મેષ રાશિ- કોઈની ભાવનાઓને આઘાત ન કરવી આ અઠવાડિયે શરૂઆતમાં ધંધામાં લાભના યોગ બની રહ્યા છે. કર્મચારી તેમના સીનીયર્સને પ્રભાવિત કરવામાં સફળ રહેશે. વ્યકતિગત જીવન સામાન્ય રહેશે પણ તુલામાં સૂર્યનો પ્રભાવના કારણ જીવનસાથીથી મતભેદ થવાથી ઘરેલૂ કલેશની સ્થિતિ ઉભી થઈ શકે છે. તમારા કટુ શબ્દોથી કોઈની ભાવનાઓને આઘાત પહોંચી શકે છે. આત્મવિશ્વાસમાં કમી આવશે. ધાર્મિક કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. અપરિણીત જાતકો માટે પ્રેમ સંબંધ સારા રહેશે. 
				  										
							
																							
									  
	 
	વૃષ રાશિ- આ અઠવાડિયાની શરૂઆતમાં કાર્યમાં બેદરકારીના કારણે તમને વિત્તીય હાનિ થઈ શકે છે. નકામા તનાવના કારણે આરોગ્ય પર અસર પડી શકે છે. તમારા દુશ્મનોની સંખ્યા વધી શકે છે. આજીવિકાના ક્ષેત્રમાં સમય સારું નથી. તેમા તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવું પડી શકે છે. સામાન્ય જીવનમાં 
				  
	મિશ્ર અસર રહેશે. તુલા રાશિમાં બુધના પ્રભાવ સાથે તે લોકો માટે સારો સમય રહેશે.
	 
	મિથુન- આ અઠવાડિયાની શરૂઆત આ રાશિ લોકો માટે શુભ રહેશે. કુટુંબ સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. તમારા મૈત્રીપૂર્ણ વ્યક્તિત્વથી બધાને પ્રભાવિત કરશો. નાણાકીય લાભ થવાના યોગ છે. સંતાન વતી સારા સમાચાર મળી શકે છે. વ્યવસાયિક રીતે સમય સારો છે પરંતુ ખર્ચમાં વધારો થઈ શકે છે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	વ્યક્તિગત જીવનમાં તકરારોથી બચીને રહેવું. કોઈ જૂના મિત્રથી મુલાકાત થઈ શકે છે. તુલા રાશિમાં બુદ્ધનો પ્રભાવ જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે, જેના કારણે તમને માનસિક તનાવ થઈ શકે છે. 
				  																		
											
									  
	 
	 
	કર્ક - અઠવાડિયાની શરૂઆતમાં, તમારી પ્રતિષ્ઠા દાવ પર લાગી શકે છે, તેથી સાવચેત રહેવાની જરૂર છે તુલા રાશિમાં સૂર્યના પ્રભાવને કારણે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની ચિંતા સતાવી શકે છે. સાથે જ , વ્યાવસાયિક સ્તર પર આ વખતે તમારા માટે સારું સાબિત થશે. પેતૃક સંપત્તિમાંથી લાભ હોઆના  યોગ બની રહ્ય છે. પરંતુ ખર્ચમાં વધારો થવાથી, તમને  ઊર્જાનો અભાવ લાગશે. તમારા પ્રિય મિત્રોને સમય આપો, તેઓ તમારી સાથે સહકાર કરી શકે છે. તેની સાથે તુલા રાશિમાં શુક્રની પ્રભાવથી, તમારી સ્થિતિ મજબૂત થશે અને તમે કોઈ નવું ઘર કે નવું વાહન ખરીદી શકો છો. 
				  																	
									  
	 
	સિંહ- આ રાશિના લોકો આ સપ્તાહમાં નામ અને ખ્યાતિ મેળવી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના યોગ છે. વ્યવસાય માટે સારું સમય રહેશે, નફો પણ થઈ શકે છે . તમે સમગ્ર સપ્તાહ ઉર્જાવાન રહેશો. પરિવાર સાથે આનંદ અને પર્યટનમાં જઈ શકો છો. પ્રેમ સંબંધોથી સંતુષ્ટ રહેશો. આ સપ્તાહમાં તુલા રાશિમાં બુદ્ધનો પ્રભાવ રહેશે. તેથી તમારી નાણાકીય બાબતોની સંભાળ રાખવાની જરૂર છે. કેટલાક વિસ્તારોમાં તમને સુધારણા માટે નવી યોજનાઓ અને નીતિઓ બનાવી પડી શકે છે.
				  																	
									  
	 
	કન્યા - આ અઠવાડિયાની શરૂઆતમાં નાણાકીય પરેશાનીઓનો સામનો કરવું પડશે. અને સાથે ઘરમાં બાળકોના કારણે તનાવ રહેશે.વ્યક્તિગત કારણોથી બિઝનેસ પર અસર થઈ શકે છે. તુલા રાશિમાં સૂર્યના પ્રભાવના કારણ એ નાણાકીય લાભ થઈ શકે છે, પરંતુ ખર્ચ પર કાબૂ રાખવું પડશે. જો તમે બચત નહી કરી શકતા નથી, તો વધારેથી વધારે રોકાણ કરવાનો પ્રયાસ કરો, કારણ કે ભવિષ્યની યોજનાઓ માટે આ શ્રેષ્ઠ સમય રહેશે. મિલકતસંબંધી પર કામ કરતા લોકોને લાભ થશે. 
				  																	
