ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: રવિવાર, 31 માર્ચ 2019 (00:08 IST)

એપ્રિલ માસિક રાશિફળ 2019 - જાણો કેવો રહેશે એપ્રિલ મહિનો તમારે માટે

મેષ રાશિફળ - એપ્રિલ મહિનામાં મેષ રાશિવાળા સફળતાની આશા કરી શકે છે. સખત મહેનત વાસ્તવમાં પરિણામ બતાવે છે. તેથી તમે કેરિયરની ઉન્નતિની આશા કરી શકો છો.  આ એ સપનુ છે એને મેળવવા માટે તમે તરસી રહ્યા છો.  જો કોઈ સંઘર્ષ  હોય છે તો તેક દ્રઢ દ્રષ્ટિકોણ રાખવો સારુ છે.  ઉદાહરણ તરીકે જ્યા તમારી પ્રતિષ્ઠા દાવ પર છે.  એપ્રિલમાં તમારી આસપાસ શાંતિ રહેશે.  જ્યારે કામ કરવાની વાત આવશે તો તમે પહેલા કરતા નિષ્ક્રિય દેખાશો. આ સમય દરમિયાન મેષ રાશિના લોકો વધુ આરામના મુડમાં રહેશે.  તમે ફેમિલી સાથે રજાઓ પર કે સ્વાસ્થ્ય સંબધી વીકેંડ માટે તત્પર છો.  તમે તમારી ગતિ થોડી ધીમી કરી શકો છો.  સમયનો સદ્દપયોગ કરો  મિત્રોની સલાહ માનો. 
 
વૃષભ રાશિફળ - એપ્રિલ સંબંધો માટે મજબૂત લાભકારી રહેશે.  વૃષભ લાંબા સમયના સંબંધોમાં ખૂબ રોમાંસ અને સદ્દભાવની અપેક્ષા કરી શકો છો.  જો પહેલા કરતા મજબૂત રહેશે.  બીજી બાજુ એ લોકો અત્યાર સુધી પોતાની કિસ્મતને મળ્યા નથી તેઓ ફ્લર્ટિંગ અને રોમાંચનો આનંદ ઉઠાવશે.  તમે સમજી શકશો કે તમારો બીજા પ્રત્યે વ્યવ્હાર બદલવો જોઈએ. વિવાદમાં જીદ તમને નીચે લાવી શકે છે. તમને મુશ્કેલ સમયનો અનુભવ થશે. મોટા સંકલ્પ કે બદલાવ લાવવાના પ્રલોભનથી બચો. 
 
મિથુન રાશિ એપ્રિલ - જન્મ કુંડળી મુજબ એપ્રિલમાં કેરિયર પર ધ્યાન આપવુ ઠીક નહી રહે. આ સમય દરમિયાન જે મિથુન વિપરિત લિંગના ધ્યાન અને કંપનીની આશા કરે છે તે સફળ નહી રહે.  એ ગતિવિધિઓ માં તમને ખાલી સમય જોઈએ તેમા તમારા વ્યક્તિત્વ નએ શરીર બંનેનો વિકાસ સામેલ છે. તમે તેને ભવિષ્યના રોકાણના રૂપમાં જુઓ 
 
એપ્રિલમાં તમારા સંબંધોમાં ગેરસમજના મુદ્દા ઉઠશે.  જીદ્દી ન બનશો. બીજાના વિચારોને ધ્યાનથી સાંભળો. બીજાના સમાચાન પર ધ્યાન આપો.  આ રીતે તમે મુસીબતોથી બચી શકો છો.  ભૌતિક વસ્તુઓ મેળવવાની તક જવા ન દેશો. 
 
કર્ક રાશિ - આ મહિને સિતારા વ્યવ્હાર કુશળતા વિકસિત કરવામાં કેંસરની મદદ કરશે.  આ ઉપરાંત તમને દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસની કમી નહી થાય.  તમે તેનો વિવિધ ક્ષેત્રમા ઉપયોગ કરી શકો છો. એપ્રિલમાં રમતમાં સફળતાની આશા કરી શકાય છે.  આ સમય તમારા કેરિયર માટે ખૂબ મુલ્યવાન સાબિત થઈ શકે છે. જો તમારામાં સાહસિક કાર્ય કરવાનો જોશ છે તો બહાર સમાજમાં જાવ અને ખુદના દમ પર તેનો સામનો કરો.
 
