શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified: શનિવાર, 17 ઑક્ટોબર 2020 (06:07 IST)

આજનુ રાશિફળ (17/10/2020) - આજથી નવરાત્રીની શુભ શરૂઆત, જાણો કોણે મળશે માતાનો આશીર્વાદ

મેષ: ચિંતા-ખર્ચ વધે. ઈચ્છા-અનિચ્છાએ બહાર જવું પડે. અન્યને સહકાર આપવો પડે. આ રાશિના  આ યોગની શુભ અસર થશે. જે લોકોના લાંબા સમયથી લગ્ન નથી થઇ રહ્યા તેના માટે વિવાહ યોગ પણ બની રહ્યો છે. આ સિવાય પહેલાના લાંબા સંયમથી ચાલી રહેલી બીમારીનું પણ નિવારણ થશે.
 
વૃષભ: રસ્તામાં આવતા જતા-વાહન ચલાવતા પડવા વાગવાથી, ધક્કા મુક્કીથી સંભાળવું પડે. પૈસા-પાકીટ-મોબાઈલનું ધ્યાન રાખવું.  નવા સારા મિત્રો બનશે જે તમને આગળ જતા ખુબ મદદરૂપ થશે. પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ઘરમા સુખનું આગમન થશે.
 
મિથુન: તમારા રોજીંદા કામમાં વિલંબ થાય પરંતુ સીઝનલ ધંધો થાય. આકસ્મિક ધંધો આવક થાય. પરિવારનું કામ થાય.  સંતાન સુખ મળશે, વ્યાપાર ક્ષેત્રમાં ખુબ આર્થિક લાભ થશે. નોકરી કરતા લોકોની આવકમાં વૃદ્ધિ થશે.  સંબંધ સુધરશે અને માતાની કૃપાથી સુખ પ્રાપ્ત થશે. દરેક કાર્યોમાં સફળતા મળશે. તમે કોઈ નવું કાર્ય કે નવી યોજના બનવાવા પર વિચાર કરી શકો છો.
 
કર્ક: પુત્ર પૌત્રાદિક-પરિવારના કામ માટે વ્યસ્તતા રહે.નોકરી ધંધાના કામમાં રાહત રહે કોઈપણ નવું કામ શરૂ કરવા માટેનો આ ઉત્તમ સમય છે. પરિવારના લકોનો ભરપૂર સહિયોગ મળશે અને ધનલાભ થશે.
 
સિંહ: નોકરી ધંધાના કામમાં હળવાશ રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ થાય.  ખુબ ધનલાભ થશે. સંપત્તિને લગતા નિર્ણયો લઇ શકો છો. સંપત્તિ ખરીદવા કે વેંચવા માટેનો આ સમય તમારા માટે એકદમ ઉત્તમ છે.   જે કામ વિશે વિચારણા કરી રહ્યા છો તેને પૂર્ણ કરી શકશો. આ રાશિના વિવાહ યોગ પણ બની રહ્યા છે.
 
કન્યા: તમારા પુત્ર પૌત્રાદિકના-પરિવારના કામમાં મદદરૂપ થવું પડે, વધારાનો ખર્ચ થાય પરંતુ અન્યના કારણે ચિંતા-મુંઝવણ રહે.  થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને પરિવાર સાથે વાદ-વિવાદ પણ થઇ શકે છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વધારાના બિનજરૂરી ખર્ચાઓ થઇ શકે છે.
 
તુલા: વ્યસ્તતા રહે. પરંતુ માણસોની ગેરહાજરીના કારણે ધાર્યું કામકાજ થાય નહીં.  મહેનતનું ફળ ચોક્કસ મળશે. જે કામ વિશે વિચારણા કરી રહ્યા છો તેને પૂર્ણ કરી શકશો. આ રાશિના વિવાહ યોગ પણ બની રહ્યા છે.
 
વૃશ્ચિક: ધર્મકાર્ય થાય. પત્ની-સંતાન-પરિવારથી આનંદ રહે. વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય.સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને પરિવાર સાથે વાદ-વિવાદ પણ થઇ શકે છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વધારાના બિનજરૂરી ખર્ચાઓ થઇ શકે છે.
 
ધન: નોકરી-ધંધાના કામમાં ફેરફારી થાય. પુત્ર પૌત્રાદિક-પરિવારના કામ અંગે બહાર જવાનું થાય. આર્થિક યોગ પણ બની રહ્યો છે, માટે ધનલાભ થઇ શકે છે. કોઈપણ નવું કામ કરતા પહેલા તેના વિષે વિચારણા કરી લો.
 
મકર: તમારા રોજીંદાના કામમાં ફેરફારી થાય. ધર્મકાર્ય પરંતુ રસ્તામાં આવતા જતા સંભાળવું.  તણાવનો સામનો કરવો પડી શકે છે. કામની બાબતમાં કોઈ ચિંતા થઇ શકે છે અને કોઈની સાથે ઝઘડો પણ થઇ શકે છે. 
 
કુંભ: નોકરી-ધંધાના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. તેમ છતાં તમારું કામ ઉકેલાય.  મિત્રોનો ભરપૂર સહિયોગ મળશે અને જીવનસાથી સાથેનો સબંધ રોમેન્ટિક બનશે. વાહન ખરીદવું તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે અને દુર્ઘટના થઈ શકે છે. કોઈ પહેલાનો દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકે છે.
 
મીન: તમારી કામગીરી, જવાબદારીમાં વધારો થાય. આનંદ છતાં અન્યના કારણે માનસિક પરિતાપ રહે. નવરાત્રિમાં ઉપવાસ દરેક લોકો પોતાની ભક્તિ, શક્તિ મુજબ કરે છે. કોઈ એક ટાઈમ જમીને તો કોઈ ફળાહાર કરીને આ વ્રત રાખે છે. જો તમે ગરબા રમવા પણ જતા હોય તો તમારે એક ટંક જમીને ઉપવાસ કરવો