ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Updated : બુધવાર, 25 ડિસેમ્બર 2019 (13:44 IST)

Surya Grahan 2019: 26 ડિસેમ્બરના રોજ સૂર્ય ગ્રહણ - જાણો સૂતકનો સમય અને શુ કરશો શુ નહી

26 ડિસેમ્બરના રોજ પડવા જઈ રહ્યુ છે સૂર્યગ્રહણ.  આ સૂર્યગહણની ખાસ વાત એ છે કે આ વખતે ગ્રહણથી 12 કલાક પહેલા જ સૂતક  શરૂ થઈ જશે.  એટલ કે 25 ડિસેમ્બરની સાંજે જ સૂતક કાળ પ્રભાવી થઈ જશે. જો કે 26 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. 
 
શુ હોય છે સૂર્ય ગ્રહણ  
 
સૂર્ય ગ્રહણ એટલે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમાના આવી જવાની ખગળીય સ્થિતિથી જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર નથી પહોંચી શકતો તો આ સ્થિતિને સૂર્યગ્રહણ કહે છે.  image 2 
 
સૂર્ય ગ્રહણનો સમય - 
 
 ભારતીય સમય મુજબ આંશિક સૂર્યગ્રહણ સવારે આઠ વાગ્યે શરૂ થશે. જ્યારે કે વલયકાર સૂર્યગ્રહણની અવસ્થા સવારે 9.06 વાગ્યે શરૂ થશે. સૂર્ય ગ્રહણની વલયાકાર અવસ્થા બપોરે 12 વાગીને 29 મિનિટ પર સમાપ્ત થશે. જ્યારે કે ગ્રહણની આંશિક અવસ્થા બપોરે એક વાગીને 36 મિનિટ પર સમાપ્ત થશે. 
 
સૂર્ય ગ્રહણના દિવસે શુ કરશો શુ નહી  
 
- ગ્રહણના સમયે ખાવુ પીવુ ન જોઈએ. આ દિવસે ઘોંઘાટ પણ ન કરવો જોઈએ. 
- આ દિવસે કોઈપણ પ્રકારની શુભ પૂજા કરાવવાની પણ મનાઈ છે. 
- આ દિવસે આપ ગુરૂ મંત્રનો જાપ, કોઈ મંત્રને સિદ્ધિ, રામાયણ, સુંદરકાંડનો પાઠ તંત્ર સિદ્ધિ ગ્રહણ કાળમાં કરી શકો છો.    
- ગ્રહણ પછી પવિત્ર નદીઓમાં સ્નાન, શુદ્ધિકરણ કરીને દાન કરવુ જોઈએ. 
- ગ્રહણ સમયે ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવુ જોઈએ.  કારણ કે ગ્રહણ સમયે સૂર્યમાંથી અલ્ટ્રાવાયલેટ કિરણો નીકળે છે જે ગર્ભસ્થ શિશિ માટે હાનિકારક હોય છે. 
 
ભારતમાં ક્યા ક્યા દેખાશે સૂર્ય ગ્રહણ ?
 
ગ્રહણની વલયાકાર પ્રાવસ્થાનો સંકીર્ણ ગલિયારા દેશનો દક્ષિણી ભાગમાં કેટલાક સ્થાન અને કન્નાનોર, કોયંબટૂર, કોઝીકોડ, મદુરાઈ, મંગલોર, ઊટી, તિરુચિરાપલ્લી વગેરેથી થઈને પસાર થશે. ભારતમાં વલયાકાર સૂર્ય ગ્રહણનો સમય સૂર્યનો લગભગ 93 ટકા ભાગ ચંદ્રથી ઢાંકેલો રહેશે.