માસિક રાશિફળ ઓગસ્ટ 2019 - શ્રાવણ મહિનામાં આ લોકોને મળશે ભાગ્યનો સાથ, થશે ધન વર્ષા

monthly astro
Last Updated: બુધવાર, 31 જુલાઈ 2019 (18:42 IST)
મેષ રાશિફળ - આ મહિને ઓગસ્ટનુ પ્રથમ અઠવાડિયામાં મંગળ સૂર્ય બુધ અને શુક્રના ચતુર્થ ભાવમાં હોવાથી પારિવારિક અને ઘરેલુ ગૂંચવણૉને કારણે તમારુ મન અશાંત અને અસંતુષ્ટ રહેશે. તેમા કોઈ શક નથી

કે આવુ સમજવુ જોઈએ. મંગળનુ ગોચર અને પંચમ ભાવમાં હોવાથી સંતાન સંબંધી કષ્ટ થઈ શકે છે. બીજી બજુ ગુરૂની ધન ભાવ પર દ્રષ્ટિને કારણે ધનનુ આગમન અન કોઈ બગડેલા કાર્યમાં સુધાર થશે અને

કાર્ય સિદ્ધિના યોગ બની રહ્યા છે.
આ સમય ધનનો અપવ્યય અને ભાગદોડ પણ કાયમ રહેશે.
પદોન્નતિ પણ શક્ય છે.
ઋણ લેવાના યોગ બની રહ્યા છે. દાંમ્પત્ય જીવનમાં ક્લેશ શક્ય છે.
ખાસ કરીને સેક્સને
લઈને.

ઉપાય - શ્રી હનુમાન અષ્ટક સ્ત્રોત્રનો પાઠ કરી પ્રસાદ વહેંચવો શુભ રહેશે.

વૃષભ રાશિફળ - ઓગસ્ટ મહિનામાં લગ્નેશ શુક્ર અને તૃતીય અને ચતુર્થ ભાવમાં સંચાર કરવાથી સંતાનને લઈને માનસિક તનાવ બની શકે છે. ઘરથે દૂર પણ જવુ પડી શકે છે. અભ્યાસમાં અવરોધનો સામનો

કરવો પડી શકે છે. કેટલીક આર્થિક પરેશાનીઓ પણ બની રહેશે.
બૌદ્ધિક વિક્ષિપ્તતાની સ્થિતિ અને માનસિક કષ્ટ શક્ય છે. નિકટના બંધુઓ સાથે તકરાર થશે.
શનિની ઢૈય્યાના પ્રભાવથી સંતાન સંબંધી ચિંતા

કાયમ રહેશે.
તમારા સ્વાસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખો

ઉપાય - શનિદેવને શનિવારે કાળા તલ ચઢાવો લાભ થશે.

મિથુન રાશિફળ - લગ્નમા રાહુ અને બીજા ભાવમાં બુધ શુક્ર અને સૂર્યની યુતિ રહેવાથી પારિવરિક અને આર્થિક સ્થિતિમાં અનિશ્ચિતતા રહેશે. પિતાને કષ્ટ થઈ શકે છે. ભાઈબંધુની રિસ્પોસિબિલિટી મળી શકે છે. ગુપ્ત પરેશાની અને શરીર કષ્ટના યોગ બની રહ્યા છે. અનિયોજીત કાર્યો પર ધન ખર્ચ વધુ રહેશે. ઘરથે દૂર જવુ પડી શકે છે. વાણી દોષને કારણે પરિવાર સાથે વાદ વિવાદ શક્ય છે.
સાવધાની રાખો. સ્વાસ્થ્ય નરમ રહેશે.
પેટ વિકાર થઈ શકે છે.
ખોટા ઝગડા અથવા વાદ વિવાદમાં પરેશાનીના યોગ બનશે. સાવધાની રાખો.

ઉપાય - દર સોમવારે શિવજીને સફેદ ફુલ અને બિલિપત્ર ચઢાવો શિવ કૃપાથી રાહ્ત મળશે.

