ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (12:11 IST)

સાપ્તાહિક રાશિફળ - weekly Astrology

નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના ફેસબુક લાઈવમાં આપનુ સ્વાગત છે. મિત્રો નવુ અઠવાડિયુ નવી આશાઓને લઈને આવે છે.. આજે અમે તમને બતાવીશુ તમારુ આજથી શરૂ થનારા અઠવાડિયાનુ સાપ્તાહિક ભવિષ્ય.. તો ચાલો જોઈકે જ્યોતિષ મુજબ કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ 
 
મેષ  - આ અઠવાડિયે તમારી વ્યવસાયિક દક્ષતાની પરીક્ષા લેવાની શક્યતા છે. તમારુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો. વ્યસ્તતા વચ્ચે અન્ય કામ માટે સમય કાઢી શકવો તમારે માટે અશક્ય છે. તેથી તૈયાર રહો. અથાગ મહેનતને કારણે શૈક્ષણિક મોરચા પર આશાવાદી સફળતા મળવાની શક્યતા છે.  આર્થિક સમસ્યાઓ દૂર થવાનો સંકેત છે.  સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. 
આ અઠવાડિયાનો આપનો શુભ અંક છે 17 અને
આપનો શુભ રંગ છે ભૂરો 
વૃષભ - કેટલીય વિરોધી પરિસ્થિતિમાં સહિષ્ણુતા કાયમ રાખીને તમે કોઈ પડકારપૂર્ણ વાતાવરણમાંતથી બહાર નીકળવામાં સફળ થઈ શકો છો. વર્તમાન પરિયોજનાને સ્માય પર પૂરો કરવા માટે તમારે એડી ચોટીનુ જોર લગાવવુ પડી શકે છે.  કોઈ પારિવારિક સમારંભમાં પૂર્ણત વ્યસ્ત રહેવાની શક્યતા છે. પરિવારના પ્રત્યે તમારા જવાબદારીપૂર્ણ વ્યવ્હારની પ્રશંસા થશે
આપનો શુભ અંક 2
શુભ રંગ સફેદ 
મિથુન - વ્યવસાયિક મામલે તમારા કામની પ્રગતિ થવાની શક્યતા છે. શિક્ષણિક ક્ષેત્ર પર તમારુ કામ પુરુ કરવા માટે તમને સમય લાગશે. તમે કેટલીક શોધ કરવામાં પર્યાપ્ત સમય વીતાવી શકો છો.  ફાલતૂખર્ચ પર રોક લગાવવાની જરૂર છે. જેનાથી તમે આર્થિક સંકટથી બચી શકો છો. નવવિવાહિત જોડાને એકબીજાને સમજવા માટે થોડા સમય આપવાની જરૂર અનુભવી શકો છો. 
શુભ અંક - 7 
શુભ રંગ રૉયલ બ્લૂ 
કર્ક - જીવનના આ પડાવ પર કોઈની સલાહ તમારે માટે બહુમૂલ્ય સાબિત થઈ શકે છે.  જો તમે વ્યવસાયમાં કંઈક કરવામા અસમર્થ થઈ રહ્યા છો તો તમારે કોઈ વૈકલ્પિક રસ્તો શોધવો જોઈએ. શૈક્ષણિક મોરચા પર કરવામાં આવેલ રોકાણનો ફાયદો તમને આગળ જઈને મળવાન્નો છે. સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને તમે સારા આરોગ્યનો લાભ લઈ શકો છો.  વધતા ખર્ચા છતા આર્થિક મોરચા પર તમે ખુદને સુરક્ષિત અનુભવ કરશો. કોઈ નિકટની વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થવાની શક્યતા છે.
આપનોશુભ અંક 1 અને 
 
