)
 
સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષે સાવધાની હટી દુર્ઘટના ઘટીની કહેવાતને તમારે યાદ રાખવી પડશે. વર્ષના પ્રથમ ભાગમાં સમસ્યા વધુ ઘેરી શકે છે.   બેશક આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થાય પણ તમારી નાનકડી ભૂલ તમને પરેશાનીમાં નાખી શકે છે. મોસમી બીમારીઓ, પેટની સમસ્યા, તણાવ વગેરેથી પરેશાન થઈ શકો છો. 
 
પણ વર્ષનો અંતિમ ભાગ તમારે માટે ખૂબ લાભકારી સાબિત થશે. આ સમયે તમને તમારી પરેશાનીઓનો અંત થતો દેખાશે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની કોશિશ કરો. 
 

ધનુ રાશિ Dhanu—Sagittarius
ધનુ રાશિના જાતકો માટે વર્ષ 2017 ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. આ વર્ષે ક્ષણમાં ખુશી અને ક્ષણમાં દુખ લાગેલુ રહેશે. સ્વાસ્થ્ય અને ધન સંબંધી પરેશાનીઓથી એક બાજુ નિરાશ થવુ પડી શકે છે તો બીજી બજુ પારિવારિક સ્તર પર પરિજનો સાથે મુશ્કેલ સમયમાં પણ તમને આગળ વધતા રહેવાનુ પ્રોત્સાહન આપશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ લાભકારી સાબિત થતુ દેખાશે. 
 
ધન વેપાર અને કારોબાર  (Financial  Prediction 2017)
 
આ વર્ષ જેટલુ બની શકે પૈસા બચાવવા પર ધ્યાન આપવુ જોઈએ કારણ કે આવક ઓછી અને ખર્ચ વધુ હોવાની શક્યતા છે. ઓનલાઈન શોપિંગને બદલે માર્કેટમં જઈને શોપિંગ કરવાને મહત્વ આપો. વેપારીઓમાં કોઈપન સોદો કારણ વગર સમજી-વિચારીને કરવો જોઈએ.  ખેતી સાથે જોડાયેલ લોકોને અપાર સફળતા પ્રાપ્ત થતી દેખાય રહી છે. પ્રોડક્શન સાથે જોડાયેલ લોકોને વર્ષના શરૂઆતના મહિનામાં નુકશાન થવાની આશંકા છે. 
 
પ્રોપર્ટી કે ટેક્સ સાથે જોડાયેલ મુદ્દાને જેટલુ બની શકે જલ્દી ઉકેલી લો. કોઈ નવી જમીન કે વાહન ખરીદતા પહેલા તેના વિશે સારી રીતે તપાસ કરી લો. કોઈ ડીલ કે કાગળ પર સાઈન કરતા પહેલા સારી રીતે વાંચી લો. 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) 
આ વર્ષ ધનુ રાશિના વિદ્યાર્થીઓ માટે અન્ય વર્ષો કરતા વધુ લાભદાયી લાગી રહ્યુ છે.  વિદ્યાર્થી આ વર્ષે સંપૂર્ણ રીતે અભ્યાસમાં મગ્ન રહેશે.  તમારા મિત્ર તમારુ મન ભટકાવવાનો પ્રયત્ન કરી શકે છે. તેનાથી સાવધ રહો. જો કે આ વર્ષે તમારી સફળતાની કુંજી તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત જ છે.  કળા, સાહિત્ય કે પ્રબંધન સાથ જોડાયેલ વિદ્યાર્થીઓને ધાર્યા કરતા વધુ સફળતા મળી શકે છે. 
 
કાર્યસ્થળ પર તમારા બોસની વાતોને ધ્યાનથી સાંભળો અને કામમાં પૂર્ણ મન લગાવો. નહી તો બોસ તરફથી ઘણુ બધુ સાંભળવુ પડી શકે છે. આ વર્ષે તમારા કામ અને તમારી કાબેલિયતના વખાણ થશે પણ આ બધુ ત્યારે જ શક્ય છે જ્યારે તમે મન લગાવીને કામ કરો. 
 
પરિવાર (Family Relations in Year 2017)
 
પારિવારિક સ્તર પર આ વર્ષ ખૂબ મળતાવડુ સાબિત થશે. બાળકોના અભ્યાસ અને આરોગ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે. પરિવારમાં પ્રોપર્ટીને લઈને મતભેદ થઈ શકે છે. તેને જલ્દીથી જલ્દી પરસ્પર વાતચીતથી ઉકેલવાનો પ્રયાસ કરો. 
 
