ગુરુવાર, 8 ડિસેમ્બર 2022
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated: ગુરુવાર, 22 નવેમ્બર 2018 (17:26 IST)

રિલેશનશિપને લઈને ક્યારેય ગંભીર નથી હોતા આ 6 રાશિના લોકો

જે રીતે દરેક  વ્યક્તિના વિચાર જુદા હોય છે ઠીક એ જ રીતે દરેક માણસના પ્રેમ કરવાની રીત પણ જુદી હોય છે.  કોઈ પાર્ટનરને ખુશ કરવા માટે દરેક કોશિશ કર છે તો તો કોઈ દરેક સમયે પાર્ટનરમાં ખામીઓ કાઢતો રહે છે. આજે અમે તમને કેટલીક રાશિઓના લોકો વિશે બતાવીશુ જે પોતાની રિલેશનશિપને લઈને બિલકુલ સીરિયસ નથી હોતી.  જો તમે પણ આ રાશિયોના લોકોને ડેટ કરી રહ્યા છો તો આ સંબંધો વિશે ફરીથી વિચારી લો. 
 
1. ધનુ રાશિ - આ રાશિના લોકો દરેક વસ્તુથી જલ્દી બોર થઈ જાય છે. પછી ભલે એ પસંદગીની વસ્તુ હોય કે રિલેશનસિપ. ધનુ રાશિના લોકોને પોતાની આઝાદી પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે. અને આ સંબંધો બાંધવા પસંદ કરતા નથી. જો કે જ્યારે આ કોઈની સાથે પ્રેમ કરે છે તો તેમના પ્રત્યે  ખૂબ વફાદાર પણ રહે છે. 
 
2. વૃશ્ચિક રાશિ - પૈશેનેટ અને ઈંટેલિજેટ વૃશ્ચિક રાશિ માટે પ્રેમમાં કોઈ સીમા નથી હોતી. પણ આ પાર્ટનર સાથે ત્યા સુધી કમિટમેટિડ નથી થતા જ્યા સુધી પોતે આ સંબંધમાં પડવા માંગતા ન હોય.  આ લોકો સ્વભાવથી શાંત હોય છે તેથી પાર્ટનરને પણ જાણ થઈ શકતી નથી કે તેમના મગજમાં શુ ચાલી રહ્યુ છે. 
 
3 . કુંભ રાશિ - સ્વભાવથી ડોમિનેટિડ અને શાંત કુંભ રાશિના લોકો પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે.  જ્યારે તેમને પોતાના પાર્ટનરમાં એ ખૂબીઓ નથી દેખાતી જે તેઓ ઈચ્છે છે તો તે પાર્ટનરથી દૂર જવુ શરૂ કરી દે છે. 
 
4. મેષ રાશિ - આ રાશિના લોકો આતુરતાથી અને ઈમ્પલ્સિવ સ્વભાવના હોય છે. જો રિલેશનશિપ તેમના હિસાબથી નથી ચાલતી તો તેઓ પોતાના પાર્ટનરને ઈગ્નોર કરવુ શરૂ કરી દે છે. આ રાશિના લોકોને રોમાંટિક અને વફાદાર પાર્ટનરની શોધ હોય છે. 
 
5. તુલા રાશિ - ફન લવિંગ તુલા રાશિને લોકો સાથે હળવુ મળવુ ખૂબ પસંદ હોય છે. પણ વાત જ્યારે રિલેશનશિપની હોય તો તે દુવિદ્યામાં પડી જાય છે. જેને કારણે આ લોકો સંબંધોને સાચવી શકતા નથી. કુંભ રાશિના લોકો એવુ વિચારીને પાર્ટનરને છોડી દે છે કે ક્યાક તેઓ કોઈ ખોટો નિર્ણય ન લઈ લે. 
 
6. મીન રાશિ - ક્રિએટિવ અને કાલ્પનિક વિચાર રાખનારા મીન રાશિના લોકો રિલેશનશિપને લઈને પણ સપનાની દુનિયામાં રહે છે.  આ લોકો પોતાની વસ્તુઓ સાથે પાર્ટનરને પણ સમજી વિચારીને પસંદ કરે છે.