શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: મંગળવાર, 1 મે 2018 (14:57 IST)

Astro 2018 - કેવો રહેશે સિંહ રાશિ અને મીન રાશિનો મેળાપ...

અમારા એક યૂઝરે પુછ્યુ છે કે મીન અને સિંહ રાશિ વચ્ચેનો મેળાપ કેવો રહે.. તો મિત્રો આજે અમે તમારી સામે લાવ્યા છે.. કે જો સિંહ રાશિ અને મીન રાશિના પરસ્પર લગ્ન થાય તો કેવુ રહે તેમનુ લગ્ન જીવન.. સિંહ રાશિનો જાતક હંમેશા પરિવારનો શાસક બનવુ પસંદ કરે છે અને મીનને ક્યારેય આ ખરાબ નથી લાગતુ. તે સહેલાઈથી સિંહ દ્વારા કરવામાં આવેલ નિર્ણય સાથે સહમત થઈ જાય છે. આ સકારાત્મક વાત છે જે એ બંને વચ્ચે મજબૂત પ્રેમ બનાવે છે. સિંહ તેની શાંતિ સંવેદનાની પ્રશંસા કરે છે જ્યારે કે તે સિંહના બાહુબળથી રોમાંચિત થાય છે. આ એ જોડીની અનુકૂળતાને ઉચ્ચ સ્તર સુધી પહોંચાડે છે. સિંહ પોતાના મીન સાથીના સંકોચી સ્વભાવને જાણવાની કોશિશ કરે છે. આ સંબંધોમાં ઝગડા માટે કોઈ સ્થાન નથી. 
 
મીન પુરૂષ અને સિંહ મહિલા વચ્ચે અનુકૂળતા 
 
આ વ્યક્તિઓના પ્રેમપૂર્ણ અને ભાવુક સ્વભાવ સાથે આ સંબંધોને વિકસિત થવામાં મદદ મળે છે. 
 
સિંહ મહિલાની અજેય પ્રકૃતિ આ સંબંધોની દીર્ઘતાને કાયમ રાખે છે. જો તેઓ ઝગડાને છોડી દે તો 
 
રોજ પ્રેમનો ઉત્સવ મનાવી શકે છે. સિંહ મહિલોઆ અને મીન પુરૂષ એક સર્વોચ્ચ પ્રેમ જોડી 
 
બનાવી શકી છે.  પણ ક્યારેક ક્યારેક મીન પુરૂષની સ્વાર્થી પ્રવૃત્તિ જે સિંહ મહિલાના ઉદાર 
 
સ્વભાવના અનુરૂપ નથી હોઈ શકતી ને કારણે મતભેદ થઈ શકે છે. 
 
મીન મહિલા અને સિંહ પુરૂષ વચ્ચે અનુકૂળતા 
 
આ જોડીનો સંબંધ તેનાથી વિપરિત ધ્રુવોને કારણે સફળ નહી થાય. સિંહ અભિમાની અને બહિર્મુખી 
 
હોય છે. મીન બીજાની મજાક ઉડાવે છે અને બીજામાં કમજોરી કાઢે છે. સિંહ પુરૂષ અને મીન મહિલા 
 
વચ્ચે જીવનભરની મૈત્રી તો થઈ શકે છે પણ લવ મેચ માટે આ અનુકૂળ નથી. આ વિવાદો છતા 
 
તેઓ સંગીત, કળા, નૃત્ય અને જીવન સુંદર ક્ષણોને શેયર કરવુ પસંદ કરે છે.