જ્યારે પણ કોઈ પરેશાનીમાં ફસાવો તો તમારા વડીલોની સલાહ લેવાનુ ન ભૂલશો. ઘરે જ કોઈ ધાર્મિક આયોજન કે કોઈ ધાર્મિક સ્થાન પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. સંબંધીઓને કારણે ઘરમાં હર્યુભર્યુ વાતાવરણ રહેશે.  પણ તેનાથી તમે પરેશાન પણ થઈ શકો છો. 
 
પ્રેમ અને સંબંધો (Love and Relation 2017)
 
પ્રેમના બાબતે આ વર્ષે મળતાવડુ રહેશે. પણ કોઈને હદથી વધુ પ્રેમના ચક્કરમાં આ વર્ષે તમારુ કામ ન ભૂલી જતા. આ વર્ષે પ્રેમી જોડાઓની સાથે સમય વિતાવવાનાનો સમય મળશે.  પણ જો આ સમયે તમે કોઈને પ્રપોઝ કરવાનુ વિચારી રહ્યા છો તો બચીને રહો. આ સમય ન તો પ્રેમ નિવેદનો કે ન તો લગ્નના આમત્રણ માટે યોગ્ય છે વર્ષના અંત સુધી રાહ જુઓ. 
 
સ્વાસ્થ્ય રાશિફળ  (Health Horoscope in Gujarati)
 
શનિની દશાને કારણે ધનુ રાશિના લોકોને આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ગાડી ચલાવતી વખતે કે રસ્તો પાર કરતી વખતે સંપૂર્ણ રૂપે સાવધ રહો. નહી તો તમે દુર્ઘટનાના શિકાર થઈ શકો છો. વર્ષની શરૂઆતમાં તમને માનસિક તનાવ, માથાનો દુખાવો થાક વગેરેનો સામનો કરવો પડી શકે છે. 
 
આ વર્ષે ધનુ રાશિના જાતકોએ ગાડી ચલાવતા પોતે પૂરી સાવધાની રાખવા ઉપરાંત નાના બાળકોને પણ ગાડી ચલાવતી વખતે સાવધાની રાખવા વિશે બતાવો. 

મકર રાશિ ( Makara—Capricorn)
વર્ષ 2017 મકર રાશિના જાતકો માટે આ વર્ષ સામાન્ય રહેશે. કોઈ ઉતાર-ચઢાવને કારણે તમને પરેશાન થવાની જરૂર નથી. મકર રાશિ પર આ વર્ષે શનિની સાઢેસાતી છે તેથી શનિ દેવ અને ભગવાન હનુમનાજીની પૂજા-આરાધના કરવાથી ખૂબ લાભ થશે. 
 
ધન વેપાર અને કારોબાર (Financial Prediction 2017)
 
પૈસાના મામલે આ વર્ષ સામાન્ય રહેશે. ન તો વધુ ખોટ કે ન તો વધુ ફાયદો થશે. તમારુ આર્થિક જીવન એક સમાન પાટા પર ચાલશે પણ આ વર્ષે તમારા દ્વારા બચાવેલ ધન આવનારા સમયમાં તમને વધુ સંપત્તિ આપશે. બચતની ટેવ પાડવાનો આ યોગ્ય સમય છે.   ક્યાકથી અચાનક ધન લાભ થવાના યોગ  છે. શેર બજારમાં રોકાણ માટે આ સમય શ્રેષ્ઠ છે. કામ કે વેપારની પ્રક્રિયામાં કરવામાં આવેલ યાત્રાઓનુ આ વર્ષ તમને જરૂર ફળ મળશે. પૈસા અનેક સ્થાન પરથી આવશે પણ સાથે જ પૈસા જવાની શક્યતા પણ કાયમ રહેશે.  કોઈ મિત્ર તરફથી લાભ થઈ શકે છે. જો કોઈને લોન કે કર્જ આપ્યુ છે તો તમને પરત મળશે. 
 
પૈસાના મામલે યાદ રાખો. એકે સાધે સબ સધે સબે સાધે સબ જાય મતલબ એક વારમાં એક જ કામને હાથમાં લો કે પછી એક જ કામમાં પૈસા અને મન લગાવો. 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017)
 
મકર રાશિફળ 2017 મુજબ આ વર્ષે વિદ્યાર્થીઓને અપ્રત્યશ રૂપે લાભ થવાની આશા છે. યોગ્ય મહેનત અને સમયનો સદ્દપયોગ કરનારા વિદ્યાર્થીઓને આ વર્ષે તેમની મહેનતનુ ફળ મળશે.  કોઈ નવા કૌશલ સીખો. આગળ જઈને ફાયદો થશે.  પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી માટે આ યોગ્ય સમય છે. આ સમયે આપવામાં આવેલ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવાનો લાભ છે. 
 