સિંહ રાશિ - એપ્રિલમાં તમારી મનોદશા સારી રહેશે. આ મહિને જનમ કુંડળી મુખ્ય રૂપે એથલીટોના પક્ષમાં છે. કારણ કે આ એક એવો સમય છે જ્યારે તેઓ ખૂબ સારી પ્રગતિ કરી શકે છે.  લિયો ચોક્કસ રૂપથી પોતાના નિકટના લોકોના સમર્થન પર વિશ્વાસ કરી શકે છે. બધા તમારા પક્ષમાં ઉભા રહેશે. મુશ્કેલ સમયમાં પરિવારનો સાથ મળશે.  પોતાના જીવનસાથી સાથે સિંહ રાશિના લોકો સાંમજસ્ય બેસાડવામાં સફળ રહેશે. એપ્રિલમાં સિતારા સ્થિર સ્થિતિમાં છે. તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા માટે સમય સારો છે. નહી તો પાછળથી સમસ્યા થશે. 
 
કન્યા - એપ્રિલના આગમન સાથે  તમારા કેરિયરની મુશ્કેલીઓ દૂર થઈ જશે. પન કન્યા પાસે ખૂબ વધુ ઉરા છે તેથી તેઓ હજુ પણ ચૂપ નહી બેસે.  તમે કંઈક નવુ કરવા આકર્ષિત થશો.  આ સમય દરમિયાન તમે તમારા જ્ઞાન કે શારીરિક સ્થિતિને પણ સુધારી શકો છો. બહાર જાવ અને તમારા મિત્રો સાથે હળવા મળવાનો પ્રયત્ન કરો.  જો તમે એપ્રિલની ઋતુમાં ઉદાસી અનુભવો છો તો તમારા પરિવારની કંપની કે કોઈ ખાસ મિત્રની કંપની પસંદ કરો.  પણ ખૂણામાં બેસીને ખુદને બીજાથી અલગ ન કરશો.  ધીરજ રાખો અને સાવધ રહો.  જ્યારે કાર્ય એક જગ્યાએ થંભી જાય છે તો તેને સમાપ્ત થવામાં સમય લાગે છે. 
 
તુલા રાશિ - એપ્રિલમાં શુક્રનો પ્રભાવ તુલા માટે વધુ તીવ્ર અને સંવેદનશીલ સમયનુ કારણ રહેશે.  જો કોઈ તમારી ભાવનાઓને હવે ઠેસ પહોંચાડે છે તો તમએન તે લાંબા સમય સુધી યાદ રહેશે.  જો કે તમારુ ધ્યાન રાખવુ જોઈએ કે તર્કસંગત રૂપથી વિચારવુ હંમેશા સારુ નથી હોતુ.  જો તમારો સાથે અપમાનિત કરે તો તમે ક્રોધ ન કરો તેની ભૂલ તરફ આંગળી ચીંધતા પહેલા પોતાની ભૂલ પર ધ્યાન આપો. તમારો પરિવાર તમને મદદ કરશે.  દરેક સમસ્યાનુ સમાધાન ઠંડા મગજથી કરો. તમે બીજાને હસાવશો પણ ખુદ ખુશ નહી રહી શકો. તમને કોઈ વાત પરેશાન કરશે.  
 
વૃશ્ચિક રાશિ  - કેરિયરમં વૃશ્ચિક એક શાંત સમયની આશા કરી શકે છે.  તમે મહત્વાકાંક્ષી છો પણ સમય સમય પર થોડો આરામ કરવો ખરાબ નથી. તેથી એપ્રિલમાં ખાલી સમયને તમારી પસંદગીથી વિતાવો.  પરિવરનો સાથે મળશે. ઘરમાં ખુશીઓ આવશે.  તમે કેરિયરમાં સમર્પિત થઈને કાર્ય કરશો. કાર્યની ગતિ સુધરશે.  તમારુ ધ્યાન ત્યા કેન્દ્રિત કરો જ્યા તેની સૌથી વધુ જરૂર છે. અને બેકારની વાતોથી વિચલિત ન થશો. મોટા સંકલ્પો કે ફેરફારોના લોભથી બચો 
 
