શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

દૈનિક રાશિફળ 22/09/2018

મેષ:આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્‍ત થશે. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્‍યક્‍તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં આત્‍મવિશ્ચાસમાં કમી આવશે. વાદ-વિવાદથી દૂર રહેવું. 
 
વૃષભ:નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. 
 
મિથુન:આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. 
 
કર્ક:યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. સિંહ:સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. 
 
કન્યા:પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો પ્રયત્‍ન કરવો. 
 
તુલા :નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ.
 
વૃશ્ચિક:કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્‍વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. ભાગીદાર, જીવનસાથીની સાથે મતભેદ અને યાત્રામાં વિઘ્‍નનો યોગ.તમારી ઈચ્‍છાઓ તેમજ 
 
મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. 
 
ધન:કોઈ અટકેલું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. નોકરીમાં અધીનોનો સહયોગ મળશે. ધર્મમાં આસ્‍થા વધશે. લાભનો માર્ગ મોકળો થશે. વાહન ધ્‍યાનથી 
 
ચલાવો. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્‍ય વિઘ્‍નનો યોગ. 
 
મકર:મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે. કળાત્‍મક 
 
કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. 
 
કુંભ :ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું. વ્‍યાપારમાં ભાગીદારીથી લાભ. ભાગીદારીમાં પરિવર્તન વગેરેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. 
 
મીન:આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. ધર્મ, આધ્‍યાત્‍મ, ગહન શોધ સંબંધી શોધપૂર્ણ કાર્યોનો વિશેષ યોગ.