નોકરિયાત જાતકો માટે આ વર્ષે ઉત્સાહથી ભરેલો રહેશે. તમારા બૉસ તમારી મહેનતથી ખુશ થશે. પ્રમોશનના પણ ચાંસ છે. કોઈ મોટા પદાધિકારીના કારણે તમને લાભ થઈ શકે છે. 
 
પરિવાર (Family Relations in Year 2017)
 
વર્ષ 2017માં માનસિક શાંતિ પારિવારિક જીવનને સફળ બનાવવાની કુંજી છે. ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થઈ શકે છે કે તીર્થ સ્થાણ પર ફરવાનો પ્લાન કરી શકો છો. 
 
આ વર્ષે સંતાન પક્ષ તરફથી કોઈ ખુશખબર મળવાની પૂર્ણ આશા છે. જીવનસાથી અને પરિજનો સાથે સમય વિતાવવાની પણ તક મળશે. માતાપિતાની બીમારીનુ વિશેષ ધ્યાન રાખો. 
 
પ્રેમ અને સંબંધો  (Love and Relation 2017)
 
પ્રેમી જોડા માટે વર્ષ 2017માં ખૂબ સમજી વિચારીને આગળ વધવાનો વિકલ્પ જ યોગ્ય છે. જો પહેલાથી જ પ્રેમમાં છો તો સંબંધ મજબૂત થશે. પાર્ટનર માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે. પૂર્ણ કોશિશ કરો કે તેમની સાથે પણ થોડી વાર વાત કરો. 
 
આ વર્ષે કોઈ નવા મિત્રની શોધ ખતમ થઈ શકે છે. કોઈની સાથે આંખો બેચાર થઈ શકે છે. દાંપત્ય જીવનમાં પણ પૂર્ણ સુખની પ્રાપ્તિ થશે. 
 
સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati)
 
સ્વાસ્થ્ય રાશિફળ 2017 મુજબ આ વર્ષે કામના પ્રેશરને કારણે કેટલીક સમસ્યાઓ આવી શકે છે. બહાર ખાવા પીવાની ખોટી ટેવ તમને આ વર્ષે જરૂર પરેશાન કરશે. જંક ફૂડ, બહાર કાપેલા ફળ વગેરે ખાવાથી બચો. વાહન ચલાવતા કે રસ્તો પાર કરતી વખતે અત્યાધિક સાવધાની રાખો. સ્વસ્થ જીવનશૈલીને અપનાવીને આ વર્ષે તમે ખૂબ પૈસા બીમારીઓ પર ખર્ચ થતા બચાવી શકો છો. 

કુંભ રાશિફળ 2017 Kumbha—Aquarius
કુંભ રાશિફળ 2017 મુજબ જાતક આ વર્ષે રોલર કોસ્ટર રાઈડ માટે તૈયાર રહે. જ્યા વર્ષનો પ્રથમ ભાગ ખૂબ સામાન્ય વીતશે તો બીજી બાજુ વર્ષના મધ્યથી અંત સુધી ભાગ્ય પૂર્ણ રૂપે સહયોગ આપી શકે છે.  કોઈ સકારાત્મક ફેરફાર માટે આ વર્ષ ખૂબ સારુ છે. 
 
ધન, વેપાર અને કારોબાર (Financial Prediction 2017)
 
ધન વેપાર સંબંધિત કોઈ મોટો નિર્ણય કરવો હોય તો વર્ષના અંતમાં કરો વધુ ફાયદો થશે. આ વર્ષે તમારુ ધ્યાન બચત કરવા તરફ વધુ રહેશે.  આ તમારે માટે લાભદાયક જ સિદ્ધ થશે. ફાલતુખર્ચ બિલકુલ ન કરશો. વેપારીઓને કોઈ મોટુ રોકાણ કરતા પહેલા સારી રીતે સમજી વિચારી લેવુ જોઈએ.  નવો બિઝનેસ કરવા માંગો છો તો સમય અનુકૂળ છે.  આવકના અન્ય માર્ગ ખુલશે. કોઈને આપેલ કર્જ પરત મળશે.  પ્રોપર્ટી કે કોઈ અન્ય ધન સંબંધી વિવાદનો પણ નિપટારો થશે.  આ સમયે પૈસા કમાવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે.  જેટલી મહેનત કરશો તમને તેટલુ વધારે ફળ મળશે.  વર્ષના અંતમાં  તમને ખૂબ સફળતા અને આવકની પ્રાપ્તિ થઈ શકે છે. 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017)
 
