1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified: સોમવાર, 31 ઑગસ્ટ 2020 (00:05 IST)

આજનું રાશિફળ (31/08/2020) - મહિનાનો આ અંતિમ દિવસ આ 6 લોકો માટે શુભ રહેશે

મેષ :  આજનો દિવસ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પસાર થશે. તમે સંબંધોને મજબૂત બનાવવામાં અને તેમને વિશેષ મહત્વ આપવામાં મહત્વનો ફાળો આપશો. યુવાનો તેમના લક્ષ્યો તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહેશે. અટકેલા પૈસા મળવાની સંભાવના છે.
વૃષભ : ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે. રોજગારીની ઉત્તમ તકો મળશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે.
મિથુન : સ્થાન પરિવર્તનના યોગો જણાય છે. લેવડ દેવડમાં અનુકૂળતા જણાશે. રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.
કર્ક : વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના.  શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃતિઓમા સાચવવુ. ખાનપાનમાં કાળજી રાખવી. પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે.
સિંહ : મહત્વના નિર્ણયો લેવામા કાળજી રાખવી.  પગ અને કમરના દર્દમાં સંભાળવુ. વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે. પ્રેમસબંધોમાં તકલીફ જણાશે.
કન્યા :માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે.  દાંપત્યસુખમા  સહયોગ મળશે. તણાવયુક્ત જીવનશૈલીથી દુર રહેવુ. કામકાજમાં વિરોધીઓથી સાચવવુ.
તુલા : કામકાજમાં સાધારણ થાક અનુભવશો.  ભૂમિ, વાહન - મકાન સબંધી લે-વેચમાં સાચવવુ. ધંધામાં સારી અનુકૂળતા જણાશે. ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે.
વૃશ્ચિક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
ધન : આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે.  માનસિક તણાવથી પરેશાની વધશે. સહકર્મચારીનો સારો સહયોગ મળશે. લોભ લાલચમાં આવી કોઇ કામ કરવુ નહિ.
મકર : જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે.  આવકમાં વધારો થશે. સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો. નાની નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે.
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. આર્થિક બાબતે ચઢાવ ઉતાર જોવા મળશે. પ્રેમસબંધોમાં મન પ્રસન્ન રહેશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. લેવડ દેવડમાં સાવધાની રાખવી. 
મીન : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય. ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે. ધંધાને અને પરિવારને સાથે ના રાખો. યાત્રા પ્રવાસના યોગ બનશે. પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.