કર્ક રાશિફળ
આ મહિનો વ્યવસાય અને નોકરીમાં સ્થિતિ મધ્યમ રહેશે.
આર્થિક ક્ષેત્રમાં અસમંજસની સ્થિતિ હોવાથી મન અશાંત રહેશે. વ્યવસાયમાં પણ પરિવર્તનની યોજના બનશે પણ સૂર્ય બુધ અને શુક્રનો સંચાર આ રાશિ પર હોવાથી વ્યક્તિગત ઘરેલુ અને આર્થિક પરેશાનીઓ કાયમ રહેશે. ક્રોધ અને ઉત્તેજનાત્મક વાણીથી બચો.

ઉપાય - સૂર્યને આ મહિને નિયમિત લાલ ફુલ સાથે જળ ચઢાવો.. ગ્રહ શાંત થવાથી લાભ થશે

સિંહ રાશિફળ - મહિનાની શરૂઆતમાં સૂર્ય, શુક્ર અને બુધના બારમા ભાવમાં રહેવાથી આશા વિપરિત ખર્ચા થશે. અચાનક ખર્ચનો બોઝ આવી શકે છે. સમજ્યા વિચાર્યા વગર ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેશો. આ નિર્ણય નુકશાન આપનારો રહેશે.
સ્વાસ્થ્યને લઈને પરેશાની, ઈંફેક્શન, હાડકાનો દુખાવો, હ્રદય સંબધી પરેશાની જમણી આંખમાં પરેશાની થઈ શકે છે. ઘરેલુ ગૂંચવણો વધશે.
તારીખ 17થી સૂર્યનો લગ્નમાં સંચાર કરવાથી દૈનિક કાર્ય અને સરકારી ક્ષેત્રમાં રોકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે.

ઉપાય - ગુરૂવારનુ વ્રત કરો અને પીળી વસ્તુઓનુ દાન કરો

કન્યા રાશિફળ - આ મહિને તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે.
ભાગ્યેશ શુક્રના લાભ ભાવમાં હોવાથી ધન લાભના યોગ બની રહ્યા છે. બીજી બાજુ ભાગદોડ વાહન વગેરે સુખ અને ભૌતિક કાર્ય પર ધનનો ખર્ચ વધુ રહેવાની આશા છે. શનિના લગ્નની ઉપર દ્રષ્ટિ હોવાથી શારીરિક અને માનસિક ચિંતા કાયમ રહેશે.

ઉપાય - દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો

કન્યા રાશિફળ - આ મહિને તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે.
ભાગ્યેશ શુક્રના લાભ ભાવમાં હોવાથી ધન લાભના યોગ બની રહ્યા છે. બીજી બાજુ ભાગદોડ વાહન વગેરે

સુખ અને ભૌતિક કાર્ય પર ધનનો ખર્ચ વધુ રહેવાની આશા છે. શનિના લગ્નની ઉપર દ્રષ્ટિ હોવાથી શારીરિક અને માનસિક ચિંતા કાયમ રહેશે.

ઉપાય - દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો


તુલા રાશિફળ - તુલા રાશિ ના લગ્નવાળા વ્યક્તિને નિર્વાહ યોગ્ય આવક થશે. આ સમયે ખર્ચ પણ વધુ રહેશે. દશમમાં સૂર્ય, બુધ અને શુક્રના યોગ થવાથી વિપરિત પરિસ્થિતિઓમાં પણ આકસ્મિક લાભ થશે. સાથે

જ અપ્રત્યક્ષ ખર્ચા પણ વધશે.

સ્વાસ્થ્ય નરમ ક્રોધ વધુ અને ઉત્તેજીત થવાથી કોઈ બનેલા કામ બગડી શકે છે તેથી સાવધ રહો.

ઉપાય - મા લક્ષ્મીની આરાધના અને જાપ કરવાથી લાભ થશે


વૃશ્ચિક રાશિફળ -
આ મહિને મંગળના બહગ્ય સ્થાન અને કર્મ ભાવમાં સંચાર થવાથી વ્યવસાયમાં અપેક્ષિત વૃદ્ધિ થશે.
સ્થાનમાં મંગળના કારણે પિતા પુત્રમં મનમોટાવની સ્થિતિ કાયમ રહેશે. લગ્નેશ મંગ્લની

ભાગ્ય અને કર્મ સ્થાન પર હોવાને કારણે તમે તમારી મહેનતથી ભાગ્યવૃદ્ધિ કરશો. તારીખ 17 પછી ભૂમિ વાહન વગેરેનુ ખરીદ-વેચાણ પણ થશે

ઉપાય - સવાર સાંજ ઘરના મંદિરમાં દિવો પ્રગટાવતા રહો. લક્ષ્મી કૃપા રહેશે.

ધનુ રાશિફળ -
આ મહિને મનમાં અશાંતિનો અને અસંતુષ્ટતા રહેશે. પિતા પુત્રમાં મતભેદ અને સંતાન સંબંધી ચિંતા રહેશે.
તારીખ 17 ઓગસ્ટથી સૂર્ય સ્વરાશિમાં સંચાર થવાથી જીવનનિર્વાહ પૂરતી આવકના

સાધન બનતા રહેશે.
ધર્મ કર્મમાં રસ વધશે.
નોકરીને લઈને પૂર્ણ સવધાની રાખો. નોકરીમા પરિવર્તન શક્ય છે. તમારી સાઢેસાતી પણ ચાલી રહી છે. માનસિક ગૂંચવણ કાયમ રહેશે.
સાચી નિષ્ઠા સાથ કર્મ કરો

બધુ ઠીક ચાલશે.

ઉપાય - દર શનિવારે શનિદેવને તેલ ચઢાવો અને હનુમાનજીના મંદિરમાં શ્રીફળ ચઢાવો. લાભ થશે.

મકર રાશિફળ
આ રાશિવાળા જાતકને માનસિક તાનાવ અને સ્વાસ્થ્યમાં વિકાર માથાનો દુખાવો, આંખોમાં કષ્ટની શક્યતા રહેશે. ધનનો આકસ્મિક ખર્ચ પણ વધશે તારીખ 17થી સૂર્યનો સંચાર અષ્ટમ ભાવમાં થવાથી આત્મિક કશ્ટ શક્ય છે. અચાનક ધન લાભ પણ થઈ શકે છે. દશમેશ શુક્રના મારક સ્થાનમાં હોવાથી નોકરી કે વ્યવસાયને લઈને પરેશાની આવી શકે છે. કોઈપણ કાર્યમાં વિલંબ શક્ય છે.
ઉપાય - ગણપતિની આરાધના કરવી શુભ રહેશે.

કુંભ રાશિફળ - અનેક પરેશાનીઓ પછી પણ ધન લાભ અને ઉન્નતિની તક પ્રાપ્ત થશે.
કોઈ શુભ કાર્ય પર ખર્ચ થશે. તારીખ 17થી લગ્ન પર સૂર્યની દ્રષ્ટિ રહેવાથી ક્રોધ અને ઉત્તેજના વધુ રહેશે. તમારી અંદર અહંકાર વધશે.
પારિવારિક સભ્યો સાથે મતાંતર ઉભો થવાના સંકેત છે. તમારા સ્વાસ્થ્યને લઈને સચેત રહો. ભૂમિનો લાભ મળી શકે છે. ભાઈઓનો સહયોગ મળશે.
ઉપાય -શ્રી સુંદરકાંડનો પાઠ કરવો શુભ રહેશે

મીન રાશિફળ - આ મહિને કાર્ય ક્ષેત્રમાં દોડ ધૂપ વધુ રહેશે. ધન લાભની સાથે સાથે ખર્ચમાં વૃદ્ધિ થશે. ધર્મ કર્મમાં રસ વધશે. અને શુભ કાર્ય સંપન્ન થશે.
ગુરૂના ભાગ્ય સ્થાનમાં તમારી મહેનતથી ભાગ્ય નિર્માણ કરવામા સક્ષમ રહેશો. આ સમય તમારા સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની અને વ્યવસાયમાં પણ અનેક ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે.
ઉપાય - દર બુધવારે મગનું દાન કરો લાભ થશે.આ પણ વાંચો :