શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: બુધવાર, 7 માર્ચ 2018 (15:07 IST)

આ 5 રાશિના લોકો 'ચટ મંગની પટ શાદી' કરનારા હોય છે

છોકરો હોય કે છોકરી લગ્નનો નિર્ણય દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આમ તો લોકો મોટાભાગે સમજી વિચારીને લગ્ન કરે છે. છતા પણ કેટલાક લોકોના લગ્ન જલ્દી થઈ જાય છે. તો કેટલાક લોકો પોતના જીવનસાથીને મળવામાં ટાઈમ લગાવે છે. પણ આજે અમે તમેન કેટલીક એવી રાશિયો વિશે બતાવી રહ્યા છીએ જે જલ્દી લગ્ન કરી લે છે કે પછી તેમના લગ્ન જલ્દી થઈ જાય છે.  તો ચાલો ચટ મંગની પટ વિવાહ કરનારી આ રાશિયો વિશે જાણીએ.. 
 
આ રાશિના લોકોના લગ્ન જલ્દી થઈ જાય છે 
 
1. મેષ - મેષ રાશિના લોકો લગ્નના મામલે ખૂબ જ લકી હોય છે. લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ લોકોને પોતાના પાર્ટનર જલ્દી મળી જાય છે. પોતાના કેયરિંગ નેચરને કારણે આ રાશિના લોકો પોતાના પાર્ટનરને આંખો પર બેસાડે છે. 
2. મિથુન - પોતના જીવનના દરેક નિર્ણય સમજી વિચારીને લેનારા આ રાશિના લોકો પણ જલ્દી લગ્નના બંધનમાં બંધાય જાય છે. આ રાશિના લોકો પોતાના રિલેશનશિપમાં ખૂબ ઈમાનદાર અને વફાદાર હોય છે. 
 
3. મકર - ઈમોશનલ અને કેયરિંગ સ્વભાવના આ રાશિના લોકો ચટ મંગની પટ લગ્ન કરવમાં બધી રાશિયોથી આગળ હોય છે. પ્રેમના મામલે અનલકી આ રાશિના લોકોના મોટાભાગે અરેંજ મેરેજ જ થાય છે. 
4. તુલા - લવ મેરેજમાં વિશ્વાસ રાખનારા લોકો જલ્દી કોઈના પ્રેમમાં પડીને લગ્ન કરી લે છે. આ રાશિના લોકો પોતાના પાર્ટનરને ખૂબ પ્રેમ કરનારા હોય છે 
 
5. મીન - પ્રેમની શોધ કરનારા આ રાશિના લોકોની શોધ પણ જલ્દી ખતમ થઈ જાય છે. આ રાશિના લોકો જલ્દી અરેંજ કે લવ મેરેજના બંધનમાં બંધાય જાય છે