શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified: રવિવાર, 16 ઑગસ્ટ 2020 (07:49 IST)

16 ઑગસ્ટ રવિવારનું રાશિફળ

મેષ- વેપાર-ધંધો સારો ચાલશે. અણધાર્યા લાભની સંભાવના છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ચિંતામુક્‍ત થશો. વિવાદોથી બચવું. સંતાન પક્ષ, મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય થવાના યોગ. 
 
વૃષભ- સાહિત્યિક પ્રવૃત્તિઓ પર સમય પસાર થશે. આર્થિક ક્ષેત્રમાં સંયમ રાખવું. કુટુંબનું સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વધુ ખર્ચ ન કરવું.શોધ, અનુસંધાનપૂર્ણ કાર્યોમાં ધન તેમજ સમય પસાર થવાનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક પરિવર્તનનો યોગ. ભાગ્‍યવર્ધક યાત્રાઓ સંભાવિત. 
 
 
મિથુન- પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. ધર્મ, આધ્‍યાત્‍મ, ગહન શોધ સંબંધી શોધપૂર્ણ કાર્યોનો વિશેષ યોગ. 
 
કર્ક- મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ.
 
સિંહ - વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ. 
 
કન્યા- સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યોગ. 
 
તુલા- લાભ પ્રાપ્તિનો યોગ. મંગળ પ્રસંગોમાં સમય પસાર થશે. સંચિત ધન વૃદ્ધિનો યોગ. કર્મક્ષેત્રમાં ઉચ્‍ચસ્‍તરીય કાર્ય થશે. 
 
વૃશ્ચિક- વિવાદિત લંબિત પ્રકરણોને ઉકેલવા માટે કરેલી વિશેષ યાત્રા લાભ આપશે. વ્‍યાપારિક યાત્રાઓથી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. 
 
ધનુ- નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી. 
 
મકર- દૈનિક વ્‍યાપાર, કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ. ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી ચિંતનનો યોગ. 
 
કુંભ- ભાગ્‍યવર્ધક કાર્યોમાં અડચણ સંભવિત. બહારનાં ક્ષેત્રોની યાત્રા દરમ્‍યાન સાવધાની રાખવી, રોગ, ઋણ સંબંધી કાર્યોમાં સંયમ રાખવું. 
 
મીન- નવા આર્થિક સ્ત્રોતો પર કાર્ય થશે. વ્‍યાપારિક ભાગીદારીથી લાભ પ્રાપ્ત થશે. વ્‍યાપારમાં નાણાંકીય મુશ્‍કેલીઓનો યોગ. બૌદ્ધિક હેરાનગતિ શક્‍ય.