આ રાશિના લોકો બને છે કરોડપતિ, જાણો શુ કહે છે તમારી રાશિ

Last Updated: બુધવાર, 29 ઑગસ્ટ 2018 (18:11 IST)
દુનિયામાં દરેક કરોડપતિ બનવાનુ સપનુ જુએ છે. કેટલાક લોકો કરોડપતિ બની જાય છે તો કેટલાક લોકોનું આ સપનુ પુર્ણ નથી થઈ શકતુ. અનેક લોકો પોતાના કર્મ પર વિશ્વાસ કરે છે તો કેટલાક લોકોનુ માનવુ છે કે કરોડપતિ બનવા માટે નસીબનો સાથ હોવો પણ જરૂરી છે.
કેટલાક જ્યોતિષિયોના મુજબ વિશેષ રાશિવાળા લોકો જ કરોડ બને છે. દુનિયાની જાણીતી પત્રિકા ફોર્બ્સએ જ્યારે કેટલાક સમય પહેલા અરબપતિઓની યાદી રજુ કરી તો તેમા આ સામે આવ્યુ કે એક વિશેષ રાશિના લોકો વધુ પૈસાવાળા હતા.

કુંભ રાશિના વધુ લોકો બને છે કરોડપતિ
રાશિના આધાર પર જોવા જઈએ તો કુંભ રાશિના લોકો અરબપતિની લિસ્ટમાં સૌથી વધુ સામેલ હતા. કુંભ રાશિના લોકોની સંખ્યા લગભગ 12.5 ટકા હતી. બીજી બાજુ વૃષભ રાશિના લોકોની સંખ્યા 10.3 ટકા, મકર રાશિ - 10 ટકા, સિંહ રાશિના 9.8 ટકા હતા.

ફોર્બ્સનો સર્વે

ફોર્બ્સના સર્વેમાં જોવા મળ્યુ કે વર્ષ 2015 સુધી દર વર્ષે 100 દુનિયાના શ્રીમંત લોકોના લિસ્ટ રજુ કરે છે. તેમા આ વાત સામે આવી છે.
કુંભ રાશિના લોકો હોય છે વધુ મૌલિક

સર્વેમાં એક બીજી વાત પણ સામે આવી છે. સર્વેના મુજબ કુંભ રાશિના લોકો બીજી રાશિના લોકોના મુકાબલે વધુ સ્વતંત્ર રીતે જીવવુ પસંદ કરે છે જ્યોતિષિયો મુજબ કુંભ રાશિના લોકોમાં મૌલિકતા વધુ હોય છે.


આ પણ વાંચો :