1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

શુ તમારો મોબાઈલ એસ્ટ્રો ટચ છે

મોબાઈલ આજકાલ આપણી અતિ આવશ્યક વસ્તુમાંથી એક છે. જેના જુદા-જુદા પ્રકારના હેંડસેટ રાખવા યુવાઓની ફેશન છે. પણ આ શોખ આપણે મૂલાંકને ધ્યાનમાં રાખીને પૂરો કરીએ તો આપણને વધુ ફાયદાકારી રહેશે. મતલબ કામનુ કામ અને એસ્ટ્રો ટચનો લાભ પણ. 

મૂલાંક 1 અને 9 વાળા માટે તેમના સ્વભાવને જોતા તેને મીડિયમ સાઈઝ, સામાન્ય ફંક્શનવાળા સેટ રાખવા જોઈએ. એવા પીસ જે સુવિદ્યાથી ભરપૂર હોય. ટચ સ્ક્રીન અને વીડિયોવાળા સેટ સારા રહેશે.

મૂલાંક 2 અને 4 વાળાઓએ સ્લીક અને હેંડીથી નાજુક પીસ રાખવા જોઈએ. ફંક્શનની અધિકતા તેને કંફ્યૂજ કરી શકે છે. જે ઓપરેટ કરવામાં સરળ હોય અને વધુ ટિપિકલ ન હોય એવા હેંડસેટ તેને લેવા જોઈએ. હા, વોલ્યૂમ સારો હોય તેનુ ધ્યાન રાખે.

મૂલાંક 3 અને 5 માટે મોટા સાઈઝના ટચ સ્ક્રીન વગેરે જેવા સેટ રાખવા જોઈએ. લેટેસ્ટ પીસ જે ટેકનીકથી ભરપૂર હોય. વીડિયો અને મ્યુઝિક એક્સપ્રેસવાળા સેટ સારા રહેશે. પણ હેડ ફોનનો ઉપયોગ સાવધાનીથી કરો.

 
મૂલાંક 6 અને 7એ વિશેષ કરીને મ્યુઝિક ફંક્શન અને વીડિયોની સુવિદ્યાવાળા સેટ રાખવા જોઈએ. વધુ સિમવાળા, લેટેસ્ટ ટેકનીકવાળા અને મીડિયમ સેટ રાખવા જોઈએ. ઈંટરનેટ ઓપરેશનનો પણ ઉપયોગ કરી શકો છો.

મૂલાંક 8ને આમ પણ ગજેટ્સનો શોખ હોય છે. વધુ ફંક્શનવાળા, ટિપિકલ રચનાવાળા, ભારે ભારકમ સેટ તેઓ વાપરી શકે છે. આ લોકોને કોઈપણ પ્રકારના ઓપ્શન સમજવા સહેલા હોય છે. તેથી: વધુ સિમવાળા અને બ્લૂ ટૂથ વગેરેના ફંક્શન પણ લઈ શકે છે.

વિશેષ : હેંડસેટનો કલર પસંદ કરતી વખતે તમારા મૂલાંકના લકી કલર સાથે મેળ ખાય તેવો કોઈપણ કલર લઈ શકો છો.