શુભ રંગ છે લવેંડર 
સિંહ - કોઈ મનપસંદ કાર્યમાં સમેલ થવા માટે તમારે તમારી પ્રોફાઈલ ઘટાડવી પડી શકે છે. કોઈના ઈરાદાને જરૂર કરતા વધુ વાંચવાની કોશિશ કરવી તમને તેનાથી વધુ દૂર કરી શકે છે.  આ નાદાનિયત કરવાથી બચો. શૈક્ષણિક મોરચા પર કોઈ સાથે બેસીને અભ્યાસ કરવો તમારે માટે લાભકારી રહેશે.  સંપત્તિ વધારવાનો વિચાર કરી શકો છો. શાંતિ અને તાજગી મેળવવામાટે ક્યાય ફરવા જવાની શક્યતા છે. 
શુભ અંક 11 શુભ રંગ આસમાની 
કન્યા - કોઈની મદદ કરવી સારી વાત છે પણ એક હદ સુધી જ યોગ્ય રહેશે. વધુ વિસ્તારમાં જવાથી નુકશાન થઈ શકે છે. ધંધાકીય મોરચા પર કોઈ મનપસંદ કામ મળવાની શક્યતા છે. પૈસા જ પૈસાને આકાર્ષિત કરે છે. કોઈ સારા રોકાણમાં જમા કરી તમે આને ચરિતાર્થ કરી શકો છો. સારા સ્વાસ્થ્ય માટે વ્યાયામની મદદ કરી શકો છો. 
શુભ અંક - 5 
શુભ રંગ - લીલો 
તુલા - રોમાંટિક મોરચા પર કોઈને ખોટા સંકેત જવાનુ કારણ તમાર સંબંધો પર ખરાબ અસર પડી શકે છે.  સાવધાન રહેવુ લાભકારી રહેશે.  શૈક્ષણિક મોરચા પર કોઈ મહત્વપૂર્ણ જવાબદારીનો ભાર ઉઠાવવો પડી શકે છે.  ઓફિસમાં અફવા ઉડાવનારાથી દૂર રહો.  સામાજીક ક્ષેત્રમાં તમને જેવી સફળતા જોઈએ છે તે મળવામાં થોડી મુશ્કેલી જોવા મળી રહી છે.. આર્થિકરૂપે સ્થિરતાની શક્યતા છે. 
શુભ અંક - 8 
શુભ રંગ ક્રીમ 
વૃશ્ચિક - જે લોકો તમારી જરૂરના સમયે દરેક રીતે તમારી સાથે ઉભા જોવા મળે છે તેમના પ્રત્યે તમે પણ તમારી જવાબદારી ભજવી શકો છો. કેરિયરના મોરચે આત્મનિરિક્ષણ માટે થોડો સમય કાઢો જેથી આ જાણી શકો કે તમે ક્યા છો. શૈક્ષણિક મોરચે તમારી સફળતા અપવાદ સાબિત થઈ શકે છે.  વ્યાપારિક ભાગીદાર કે કોઈ અન્ય પાર્ટી સાથે મામલો ઉકેલી લેવાની યોગ્ય તક તમારી સામે છે. સ્વાસ્થ્ય સંતોષજનક રહેશે. 
શુભ અંક - 6 
શુભ રંગ ચોકલેટ 
ધનુ - કોઈ પોતીકાના વિરુદ્ધ તમારા મનમાં નકારાત્મક વાતો ભરી દેવામાં આવી છે. જેનાથી તમારા વિચલિત થવાની શક્યતા છે.  કાર્યસ્થળ પર જે વાતનુ જ્ઞાન તમે લોકોએ આપતા રહ્યા છો તેનાપર ખુદ જ અમલ ન કર્યો તો તમારી પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે. શૈક્ષણિક મોરચે  પ્રોગેસ થવાની શક્યતા છે. લગ્ન યોગ્ય લોકો માટે આદર્શ સાથી જલ્દી મળી શકે છે. 
શુભ અંક - 9 
શુભ રંગ - કેસરિયા 
મકર - જે તમારી તરફ અપેક્ષાથી જોઈ રહ્યા છે જો તમે તેને પૂરી ન કરી તો તમારે માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.  સંબંધોને સામાન્ય કરવાના તમારા અથાગ પ્રયાસ સફળ થવાની શક્યતા ઓછી છે. શૈક્ષણિક ક્ષેત્રમાં ગભરાવવાને બદલે ધીરજ રાખશો તો કામ બનશે.  વ્યવસાયિક ક્ષેત્રમાં કોઈ તમારી સલાહનો વિરોધ કરી શકે છે પણ તમે વિવાદમાં ઉતરવાથી બચો. પૈસાને લઈને સાવધ રહેવુ સારુ રહેશે.  નુકશાન થવાની શક્યત છે. 
શુભ અંક 18 
શુભ રંગ - કેસરિયા 
કુંભ - જેની સાથે તમારી નારાજગી ચાલી રહી હતી હવે એ મતભેદોને ભૂલાવીને તમે સંબંધોને નવી તક આપી શકો છો. કોઈ એવા વ્યક્તિ સાથે જોડાવવાનો પ્રયાસ કરી શકો છો જે તમારી વ્યવસાયિક ક્ષમતાને વધારી શકે. સ્વાસ્થ્યમાં પહેલા કરતા સુધારની શક્યતા છે.  શૈક્ષણિક ક્ષેત્ર પર બધુ નકારાત્મક દિશામાં આગળ વધવાના સંકેત છે. 
શુભ અંક - 4 
શુભ રંગ - રૉયલ બ્લૂ 
મીન - વ્યવસાયિક ક્ષેત્રમાં તમે તમારા પ્રતિદ્વંદીને માત આપી શકો છો. તમારામાંથી કેટલાક લોકોને વિદેશ યાત્રામાં જવાના યોગ છે. શૈક્ષણિક ક્ષેત્ર પર તમારી લગન તમને સફળતાના પ્રબળ દાવેદાર બનાવી રહી છે.  આજે તમે કોઈ સમાન વિચારવાળા વ્યક્તિને મળી શકો છો. સમયની માંગ છે કે તમે તમારા પ્રેમમાં રોમાંચનો રંગ ભરો. જે લોકો લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલ બીમારીઓથી ગ્રસ્ત છે તેમણે સાવધાન રહેવાની જરૂર છે. 
શુભ અંક 3
શુભ રંગ છે મજેંટા 
 
તો મિત્રો આ હતુ આપનુ આ અઠવાડિયાનુ રાશિફળ.. તમારી રાશિ વિશે વધુ જાણવા માટે અમારી વેબસાઈટ વેબદુનિયા ગુજરાતી ડોટ કોમ પર ક્લિક કરો.. અને આ જ રીતે રોજ જોડાયેલા રહો અમારી સાથે ફેસબુક લાઈવ પર અને હા લાઈક કરવાનુ ભૂલશો નહી.