મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By

Weekly Astrology- 29 જૂન થી 5 જુલાઈ સુધી

મેષ(Aries) - આ સમયે બુધ વક્રી થઈને સિંહ રાશિ માં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા માટે એટલું  શુભ  ફળદાયક નહી થશે. અઠવાડિયાના પૂર્વાર્ધ તમારા માટે બિજનેસ નોકરી અને કાર્યક્ષેત્રમાં શુભ ફળદાયી રહેશે. વિદેશ માટે કોઈ અવસર ઉભું થશે. મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યરત જાતકોને નવા અવસર મળશે કે વર્તમાન સંસ્થામાં નવી જવાબદારી મળવાની શકયતા છે. ધંધામાં લોન કે પૈસાના લેવડ-દેવડ ના કામ ઉકેલશે. જીવનસાથી કે પ્ર્રિય માણસ સાથે આનંદદાયલ સમય વીતશે અને પ્રવાસનો કાર્યક્રમ બનશે. કોઈ પ્રિય સાથે આનંદદાયક સમય વીતશે અને પ્રવાસબું કાર્યક્રમ બનશે. કોઈ પ્રિય માણસ સાથે ડેટિંગ પર જવાના કાર્યક્રમ પણ બની શકે છે. આમ તો અઠવાડિયાના ઉતરાએધ નિરાશા, શારિરિક નબળાઈ, તકલીફ કાર્યમાં અવરોધ ભરેલો જોવાઈ રહ્યા છે આ સમયે સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરી ઘરથી બાહર નિકળો . 
 
 
વૃષભ Tauras- અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે શુભ રહેશે. આ સમયે આર્થિક, શારિરિક માનસિક નોકરી અને ધંધાથી સંબંધિત કાર્ય સરળતાથી પૂરા થશે. નોકરીયાત લોકોને ઉત્તમ અવસર મળી શકે છે. આ સમયે તમે વડીલો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી તમાર કોશળ દેખાડીને પ્રગતિના માર્ગનો નિર્માણ કરી શકો છો. જીવનસાથી અને પ્રિય માણસ સાથે  યાત્રા પ્રવાસનો આયોજન થવાના યોગ પ્રબળ થઈ રહ્યા છે. સંતાન થી સંબંધિત શુભ સમાચાર મલશે અને એમની પ્રગતિ તમને મન જ મનમા હર્ષિત કરશે. વિદ્યાર્થીઓને ભણતરમાં અનૂકૂળતા રહેશે. તમે વિશેષજ્ઞો સાથે અભ્યાસ સંબંધી ચર્ચા કરી કઠિન પ્રશ્નોના ઉકેલ કાઢવામાં સફળ થશો. શેયર બજાર સટ્ટા બજાર કે લોટરીથી ફાયદો થશે. અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે. અઠવાડિયાના ઉતરાર્ધ તમારા માટે આર્થિક રૂપથી શુભ રહેશે પણ નિરાશા અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. આળણ પણ વધારે થશે. કોઈ કાર્યમા& મુશેકેલી આવે તો નિરાશ થયા વગર સંઘર્ષ કરશો તો આ સમય અલ્પ સમયમાં વીતી જશે . 
 
મિથુન gemini- આ અઠવાડિયા શુભ ફળદાયી રહેશે. વિદ્યાર્થી ભણતરમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. તમારામાં જિજ્ઞાશા અને ભણતરમાં ખૂબ એકાગ્રતા રહેશે. વધારે સમય આનંદ ઉત્સાહમાં વ્યતીત થશે અને ઈચ્છિત લાભ મળી શકશે.પ્રેમ સંબંધમાં સફળતા મળવાના યોગ છે. જે પહેલાથી પ્રેમમાં છે એને આ સંબંધ લગ્ન સૂત્રમાં બદલી શકે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગ કે શાર્મિક કાર્ય થશે. અઠવાડુયાના ઉતર્રાર્ધ તમબે આર્થિક અને આવકની નજરે શુભ રહેશે. તમારા ધંધાથી સંબંધિત કામ સરળતાથી પૂર્ણ થઈ શકશે. આમ તો આ સમય અમનસિક દુવિધામાં રહેશે અને થોડા નકારાત્મક વિચાર આવી શકે છે. ગુસ્સા કે આવેશના કારણે કોઈ સાથે ક્લેશ ન હોય આ વાત નો ધ્યાન રાખો. અઠવાડિયાનો અંતિમ દિવસ બધા રીતે ઉત્તમ રહેશે.
 