									  
	 
				  																	
									  
	તુલા- આ અઠવાડિયાની શરૂઆતમાં, તમને ભાગ્યનો સાથ મળશે. ઘરમાં કોઈપણ નવા સભ્યના આગમનના યોગ છે. આ સમય દરમિયાન તમે વિદેશીયાત્રા પર જઈ શકો છો. વ્યવસાયિક ભાગીદારોને પણ ફાયદો થશે. તુલા રાશિમાં સૂર્યના પ્રભાવને લીધે, તમારું આત્મવિશ્વાસ ઘટી શકે છે, જેથી તમે કામ પર ધ્યાન 
				  																	
									  
	કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થઈ શકે છે. નાણાકીય નુકશાનની સંભાવના પણ છે, કર્જરૂપમાં આપેલી રાશિ પાછા મેળવવાનું મુશ્કેલ છે.
				  																	
									  
	 
	વૃશ્ચિક- આ અઠવાડિયાના શરૂઆતમાં વૃશ્ચિક રાશિના જાતકોને  અનપેક્ષિત લાભ થવાના યોગ બની રહ્યા છે. દુશ્મનો પર વિજય મેળવવામાં સફળ થશો. આરોગ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવું પડી શકે છે. સાથે જ ખર્ચમાં વધારા થતા તમારી બચતમાં ઘટાડો થશે. પરંતુ તમે રોકાણ વિશે વિચાર કરી શકો છો વ્યક્તિગત 
				  																	
									  
	જીવનમાં મતભેદ થઈ શકે છે. કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો, કારણ કે આ તમારી સમસ્યાઓ વધી શકે છે.
	 
				  																	
									  
	ધનુ- ધનુ રાશિના જાતકોને આ અઠવાડિયાની શરૂઆતમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમજ સંબંધીના કારણે તનાવનો  સામનો કરવું પડી શકે છે. આ સમય દરમિયાન મુસાફરી કરવાનું ટાળો તુલામાં સૂર્યના પ્રભાવથી તમારા જીવનસાથીનો ભરપૂર સહયોગ મળી શકે છે.  નાણાકીય લાભની સાથે,તમારા સ્વાસ્થ્યમાં પણ સુધાર થઈ શકે છે. તુલામાં શુક્ર અને બુધની અસરથી તમારા તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વના કાર્યો કરવામાં સફળ થઈ શકો છો. જે તમારી કઠોર મેહનતનો ફળ છે. 
				  																	
									  
	 
	 
	મકર - ઑફિસમાંની કોઈ વ્યક્તિ તમારા ગૌરવને દુરુપયોગ કરવાનો પ્રયાસ કરશે સંપત્તિ સંબંધી વિનિમયમાં નાણાકીય નુકશાનનો સામનો કરવું પડી શકે છે. વ્યાવસાયિક રીતે સખત મેહનત કરવાની જરૂર છે. કોઈપણ સ્પર્ધા માટે પોતાને તૈયાર રાખો, સાથે જ તમારા આત્મવિશ્વાસ મજબૂત કરો અને આળસને 
				  																	
									  
	ટાળો
	 
	કુંભ- વ્યાપારી રીતે આ સપ્તાહ તમારા માટે શુભ રહેશે. પગારમાં વધારા થવાની આશા પણ પૂર્ણ થઈ શકે છે. રોકાણ માટે સમય સારો છે, નાણાકીય લાભના યોગ છે. તુલામાં  સૂર્ય અને બુદ્ધના પ્રભાવથી તમારું સ્વાસ્થ્ય સારું થશે. કોઈ જૂના રોગથી છુટકારો મળી શકે છે. પ્રેમ સંબંધ સારું રહેશે. તુલામાં શુક્રના અસરથી 
				  																	
									  
	તમારી પ્રગતિમાં વધારો થશે અને તમને ઇચ્છિત પરિણામો મળશે.
	 
	મીન - આ અઠવાડિયાના શરૂઆતમાં મીન રાશિના જાતકોને તેમના એકાઉન્ટ્સ પર ધ્યાન રાખવું પડશે કારણ કે કોઈ સરકારી સંસ્થા દ્વારા તમને પરેશાન કરી શકાય છે. ઑફિસના તનાવના કારણે તમારા આરોગ્ય પર અસર પડી શકે છે. ખાનગી જીવનમાં સંતાનના કારણે ઘરમાં પરેશાનીઓ ઉભી થઈ શકે છે, ઘરેલૂ કલેશ 
				  																	
									  
	ટાળવાની પ્રયત્ન કરો તમારી વ્યવસાય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઉપરાંત, મોટો નિર્ણય લેવાનું ટાળો.