કુંભ રાશિના વિદ્યાર્થીઓને વર્ષની શરૂઆતમાં ખૂબ મહેનત કરવી પડશે. પણ વર્ષના બીજા છમાસિકમાં બધુ ઠીક થતુ દેખાશે. વર્ષની શરૂઆતમાઅં જે મહેનત કરી હશે તેનુ ફળ અંતમાં જરૂર મળશે. તેથી મહેનત કરવાનુ બિલકુલ છોડશો નહી. 
ઉચ્ચ શિક્ષા કે પ્રતિયોગી પરિક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને આ વર્ષે જરૂર સફળતા મળશે. બધુ મળીને વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ શુભ રહેશે. 
 
પરિવાર (Family Relations in Year 2017)
 
કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2017 ખૂબ સંતોષજનક રહેશે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે. પરિવારની સાથે પિકનિક કે ક્યાક બહાર ફરવાનો પ્લાન બની શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થવાની શક્યતા છે. 
પરિવારના લોકો સાથે સંબંધો મધુર બનશે. માતા-પિતા અને જીવનસાથીનો સમય સમય પર સાથ મળશે.  પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ વિવાદ ઉકેલવાથી મન શાંત અને ખુશમય રહેશે. 
 
પ્રેમ અને સંબંધો (Love and Relation 2017) 
 
શુક્ર ગ્રહની મદદથી આ વર્ષે કુંભ રાશિના જાતકોને સાથી અવશ્ય મળી શકે છે. જો સિંગલ છો અને કોઈને પ્રપોઝ કરી રહ્યા છો તો સમય અનુકૂળ છે. જીવનમાં કોઈ નવા સાથીનું આગમન થશે જે તમારે માટે ખૂબ લકી સાબિત થઈ શકે છે.  દરેક સંબંધમાં શાંતિ અને ખુશી મળશે. જો કે કોઈ નવા મિત્ર કે સાથી પર વિશ્વાસ કરતા પહેલા અનેકવાર વિચારો. કોઈ એક્સ કે  જૂના સાથીને જીવનમાં  પરત લેવાની ઉતાવળ ન કરો. જો પ્રેમમા પૈસો વચ્ચે આવે તો આવા સંબંધોને વધુ સમય સુધી જાળવી શકાતા નથી. 
 
સ્વાસ્થ્ય રાશિફળ (Health  Horoscope in Gujarati)
 
કુંભ રાશિના જાતકોને આખુ વર્ષ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવુ પડશે. જો કે આ વર્ષે કોઈ મોટી બીમારી થવાની શક્યતા ન જેવી છે. પણ મોસમી બીમારીઓને કારણે ધનનુ નુકશાન થઈ શકે છે.  વર્ષના અંતમાં કોઈ જૂની બીમારીથી છુટકારો મળી શકે છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે આ વર્ષે થનારી અનેક સમસ્યાઓથી બચી શકો છો. 
 

મીન રાશિ *( Meena—Pisces)
વર્ષ 2017માં મીન રાશિના જાતકોના ધીરજની પરિક્ષા રહેશે. વર્ષની શરૂઆતથી લઈને અંતિમ મહિના સુધી ખૂબ મહેનત કરવી પડશે. પણ તેનુ ફળ અંતમાં જરૂર મળશે. 
 
ધન, વેપાર અને કારોબાર (Financial  Prediction 2017)
 
આ વર્ષે પૈસાને લઈને તમને ખૂબ જ ઓછી સમસ્યા થઈ શકે છે. પણ પૈસા કમાવવા માટે તમને વધુ મહેતત જરૂર કરવી પડી શકે છે. વર્ષના મધ્યમાં પૈસો અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આ વર્ષ ભવિષ્ય માટે આર્થિક યોજનાઓ બનાવવા માટે સારુ છે. આ વર્ષે તમએ આરામથી પૈસા બચાવી શકો છો. વર્ષની બીજી ત્રિમાસિકમાં જો કોઈ વસ્તુને વેચવાનુ મન બનાવી રહ્યા છો તો સમય યોગ્ય છે. 
 