કર્ક cancer- અઠવાડિ યાના પૂર્વાર્ધમાં તમને કોઈ પ્રવાસ યાત્રા પર જવાના સંયોગ ઉભા થશે. વિત્તીય લાભની પ્રબળ શકયતા રહેશે. જે લોકો કમ્યુનિકેશન, સાહિત્ય, મીડિયા  લેખનના કામથી સંકળાયેલા એને સામાન્યથી બમણું લાભ થઈ શકે છે. પડોશી સાથે કે કામકાજના સ્થાન પર નજીક બેસતા સહકર્મીઓ સાથે સંબંધોમાં ઘણિષ્ઠા આવશે. હૃદયમાં થોડી અશાંતિનો અનુભવ કરશે જેનાથી નિર્ણય લેવાની શક્તિ થોડી ક્ષીણ થઈ રહી છે એવું પ્રતીત થશે. યાત્રા પર ખર્ચ થશે. કોઈના કારણથી માતાથી દૂર રહેવાના પ્રસંગ બની શકે છે. વિદેશમાં તમારા કમયુનિકેશન વધશે અને વિદેશ કે દૂર સ્થાનના કામ કરે છે તો નવા ઓર્ડર કે વિસ્તાર હોવા વગેરેની પ્રબળ શકયતા બનશે. જમીન -મકાન વાહનની ખરીદી બિક્રીથી ફાયદા હોવાની આશા અત્યારે ન રાખો. અઠવાડિયાનો ઉતરાર્ધમાં સંતાન સંબંધી કામ પાછળ મૂકવૂ પડશે જેના કારણે મનની નિરાશાના ભાવ ઉભું થશે. 
 
સિંહ leo- આ અઠવાડિયાના પૂર્વાર્ધ તમારા માટે આનંદ ઉત્સાહ અને પરિવારમાં સુખ શાંતિથી વીતશેૢ. જે લોકોને મધુમેહ, જાડાપણ અને હૃદયથી સંબંધિત રોગ છે , એને ખાવા-પીવામાં ખાસ સાવધાની રાખવી જોઈએ. પરિવારમાં ખુશીનો વાતાવરણ બનશે. ભાઈ-બેન સાથે અને પરિવારના સાથે ક્યા યાતા પર જવાના યોગ બનશે. થોડી ચિંતા થશે. નિરાશા અને માનસિક વ્યાકુલતા વધી શકે છે . આ સમયે કોઈ પણ પ્રકારનો મહત્વપૂર્ણ નિર્ણય ન લો. અઠવાડિયાનો અંતિમ દિવસે વિદ્યાર્થી મિત્રો માટે ભવિષ્ય થી સંબંધિત મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે અનૂકૂળ રહેશે . એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે તમે અધ્યયન કરી શકશો. નોકરીમાં બૉસની તરફથી  તમને સહયોગ મળસ્ગે વ્યાપારમાં આવક વધશે. 
 
કન્યા virgo- આ સમયે આંખોની તકલીફ હોવાની શકયતા છે . તમને સ્વાસ્થય સંબંધી સમસ્યા કે માનહાનિ થઈ એવી કોઈ વિષય પર લિપ્ત રહેશો-રાહુ-બુધની યુતિ તમને બુદ્ધિઅને પણ ભ્રમિત કરશે. તમે બીજાને ઠગવાના પ્રયત્ન કરશો પણ આવું પણ થઈ શકે કે બીજાને ઠગવાના ચક્કરમાં પોતે જ ઠગાઈ જશો. જરૂરતથી વધારે લોભ થી બચવું. અઠવાડિયાના પૂર્વાર્ધમાં તમે સુખ શાંતિથી સમય વ્યતીત કરી શકો છો. તમારા બધા કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થશે. પરિવારમાં શાંતિથી સમય વ્યતીત કરી શકશો. મિત્રોના સહયોગ પણ મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે. અઠવાડિયાના ઉતરાર્ધમાં તમને ગુસ્સા આવેશના કારણે કોઈ કામ બગડશે કે અધૂરો રહી જશે એવીશકયતા હોવાથી સંયમિત રહો. નાની-મોટી યાત્રાના યોગ પણ બનશે.
 
