જાણો શું કહે છે તમારી આજની રાશિ 21/08/2018

astrology
મેષ (અ,લ,ઈ) : તમે કામમાં ઘણા વ્યસ્ત રહેશો અને તમારા કામમાં લાગણીઓ પ્રભાવી રહેશે. તમે વધુ પડતા લાગણીશીલ બનશો. તમે ટીકાઓને પણ સહેલાઇથી પચાવી નથી શકતા. તમે એવુ માનશો કે તમે જ સાચા છો અને તમે નવા વિચારોને પણ આ નકારશો નહીં. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારા વિશે રમૂજ ફેલાવીને તમને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કરશે જે તમને અસર કરી શકે અને તમારામાં નિરાશાની લાગણી જન્મી શકે.

astro vrushabhવૃષભ (બ,વ,ઉ) : કાર્યસ્થળે પરિસ્થિતિમાં સુધારો જણાય તેમ છતાં તમામ સ્થિતિ તમારા નિયંત્રણમાં નહી હોય માટે ગણેશજી સાવધ રહેવાની સલાહ આપે છે. તમે તમારા નવા સર્જનાત્મક વિચારોને કારણે પ્રશંસા મેળવશો. તમારી સર્જનશક્તિમાં વધારો થાય અને અસાધારણ બાબતો અંગે વિચારશો. આરામ કરો અને કામમાંથી આવશ્યકતા પ્રમાણે છુટ્ટી લો. આ સમયગાળામાં ભાગ્ય તમારી સાથે હોઈ તમારે વધુ પડતા પ્રયત્નોની જરૂર નહી પડે.

astro mithun
મિથુન (ક,છ,ઘ) : સમસ્યાઓનું નિરાકરણ આવે. કાર્યસ્થળે તમારા પ્રયત્નો બહુ સારા રહેશે અને તેના સારાં પરિણામો પણ મળશે. તડકા પછી છાંયો અને સારા પછી ખરાબ એ જીવનનો ક્રમ છે એ નહીં ભૂલવાની ગણેશજી સલાહ આપે છે. બાકી તમારી સફળતામાં ભાગ્યનો સાથ રહેશે. આ સમયમાં સારી બાબતો તમારા પડછાયાની જેમ તમારી સાથે ચાલશે. તમે તમારા સમય અને સંપત્તિનો થોડો હિસ્સો સમાજને પણ પાછો વાળશો.

astro vruschikકર્ક (ડ,હ) :તમે ઉત્સાહથી ભરપુર રહેશો અને ઝડપી પ્રગતિ કરશો. આ સમયગાળામાં તમે તમારી જાતને પ્રસ્થાપિત કરશો. તમારામાં ઉજાગર થયેલી આવડતો બદલ તમે પ્રતિષ્ઠા પામશો. તમે જીવનમાં સંતુલિત છો અને તમારાં કાર્યો અને વર્તણુક પણ સાતત્યપૂર્ણ રહેશે. લોકો તમારી ઉપર ભરોસો મુકશે અને તમારી સાથે કામ કરવા આતુર રહેશે. તમારો અભિગમ શિસ્તબદ્ધ અને સંયોજિત રહેશે.


sinhસિંહ (મ,ટ) : તમારો સારો સમય ચાલુ રહેશે. તમે વડીલો અને વધુ અનુભવી લોકોના સંપર્કમાં આવશો અને તેમના પરિચયથી તમને ઘણું બધું નવું શીખવાનું મળશે. તમને કોઇ એક એવા વ્યક્તિનો પણ ભેટો થાય કે જે તમારા ગુરુ બને અને તમને જ્ઞાન પ્રાપ્તિનો રસ્તો બતાવે. આ સમયગાળામાં તમને પૈસો અને પ્રેમ મળે. આધ્યાત્મિક વિકાસ થાય તથા પરિવારજનો અને આસપાસના લોકોનો આદર પ્રાપ્ત કરી શકશો.

astro kanyaકન્યા (પ,ઠ,ણ) : તમારી ક્ષમતાનો પરિચય કરાવવાનો આ શ્રેષ્ઠ સમય છે અને આ સમયગાળામાં તમે તમારી જાતને દુનિયા સમક્ષ પ્રસ્થાપિત કરશો અને તમને તમારી ઓળખને આગળ ધપાવવા વધુ મહેનત કરવાની જરૂર પડે. પરીક્ષાઓ વિવિધ સ્વરૂપે લેવાય અને તમે તે બધામાં સાંગોપાંગ પાર ઊતરશો. આ સમયગાળામાં તમે અસાધારણ કૌવત દાખવશો. તમે મહત્વાકાંક્ષી, દૃઢ અને લગભગ નિર્દયપણે તમારા માર્ગે આગળ વધશો.

astro tulaતુલા (ર,ત) : આ સમયગાળો તમારા માટે ઘણો સકારાત્મક ચાલી રહ્યો છે અને ઘણીબધી બાબતે તમે પરાકાષ્ઠાનો અનુભવ કરો. તમારી ક્ષમતાઓમાં ઘણો વધારો થાય અને તમને શરૂ કરેલા નવા સાહસમાં સફળતાની સારી તકો રહેલી છે. અલબત્ત તમારા માટે માત્ર ભૌતિક વિકાસ મહત્વનો ન રહેતા તમારુ ધ્યાન આધ્યાત્મિક વિકાસ તરફ પણ ખેંચાય. પ્રતિષ્ઠા પણ માયાનો જ હિસ્સો છે એ વાતની તમને અનુભૂતિ થાય.

astro vruschik
વૃશ્ચિક (ન,ય) : આ સમયગાળમાં તમે ભૌતિક વસ્તુઓ પાછળ રીતસરની દોટ મૂકશો. તમે ભૌતિક બાબતોમાં ગળાડુબ રહેશો અને તમારાથી બની શકે તેટલો ઉપભોગ કરવાની ઇચ્છા રાખશો. જો કે તમારે અહીં એ વાત યાદ રાખવાની રહેશે કે આખરે તમે માત્ર ખાલીપો અનુભવશો. જો કે હાલ તો તમારા સ્વભાનમાં વિપુલ આક્રમકતા દેખાય. વ્યવસાયિક જોડાણની શક્યતાઓ રહેલી છે.


astro dhanધન (ભ,ધ,ફ) : આ સમયગાળામાં તમારા ધૈર્યની અગ્નિપરીક્ષા થાય. જો કે તમારું કશુય ખરાબ થવાનું નથી કે બગડી જવાનું નથી માટે ગણેશજી આપને ધૈર્ય જાળવી રાખવાની સલાહ આપે છે. શાંત રહેવું અને નાની નાની બાબતોને અવગણવી. જો કે આ સમયગાળામાં સ્વસ્થ રહેવા માટે તમારે વધારે પ્રયત્નો કરવા પડે. તમે કાર્યક્ષેત્રે પ્રગતિ કરશો. તમારા સહકર્મચારીઓના સાથેનાં વર્તનમાં તમારો અહમ સપાટી પર આવે.

astro makarમકર (ખ,જ) : તમે માનસિક રીતે વધુ મજબૂત બનશો. તમારી સમસ્યાઓનો સમયગાળો લંબાશે. તમે કામ અને મેળાવડામાં બંને સ્થળે વ્યસ્ત રહેશો. આ સમયગાળામાં નવી મિત્રો બને, નવા પ્રેમીપાત્રનો પણ મેળાપ થવાની સંભાવના રહેલી છે. તમે મોટા પ્રોજેક્ટનું આયોજન કરો અને તે માટે મોટું ભંડોળ પ્રાપ્ત થાય. કોઇપણ વસ્તુમાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવાની આપની પ્રબળ ઇચ્છા આપની નીતિમત્તાનો એક ભાગ બનશે.
astro kumbhકુંભ (ગ,શ,સ) : આપ આપના પ્રિયપાત્ર, મિત્રો કે દૂરના સ્નેહીઓ સાથે સારો સમય પસાર કરશો. આ સમયે ગણેશજી કહે છે કે આ સમયગાળાની શરૂઆત ખૂબ સારી થઇ રહી છે. સામાજિક મેળાવડા, મનોરંજન, બૌદ્ધિક ચર્ચાઓમાં આપ વ્યસ્ત રહેશો. આપનાં અંગત અને વ્યાવસાયિક જીવનમાં કીર્તિ નામના મેળવશો. આપ હળવાશભર્યા મૂડમાં રહી શકશો. પ્રેમ અને નિકટતા તેના ઉચ્ચ સ્તરે પહોંચશે. આપ પ્રેમના પ્રવાહમાં તણાઇ જશો.

astro meen
મીન (દ,ચ,ઝ,થ) : આર્થિક લાભો સ્‍૫ષ્ટ૫ણે દેખાવા માંડશે. તમારી આકરી મહેનતનું જ એ ૫રિણામ હશે એ તમે જાણો જ છો. માત્ર તમારે તમારા ઘર ૫રિવારને સમય આપવો ૫ડશે અને પોતાના પારિવારિક જીવનને શ્રેષ્ઠ્ બનાવવાનો પ્રયત્નઘ કરશો. ઇચ્છાઓ પૂરી થશે અને ઘણા સ૫નાં સાકાર થશે. મોજ મસ્તીે, રમત અને આનંદ સંબંધોને મજબૂત અને વિકસિત કરવામાં સહાયક થશે.આ પણ વાંચો :