શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: શુક્રવાર, 17 મે 2019 (06:43 IST)

આજનું રાશિફળ - આજે આ રાશિના લોકોને લાભ થશે. (17-05-2019)

મેષ -  આજે તમે ખૂબ ખુશ રહેશો, તમને ખુશ રહેવાથી કોઈ રોકી શકશે નહિં. તમારુ વલણ સકારાત્મક રાખજો, જેનો લાભ તમારા કામ પર થશે. ઓફિસમાં લોકો તમારી અદેખાઈ કરશે. અત્યાર સુધી અધૂરાં મુકેલા કામોને પૂરાં કરવા માટે સારો દિવસ છે.
 
વૃષભ - આજે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરશો, જેમાં કુટુંબના સભ્યોને પણ સામેલ કરશો. આજનો દિવસ અત્યંત વ્યસ્ત વિતશે. દિવસના અંતે થાકી જશો, જો કે કામ કર્યાનો આનંદ તમારા થાકને ગાયબ કરી દેશે. દિવસ તમારા માટે શુભ છે
 
મિથુન - આ સમયે કૌટુંબિક સંબંધોમાં સુધારો આવશે. સંબંધોમાં આવેલી ગાંઠો ખુલતી જશે, તમે પ્રિયજનોની નજીક આવશો. તમારા જીવનમાં અન્ય લોકોની મહત્તાને સમજો. કુટુંબને થોડો સમય આપો પછી જુઓ તમારા જીવનમાં કેવો જાદુ થશે.
 
કર્ક - તમારી પ્રતિભા અને સંબંધોને કારણે સફળતા મેળવશો. નવા લોકો સાથે મુલાકાત થશે. જે તમારા જીવનમાં ફેરફાર લાવશે. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ ઠીક-ઠાક રહેશે. જો કે આજે કરેલા પ્રયત્નોમાં સફળતા જરૂર મળશે. મહેનત કરતા રહો.
 
સિંહ - જીવનમાં કેટલાક ફેરફારો કરવાનું ઠાની લેશો, જે માટે પ્રયત્નો પણ શરૂ કરી દેશો. આજે તમારુ વલણ મુશ્કેલીઓથી ભાગવા કરતા તેનો સામનો કરવાનું રહેશે. તમારા પ્રયત્નો દ્વારા તમે તમારી ઘણી મુશ્કેલીઓને હળવી કરી શકશો. યોગ્ય દિશામાં વધતા જાવ, જરૂર સફળ થશો.
 
કન્યા - આજે તમારી મુલાકાત એક નવી વ્યકિત સાથે થશે, જેની સાથે તમારો સંબંધ અનુઠો રહેશે. આ વ્યકિત તમારા જીવનની પથપ્રદર્શક બનશે. આવનારા સમયમાં આ વ્યકિત દ્વારા તમને ઘણો લાભ થશે, જેથી તેનો આભાર માનવાથી ચૂકશો નહિં
 
કુંભ -  આજે કોઈ એવો મિત્ર મળશે, જેની સાથે જીવનભર મૈત્રી નિભાવશો. આ મિત્ર તમારા તમામ સુખ-દુઃખમાં સાથ આપશે. કોઈને તમારી મદદની જરૂર પડશે, પણ તે ખુલીને કહી શકશે નહિં, જેથી સામે ચાલી મદદ કરજો. તે જીવનભર તમને યાદ રાખશે.
 
મીન - આજે સકારાત્મક મુડમાં રહેશો. અત્યંત ઉર્જા સાથે તમારા કામો પૂરાં કરશો. એવું કોઈ કામ હાથમાં લેશો, જેને તમે ક્યારેય કર્યુ નથી. જેમાં સખત મહેનત પણ કરશો. તમારો દ્રઢનિશ્ચય જોઈ આસપાસના લોકો તમારાથી પ્રભાવિત થશે.