સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: સોમવાર, 16 ઑક્ટોબર 2017 (11:58 IST)

સાપ્તાહિક રાશિફળ - જાણો કેવુ રહેશે આ અઠવાડિયુ તમારે માટે (16 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર 2017)

આ નવુ અઠવાડિયુ આપ સૌને માટે વિશેષ છે કારણ કે આ અઠવાડિયુ દિવાળીના ઉત્સાહ અને આનંદનુ અઠવાડિયુ છે.. ચાલો જોઈએ આ અઠવાડિયા વિશે શુ કહે છે આપની રાશિ 
 
મેષ - સપ્તાહની શરૂઆત આવકમં વૃદ્ધિ કરવા માટે વિચાર કશો અથવા નવા નવા પ્રોજેક્ટ તરફ ધ્યાન આપશો. પરિવાર સાથે વિવાદથી બચો.. હાથમાં આવેલ તક જતી ન રહે તેનુ ખાસ ધ્યાન રાખજો  મોંધી વસ્તુ કે વાહન ખરીદવાના યોગ છે. 
વૃષભ - આ અઠવાડિયા દરમિયાન જમીન મકાનની સમસ્યાઓ ઉભી થઈ શકે છે.  જો તમે નવુ ઘર ખરીદવા માંગતા હોય તો સમય અનુકૂળ નથી.  સ્વાસ્થ્ય તરફ વિશેષ ધ્યાન આપજો..  સકારાત્મક રહેવાની ખૂબ જરૂર છે. તમને આર્થિક નુકશાન થવાની શક્યતા છે તેથી ધ્યાન રાખજો. 
મિથુન - આ અઠવાડિયાની શરૂઆત આવકમાં વધારો કરવા માટેના કોઈ વિચાર સાથે થશે. મૈત્રી સંબંધોમાં પ્રગતિ..  તમે કોઈ નવો વેપાર શરૂ કરવાનો વિચાર કરશો.. સમય પણ અનુકૂળ છે.  મોંઘી વસ્તુ કે વાહન ખરીદવાના યોગ છે. 
કર્ક - આ અઠવાડિયે તમને કોઈ આનંદના સમાચાર મળી શકે છે.  પરિવારમા કોઈ નવા વ્યક્તિના આગમનના સમાચા પણ તમને હર્ષિત કરશે.    પણ થોડા સમય સુધી અસંતોષની ભાવના રહેશે. નોકરીમાં વાદ વિવાદ અને ઉગ્રતા થઈ શકે છે.   જો તમે પ્રોપર્ટી વેચવા કે ખરીદવાના ઈચ્છુક છો તો સોદો થશે અને તે તમારે માટે લાભકારી રહેશે. 
સિંહ - આ અઠવાડિયુ તમે વાહન ચલાવવામાં સાવધાની રાખો. પારિવારિક સુખની પ્રાપ્તિ થશે.   આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ થશે. શનિનો ઢૈય્યા ચાલી રહ્યો છે એ માટે સંધ્યાકાળ પછી અને રાત્રે સૂતા પહેલા ઉત્તર દિશા તરફ મોઢુ રાખીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
કન્યા - આ અઠવાડિયાની શરૂઆત તમારે માટે ખૂબ લાભકારી છે.  લગ્નના ઈચ્છુક જાતકોને પણ યોગ્ય સાથી મળશે.  જો તમે તમારા ઉમંગ અને જોશનો યોગ્ય દિશામાં ઉપયોગ કરશો તો  અનેક મુશ્કેલીથી બચશો..  નોકરી કરતા લોકોને પગાર ઉપરાંત અન્ય આવક થવાના યોગ છે.  કલાત્મક વસ્તુઓની ખરીદી થશે. અને વિવિધ પકવાન ખાવા મળશે. 