વર્ષના અંતમાં કોઈ નવી પ્રોપર્ટીને ખરીદવાનુ મન પણ બનાવી શકો છો. વેપાર સાથે જોડાયેલા લોકોએ પોતાના કામમાં મોડુ ન કરવુ જોઈએ. તમારા દ્વારા કરવામાં આવેલ મોડુ બજારમાં તમારી ઈમેજ ખરાબ કરી શકે છે. આ વર્ષે તમારા પર બિઝનેસનુ પ્રેશર હોઈ શકે છે. પણ તેને તમારા અનુભવથી પાર પાડો. 
 
શિક્ષા અને કેરિયર (Education and Career Forecast for 2017) 
 
બોર્ડ કે પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરનારા મીન રાશિના વિદ્યાર્થીઓને આ વર્ષે ખૂબ મહેનત કરવી પડશે ત્યારે સારુ પરિણામ મેળવી શકશો. મનને એકાગ્ર કરવામાં થોડી સમસ્યા થઈ શકે છે. તેથી નાનુ લક્ષ્ય મુકો અને તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરો. ઉચ્ચ શિક્ષા કે વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. 
 
કાર્યસ્થળ પર જાતકોએ ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. કાર્યની અધિકતાને કારણે તમને મોડા સુધી મહેનત કરવી પડી શકે છે. જ્યા સુધી કોઈ નવી જોબ નથી મળતી તમારી વર્તમાન જોબને છોડશો નહી.. નહી તો જૉબ મેળવવા અને ત્યા સેટલ થવામાં સમસ્યા ઉભી થશે. જો  તમે તમારા કામના આ પ્રેશરને સારી રીતે હેંડલ કર્યુ તો તમારા સીનિયર્સ તમારા ખૂબ વખાણ કરશે. 
 
પરિવાર (Family Relations in Year 2017)
 
રાશિફળ 2017ના મુજબ આ વર્ષે પારિવારિક સ્તર પર થોડી પરેશાની જોવા મળી રહી છે. પરિજનો સાથે સંબંધોમાં ખટાશ આવવાની શક્યતા છે.  તેનાથી બચવા માટે જમીન વિવાદ કે કોઈ અન્ય મુદ્દા પર વાત કરતી વખતે સમય તમારા ગુસ્સા પર કાબૂ રાખો. 
 
જો કોઈ તમારી સાથે ગુસ્સાથી વાત કરી રહ્યુ છે તો તેના પર એ જ રીતે રિએક્ટ કરવાથી વાત બગડી શકે છે. તમારુ ધૈર્ય અને સંયમ બનાવી રાખો. સંતાન પક્ષના અભ્યાસને લઈને મનમાં અનેક વિચાર આવશે. શરૂઆતના મહિનામાં વૈવાહિક જીવનમાં ખૂબ ઉથલ પાથલ થશે.  જો કે વર્ષના મધ્યમાં વસ્તુઓ શાંત થતી જોવા મળશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ ફરીથી આવશે. 
 
પ્રેમ અને સંબંધો (Love and Relation 2017)
શુક્ર ગ્રહના પ્રભાવને કારણે સિંગલ લોકોને આ વર્ષે પ્રેમની નવી તકો મળશે. નવા સંબંધો વચ્ચે શરૂઆતમા ગેરસમજ થઈ શકે છે. તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો. કુંવારા માટે આ વર્ષ શુભ સાબિત થશ્સે.  કોઈ સારુ માંગુ આવી શકે છે.  છુપા પ્રેમ પ્રસંગો કે અફેયર વિશે ઘરના લોકોને જાણ થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈ પણ ખોટા અફેયરમાં ખુદને ઈંવોલ્વ ન કરશો. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. 
 
સ્વાસ્થ્ય રાશિફળ (Health Horoscope in Gujarati)
 
સ્વાસ્થ્યને લઈને આ વર્ષે બેફ્રિક્ર રહી શકો છો. આ વર્ષે તમારી શારીરિક સમસ્યાઓ ખતમ થશે. જો કે એ માટે તમને ખૂબ મહેનત કરવી પડશે. તમારા પોતાનુ સ્વાસ્થ્ય ખૂબ સારુ રહેશે પણ પરિવારના સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા થઈ શકે છે. વડીલોના સ્વાસ્થ્યનો વિશેષ ખ્યાલ રાખવો પડશે. ઋતુ બદલતા કે પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે.