મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

કઈ રાશિનો હોવો જોઈએ તમારો જીવનસાથી ?

કોઈ માણસને જાણવા માટે ઘણી વાતો હોય છે જેમ કે ફેવરિટ ભોજન,  ફેવરિટ રંગ, ગીત અને બીજું ઘણુ બધું. પસંદ-નાપસંદ મળવી આ એક સારા જીવન સાથીના પસંદગી માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. પણ આ બધા ઉપરાંત સબંધોની બાબતમાં જ્યોતિષીય મિલાન(કુંડળી મિલાન)ને પણ ખૂબ મહત્વ અપાય છે. એના આધારે આ જાણવું સરળ થઈ જાય છે કે કયો સંબંધ જીવનમાં લાબો ચાલી શકે છે અને કયો નહી. 
તમારા જીવનમાં ઘણા સંબંધો હોય છે, જેમાં કેટલાક સંબંધો ખૂબ નિકટના હોય છે, તો કેટલાક લોકો સાથે નિકટના  સંબંધ હોવા છતાપણ એટલુ સારુ બનતુ નથી. રાશીઓના આધારે જાણો, કઈ રાશિના લોકો કંઈ રાશિના લોકોનો સારો મેળાપ બેસી શકે છે. 

 
1. તુલા અને સિંહ - તુલા અને સિંહ રાશિના લોકોના સ્વભાવ લગભગ એક જેવો જ હોય છે. આ બન્ને લોકો સામાજિક હોય છે અને લોકો સાથે હળીમળીને રહેવું, ખુલીને રહેવું, હંસવું -બોલવું એમને પસંદ હોય છે. તેમને ખુદને જાહેર કરવું સારું  લાગે છે. 
2. મેષ અને કુંભ - આ બે રાશિઓના લોકો જો એક બીજાના જીવનસાથી બને છે. તો આ નિર્ણય  સારો સિદ્ધ થઈ શકે છે. આ બન્ને જ પ્રેમ અને રોમાંચથી ભરેલા હોય છે અને એવી વસ્તુઓને પસંદ કરે છે. આ બન્ને ઘણા સૃજનાત્મક હોય છે અને સ્વચ્છંદતા પસંદ કરે છે. તેઓ પોતાના જીવનસાથીને સ્પેસ આપવું પસંદ કરે છે. 

 
3. મેષ રાશિના લોકો હમેશા બહાદુર અને સાહસી હોય છે અને કર્ક રાશિવાળા ઉર્જાથી ભરપૂર. એ સાથીને પણ ઉર્જાવાન બનાવી રાખે છે. આ બન્નેનું મિલાન સારી જોડી બનાવી શકે છે. 
4. મેષ અને મીન - મેષ અને મીન રાશિના લોકોમાં પણ એક પ્રેમ ભર્યો સંબંધ બને છે અને એક બીજા સાથે ગાઢ સંબંધો બનાવી રાખવા માટે કર્તવ્યનિષ્ઠ હોય છે. મીન રાશિવાળા ઉત્કૃષ્ઠતાના સ્તરને સ્પર્શી જાય છે તો બીજી બાજુ  મેષ રાશિવાળા એક સારા નેતૃત્વ ક્ષમતા માટે જાણીતા હોય છે.  જેમનું સંતુલન બન્નેના સંબંધોને લાંબા સમય સુધી સારા રાખે છે. 

5. વૃષભ અને કર્ક - આ બન્ને એક-બીજાનો આદર અને સાથ આપે છે, ઉપરાંત પરસ્પર સમજદારીનું એક સરસ ઉદાહરણ પણ આપે છે. એક બાજુ જ્યા કર્ક રાશિવાળા સાચા દિલના હોય છે. તો બીજી બાજુ વૃષભ રાશિવાળા ઘણા સહયોગી સ્વભાવના હોય છે. બન્ને જ ઘર-પરિવારના મહત્વને સમજે છે.  સારા જીવવનસાથીમાં બીજું શું જોઈએ. 
6. વૃષભ અને મકર - આ બન્નેમાં એક-બીજા પ્રત્યે પ્રેમ ટેલીપેથિક સમજ સાથે હોય છે. વૃષભરાશિ વાળા હમેશા મકર વાળાના કાર્ય અને પ્રસન્નચિત વ્યવહારના વખાણ કરે છે, ત્યાં મકર રાશિના લોકો એમની ઉદારતા અને સમજદારીને પસંદ કરે છે. 

 
7. મેષ અને ધનુ - ધનુ રાશિવાળા હમેશા એમના દિલનું જ સાંભળે છે અને કોઈ પણ રીતના નખરા કે નાટકથી એ દૂર રહે છે. મસ્તી અને મજા કરવું એમને ગમે છે. ત્યાં જ મેષ રાશિવાળા પણ સામાજિક રૂપથી સક્રિય હોય છે અને અહીં ડ્રામા માટે કોઈ સ્થાન નથી. 
8. કર્ક અને મીન - આ બન્ને જ જળીય રાશિ છે જે તેમના આત્મિક કે આધ્યાત્મિક સંબંધને દર્શાવે છે. આ બન્ને જ રાશિના લોકો ભાવુક હોય છે અને હમેશા આ વાતનો ખ્યાલ રાખે છે કે એકબીજાને દુ:ખ ન થાય. 

 
9. સિંહ અને ધનુ - આ બન્ને જ રાશિના લોકો પાર્ટીના શોખીન હોય છે. સિંહ રાશિવાળા સ્વભાવથી થોડા જિદ્દી હોય છે પણ ધનુ રાશિ વાળાઓને તેમનો આત્મવિશ્વાસ ગમે છે. આ જ વાત આ બન્નેને દરેક સમસ્યાના ઉકેલ શોધવામાં મદદ કરે છે. 
10. કન્યા અને મકર- કન્યા રાશિવાળા થોડા ચિંતિત અને ઉદાસીન હોય છે. જેના કારણે તેમનો સ્વભાવ અંતર્મુખી હોય છે. પણ જ્યારે પણ એ લોકો કોઈની સાથે ખુલી જાય છે તો ત્યારે તેઓ તેની સાથે એકદમ બિંદાસ રહેવુ પસંદ કરે છે. આવા સમયે મકર રાશિના લોકો એમના પ્રત્યે સરળતાથી આકર્ષિત થઈ જાય છે. 

 
11. સિંહ અને મિથુન - જ્યાં સિંહ રાશિના લોકો માનસિક રૂપથી સશક્ત સાથી ઈચ્છે છે ત્યાં જ મિથુન રાશિવાળા બીજાને પ્રેમ અનુભવ કરવાને પ્રાથમિકતા આપે છે. 
12. કુંભ અને મિથુન- આ બન્ને જ વાયુતત્વ વાળી રાશિઓ છે. આ રાશિના લોકો જીવનના દરેક ઉતાર-ચઢાવમાં સાથ આપે છે. મિથુન રાશિવાળા આઈડિયાની પ્રશંસા કરે છે અને કુંભ રાશિવાળા કલાત્મક હોય છે. આ વાત બન્નેને એકબીજા સાથે તાલમેલ બેસાડવામાં મદદ કરે છે. 
 
13. મિથુન અને તુલા - આ બન્ને જ રાશિ એક-બીજા પર પૂર્ણ અધિકાર રાખનાળી હોય છે અને તેમના વચ્ચે પ્રેમને પ્રગાઢ બનાવવામાં મદદ કરે છે. આ બન્નેના સંબંધો ઉતાવળીયા તાજગી ભરેલા રહેશે. બન્ને જ પરસ્પર શાંતિનો  રસ્તો શોધી જ લે છે.