ધનુ રાશિ - આ મહિને દરેક ધનુ સકારાત્મક ઉર્જાની નવી લહેરનો આનંદ ઉઠાવી શકે છે. બુધના પ્રભાવને કારણે નિર્ણય લેવાની તમારી ક્ષમતા ત્વરિત અને કલ્પનાશીલ રહેશે.  સંતાન પક્ષ તરફથી સુખ મળશે અને શુભ સમાચારની પ્રાપ્તિ થશે. જો તમારી સંતાન શિક્ષા પ્રતિયોગિતામાં બેસવા જઈ રહી છે તો સફળતાની પુરી પુરી શક્યતા છે.  તમારી બુદ્ધિ પણ પ્રખર રહેશે. તમે ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પૂર્વાભાસ કરી લેશો અને જો કોઈ હરીફાઈમાં બેસવા જઈ રહ્યા છે તો આ મહિનાના અંત સુધી સફળતા પ્રાપ્ત કરી લેશો. જો કાર્યક્ષેત્રમાં સ્થાનાંતરણના યોગ બન્યા છે તો મહિનાનો અંતિમ સમય ખૂબ પ્રભાવશાળી રહેશે. તમારા ઘરમાં સુખ સુવિદ્યાઓનો સમાવેશ રહેશે અને પરિવારને શુભ સમાચારની પ્રાપ્તિ પણ થશે.  જો તમે વિવાહ યોગ્ય છો તો વિવાહનો પ્રસ્તાવ પણ આ સમયે આવવાની શક્યતા છે. આ મહિનો ભૂમિ ભવન અને વાહન ખરીદવા માટે સારો રહેશે. 
 
મકર રાશિફળ - એપ્રિલ મહિનામાં મકર રાશિના જાતકોની બુદ્ધિ ખૂબ સંતુલિત અને વ્યહવહારિક રહેશે. તમારા પરાક્રમ વધી-ચઢીને રહેશે અને જો તમે કોઈને સલાહ આપો તો એ કારગર સિદ્ધ થશે. આ સમય તમે એક સારા સલાહકાર રહેશો. વાણી ખૂબ સૌમ્ય અને મધુર રહેશે. જો તમે પહેલા થી લીવર, ગેસ કે સાંધાના દુ:ખાવાથી પરેશાન છો તો આ સમયે એનાથી સંબંધિત રોગોના વધવાની શક્યતા છે. 
 
કુંભ  રાશિફળ - :એપ્રિલ  મહિનામાં માં મકર રાશિના જાતકો માટે ધન લાભની દ્ર્ષ્ટિથી ખૂબ અનૂકૂળ છે . ભાઈ-બેનનો સહયોગ મળશે કે ભાઈ-બેન દ્વારા કોઈ શુભ  અવસરમાં શામેલ  થવાના અવસર મળશે. ભાઈયોનો  સહયોગ અને પ્રેમ મળશે. કોઈ વિષમ પરિસ્થિતિમાં વિપરીત લિંગથી સહયોગ મળશે માત્ર દાંમ્પત્ય જીવન કષ્ટ્મય રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા સહયોગીથી સાવધાન રહો. દગો  મળવાની શક્યતા છે. 
 
મીન  રાશિ – આ સમય મીન લગ્નના જાતકો માટે ખૂબ સુખ અને સમૃદ્ધિ આપશે. સમાજમાં તમારા માન -સન્માન અને પ્રતિષ્ઠા વધશે. તમારા દ્વારા કરેલ કામની વખાણ થશે . ખૂબ સમયથી તમારી ઉન્નતિમાં જે મુશ્કેલીઓ આવી રહી હતી એ બધી આ સમયે દૂર થશે. શારીરિક સુખમાં વૃદ્ધિ થશે. આ સમયે તમે યાત્રાઓના પણ લાભ લેશો. તમે મનોરમ સ્થળોને જોશો અને એમનો આનંદ ઉઠાવી શકશો. કુળ મિલાવીને આનંદમયી માહ રહેશે પણ કરિયર કે ધન ક્ષેત્રમાં સફળતા થોડી મોડેથી મળશે. થોડા ધૈર્ય રાખવાની જરૂર છે કારણકે મોડેથી પણ સફળતા જરૂર મળશે