તુલા libra- અઠવાડિયાની શરૂઆતનો એક દિવસ તમારા માટે શુભ રહેશે પણ ખર્ચની માત્રા થોડી વધારે રહેશે. કોઈ નવી વસ્તુની ખરીદી થશે. ત આ સમયે તમને નોકરી અને ધંધા સંબંધી કામ સારી રીતે પૂરા થશે. આનંદ અને ઉત્સાહથી તમારા સમય ગુજરી શકે છે. જીવનસાથી સાથે મધુર સમય ગુજરશે. અઠવાડિયાના ઉતરાર્ધ તમારા માટે થોડા તકલીફદાયક રહેશે. આ સમયે તમને વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે પરિવારમાં થોડા વિવાદ હોવાની શકયતા છે. જલ્દબાજીમાં લીધેલ નિર્ણયને લઈને નુકશાન ન હોય , આથી સંભળીને ચાલો. વર્તમાન સમયમાં શિવલિંગની પૂજા કરો અને દૂધ અને પાણીથી અભિષેક કરો. શુક્રવારની દિવસ એનાની ઉમ્રની કન્યાઓને મનપસંદ ભોજન કરાવો તમને કોઈ કાર્યના માટે યાત્રાના કાર્યક્રમ બનશે. શકય હોય ત્યાં સુધી કોઈ મોટું કાર્ય ન કરો નહી તો નુક્શાન થઈ શકે છે. સ્વાર્થના કારણ કોઈન એ નુકશાન ન હોય એનું પણ ધ્યાન રાખો. 
 
વૃશ્ચિકઃscorpio -  આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય ફરી એક વાર બગડવાની સંભાવના દેખાઇ રહી છે. એ માટે કદાચ થોડી ચિંતાઓ પણ રહેશે. છતાં તમારી ક્ષમતાઓ વિકસિત થવાની બાબતમાં તમે શ્રેષ્ઠ રહેશો. તમે તમારી ક્ષમતા તો વિકસિત કરશો જ. એનો પ્રયોગ પણ કાર્ય સફળતા માટે કરીને સફળતા મેળવી શકશો.  ખર્ચ વધવાની શકયતા છે. લગ્નજીવનમાં અને સ્વાસ્થ્યમાં તકલીફ હતી તે ઓછી થાય. નોકરીમાં પણ પ્રશ્નો કે વિવાદો હશે તો તેનો ઉકેલ આવે. છેલ્લા કેટલાક સમયથી આપ બિનજરૂરી ખર્ચમાં સપડાયા હોવ તો તે પણ દૂર થશે જેથી એકંદરે આપ સારી માનસિક હળવાશ અનુભવો. આ સપ્તાહમાં આપને પ્રથમ બે દિવસ લાભ અને નાણાકીય આવક વધે. છેલ્લા બે દિવસમાં અટકેલા કામ થાય. પરંતુ ગુસ્સા અને આવેશ પર નિયંત્રણ રાખવું. મધ્ય સમયમાં આપ મોજશોખ અને માનસિક આનંદ પાછળ ખર્ચ કરશો. આપ પ્રેરક બળ છો અને શાંતિના ચાહક પણ છો. આપના આ ગુણો થકી કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકશો. વેપારમાં આવક વિશે સુખદ અનુભવ થાય.
 
ધનુ sagittarius- આ અઠવાડિયા તમારા માટે શુભ ફળદાયી રહેશે. આનંદ ઉલ્લાસમાં વૃદ્ધિ થશે અને સકારાત્મક વિચારોના કારણે તમારામાં આત્મવિશ્વાસ વધશે. તમે દરેક કાર્યને સમય અને સારી ગુણવત્તાની સાથે પૂરા કરશે. પ્રોફેશનક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે. સાથે જ પ્રગતિના માર્ગ પણ પ્રસહ્સ્ત રહેશે. તમારા સ્વભાવના રસિકતાની માત્રા વધારે રહેશે. મિત્રો અને વડીલના સહયોગ પણ પ્રાપ્ત થશે. નોકરીમાં બૉસ અને સહકર્મિઓની તરફથી ખૂબ મદદ મળતી રહેશે. અઠવાડિયોના ઉતરાર્ધ તમારા માટે થોડા ખર્ચીલો સિદ્ધ થશે. 
 