તુલા - આ અઠવાડિયા દરમિયાન જીવનસથી સાથે વધુ સારો સમય વિતાવી શકશો..  ઈચ્છુક વ્યક્તિઓને વિવાહનો પ્રસ્તાવ મળશે.  8 અને 9 તારીખ દરમિયાન વિવાહની ઈચ્છા રાખનારા ઉમેદવારો માટે અનુકૂળ સમય કહી શકાય છે.    નાની મોટી યાત્રા કરવી પડી શકે છે.  આર્થિક લાભ થવાની શક્યતા છે. 
વૃશ્ચિક - પ્રોફેશનલ મોરચા પર સાવધ રહેવુ જોઈએ.  તમારે આ સમય માટે કોઈપણ કાર્યમાં રાહ  જોવી પડશે અને તેનાથી દુવિદ્યાજનક પરિસ્થિતિ ઉભી થઈ શકે છે..  તમને મોડા સમાધાન મળશે. જો તમે અભ્યાસ કે અન્ય કામ માટે વિદેશ જવા  ઈચ્છુક છો તો તમને સફળતા મળી શકે છે.. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા બચો  
ધનુ - અઠવાડિયાની શરૂઆતમાં માનસિક દુવિદ્યાની સાથે ઉત્તમ અને ખરાબ વિચાર આવશે.  જોકે આ સમય પહેલા દિવસની શરૂઆતના કલાકોમા જ રહેશે.  ત્યારબાદ તમારી અંદર ઉલ્લેખનીય રૂપે માનસિક સ્થિરતા આવતી જોવા મળશે.. પહેલા દિવસે ખાસ કરીને ગુસ્સા પર કાબુ રાખવો પડશે.  અત્યાધિક ઝડપી ગતિથી વાહન ચલાવશો નહી. 
મકર - તારીખ 15 અને 16 દરમિયાન મન બેચેન અને અશાંત રહેશે.  સ્વાસ્થ્ય નરમ રહેશે. યાત્રા પ્રવસાથી બચો.. નહિ તો પરેશાની નો અનુભવ કરશે. તારીખ 17 અને 18 દરમિયાન પારિવારિક સમસ્યા પર ધ્યાન આપશો.. થાકનો અનુભવ કરશો.. બેચેની અને ઉતાવળાપણુ થઈ શકે છે. કામકાજનો ભાર વધશે.  પ્રવાસ  માટે ઉત્તમ સમય છે.  તમે તમારા સામર્થ્ય અને આત્મબળથી આગળ વધી શકશો. 
કુંભ - તારીખ 15 દરમિયાન દાંપત્ય જીવનમાં આત્મીયતા વધશે.   ધન લાભ થશે.  નાના પણ લાભદાયી પ્રવાસ થશે.  કોઈ કામ પૂરુ થતા પહેલા જ અટકી શકે છે.  તમે વધુ તનાવમાં રહેશો..અને માનસિક રૂપથી વધુ અસ્વસ્થ અનુભવ કરી શકો છો.. સ્વાસ્થ્ય મામલે અપચો આંખોનો રોગ થવાની શક્યતા છે. 
મીન - આ અઠવાડિયે પેટનો રોગ થવાથી શારીરિક તકલીફ થઈ શકે છે. સરકારી દંડનો ભય રહેશે.  શત્રુ માથુ ઉંચકી શકે છે.  ઘરમાં આનંદનુ વાતાવરણ રહેશે. નાનો મોટો પ્રવાસ થવાના યોગ છે..  પ્રણય અને લગ્ન માટે સમય યોગ્ય છે.  અ અકસ્મિક તકલીફ થઈ શકે છે. પાણી જળાશયથી દૂર રહો. મન  વ્યથિત અને અશાંત રહી શકે છે. આ દરમિયાન પ્રવાસ ન કરો.. 
તો મિત્રો આ હતુ તમારુ આ અઠવાડિયાનુ રાશિફળ ... તમારી રાશિ વિશે વધુ જાણવા માટે અમારી વેબસાઈટ પર ક્લિક કરો અને આ જ રીતે રોજ રહો અમારી સાથે ફેસબુક લાઈવ પર અને હા લાઈક કરવાનુ ભૂલશો નહી.