સાપ્તાહિક રાશિફળ - 12 માર્ચ થી 18 માર્ચ 2017

astrology
Last Updated: રવિવાર, 12 માર્ચ 2017 (10:51 IST)
મેષ- આ અઠવાડિયા સમયે પંચમેશ સૂર્ય તારીખ 12 થી 14 સુધી કુંભ રાશિના ભાદ્ર નક્ષત્રમાં રહેશે અને તારીખ 15 થી 18 મીન રાશિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ભ્રમણ કરશે. આર્થિક વિષયોમાં અને સંતાન માટે તારીખ 12 થી 14 શુભ પરિણામ આપશે. જ્યારે તારીખ 15 થી 18 મધ્યમ પરિણામ આપતી રહેશે. લગ્નેશ અને અષ્ટમેશ મંગળ તમારી જ રાશિ મેષમાં અશ્વિની માં ભ્રમણ કરી રહ્યા છે. જે તમને શારીરિક અને માનસિક રૂપથી મજબૂત બનાવશે. પારિવારિક સંબંધ, આર્થિમ વિષયો, દાંમ્પત્ય જીવનમાં પ્રતિકૂળતા જોવા મળશે. આ અઠવાડિયા જુએ તો તારીખ 12 શુભ, તારીખ 13, 14 અશુભ તારીખ 16, 17 શુભ અને તારીખ 18 અશુભ પરિણામ આપશે. 
વૃષભ- તમારું દરેક રોકાયેલો કાર્ય થશે. સગાઓના સાથે આનંદથી સમય વીતાવશો. હોળીના તહેવાર તમે પૂરા આનંદથી ઉજવશો આવું ગણેશજી કહી રહ્યા છે. આમ તો તમે ખાવા-પીવા અને ફરવાની શોખીન છો જેનાથી આ સમયે તમે મોજ-મસ્તી કરી શકશો. આ બધા વિષય પર પૈસા ખર્ચ કરવામાં પણ પાછળ નહી હટશો પણ શકય હોય ત્યાં સુદ્જી બચત પર પણ ધ્યાન આપો. આ સમયે તમે લોકોની તરફ આકર્ષિત કરવાના પ્રયાસ કરશો. અને સોચી વિચારીના આગળ વધશો. તમે બહુ ઉત્સાહિત માણસ છો. તમે  સામેવાળીની ભાવના અને મન ન દુખે તેનું ધ્યાન રાખવું. વિદેશ સંબધિત કામમાં અનૂકૂળતા રહેશે. લગ્નના ઈચ્છુક જાતકો ન પણ યોગ્ય સાથી મળવાની શકયતા વધી જશે. 
 
મિથુન- આ અઠવાડિયાની શરૂઆતમાં તા. 12 સિંહ રાશિના ચંદ્ર તમારી રાશિથી તૃતીય ચક્રની સાથે ભ્રમણ કરી રહ્યા છે. નાની યાત્રાના યોગ બની રહ્યા છે. મૈત્રી સંબંધમાં ધ્યાન રાખવું. વ્હાટ્સપાના મેસેજમાં સાવધાની રાખવી કારણકે તમારા શબ્દોના ખોટા અર્થ લઈ શકાય છે. અચળ સંપત્તિથી સંબંધિત કામ થશે. આ સિવાય ગુરૂના ઉપરથી ચંદ્રનો ભ્રમણ થઈ રહ્યા છે તેનાથી આર્થિક લાભ પણ થઈ શકે છે. દુશ્મનોથી સાવધાન રહેવું. આ સમયે તમારા પ્રોફેશનલ કામમાં કોઈ પણ પ્રકારની બેદકારી તમને બદનામ કરવાના અવસરના સમાન સિદ્ધ થશે. તબીયતનો ધ્યાન રાખવું. 


આ પણ વાંચો :