 
મકર capricorn- જે જાતક ઉચ્ચશિક્ષાથી સંકળાયેલા છે અને પહેલા કોઈ પરીક્ષા આપી હોય તો એને આ અઠવાડિયા સારા પરિણામ પ્રાપ્ત થશે. વિદેશ જવાના ઈચ્છુક છે તો થોડા ઈંતજાર કરવું પડશે.આર્થિક મોર્ચા પર શીઘ્ર લાભ થશે. ધાર્મિક વિષયોમાં વધરે મન લાગશે. તમે પૂજા-પાઠ સતસંગમાં ભાગ લેવાના પ્રાયસ કરશો. નોકરીમાં સ્થાનાંતરણ ના સારા યોગ બની રહ્યા છે. તીર્થયાત્રા કે દેવદર્શનના યોગ પણ બનશે. તમારા સ્વાસ્થય પૈતૃક સંપતિ સંબંધી વિષયોમાં ખાસ અધ્યાન રાખવું પડશે.
 
કુંભઃ તમે નવા અભિગમ સાથે તમારા દરેક કાર્ય હાથ ધરી શકશો. તમારી પ્રાથમિકતાઓ બદલાય. તમે વર્તમાન મહિનામાં તમારું સમગ્ર ધ્યાન આરોગ્યની જાળવણીમાં અને આનંદ પ્રાપ્તિ માટે કેન્દ્રિત કરી શકશો. પ્રાથમિકતાઓ બદલાતા તમને દરેક ક્ષેત્રે લાભ થાય. જેમ કે તમારું વ્યકિતગત અને પારિવારિક જીવન વધુ સારું બને. આપ દરેક કામમાં તર્કબુદ્ધિથી આગળ વધશો. આપને હાડકાના દુખાવાને લગતી તકલીફ થાય. ક્યારેક ખોટા ખોટા વિચારોએ ચડી જાવ અને હેરાન થાવ પરંતુ અમુક સમયે આપના ભાગ્યના જોરે કોઈ સારા કામ પણ થઇ જાય. પિતાનો સાથ સહકાર સારો મળે. તેમના તરફથી લાભની અપેક્ષા પણ રાખી શકો છો. જમીન કે સ્થાવર મિલકતોની દલાલીને લગતા કામમાં જોડાયેલા હોય તેવા જાતકોને મહેનતથી લાભ મળે. કામમાંથી ફાયદો મળે. સહ કર્મચારી સાથેના તમારા સંબંધો સારા બને. તમે નવા ધંધાકીય સાહસો ખેડી શકશો.
 
મીનઃ જિંદગી નિષ્ઠાવાન અને પ્રામાણિક લોકોને જ સાથ આપે છે. તેથી આપ મહેનતથી જેટલા વધારે સારાં કામ કરશો એટલી વધુ સફળતા મેળવી શકશો. હકીકતમાં આ સપ્તાહની વ્યકિત તરીકેનું બિરુદ અને પ્રશંસા મેળવશો. એમ છતાં પરિવારજનો સાથે ગાળેલો સમય અત્યંત આનંદદાયક હશે. કુટુંબના  કોઇ સભ્ય કે વડીલના આરોગ્ય અંગે ચિંતા ઊભી થાય તેવી શકયતા છે. આ સપ્તાહમાં આપને શરૂઆતનો સમય વધુ શુભ રહે. જીવનસાથી સાથે સારો સમય વીતાવવાની તક મળે. આપ બંને એકબીજાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરો અને કોઈપણ જવાબદારી સહિયારી નિભાવો. તેમની સાથે ફરવા કે શોપિંગ પર જવાના સંજોગો પણ બની શકે છે. સપ્તાહનો મધ્ય અને અંતભાગ આપના માટે આંશિક તકલીફદાયક જણાઈ રહ્યો છે જેમાં ખાસ કરીને સ્વાસ્થ્યની ફરિયાદો અને માનસિક વ્યગ્રતા જવાબદાર રહેશે. નકારાત્મક વિચારોથી બચવું.  તેમાં આપ આપના સાબદા વલણથી બહાર આવી શકશો.