શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : બુધવાર, 26 મે 2021 (12:27 IST)

Chandra Grahan 2021- 26 મે ને ચંદ્રગ્રહણ જાણો 12 રાશિઓના ગ્રહણ પર અસર

26 મે બુધવારે વૈશાખ પૂર્ણિમા આ ગ્રહણ જાપાન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, બર્મા, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, પેસિફિક અને હિંદ મહાસાગર પણ જોવા મળશે. ચંદ્ર પર આંશિક ગ્રહણ બપોરે લગભગ 
3.15 વાગ્યે શરૂ થશે અને સાંજે 7.19 વાગ્યે સાંજે સુધી રહેશે. પૂર્વમાં 26 મેની સાંજે, આકાશમાં પૂર્ણ ચંદ્રગ્રહણ પછી, એક દુર્લભ વિશાળ અને ચંદ્ર, સુપર બ્લડ મૂન જોવાશે. જ્યોતિષમાં જણાવે છે કે કોઈ પણ 
ગ્રહણથી 41 દિવસ પહેલા અને ગ્રહણના 41 દિવસ પછી પણ, ગ્રહણની અસર ચક્રવાત, ભૂકંપ, ભૂસ્ખલન જેવા કુદરતી આફતોમાં જોવા મળે છે. તાઉતે નામનો તોફાન ગ્રહણથી એક અઠવાડિયા પહેલા આવ્યો. 
ચંદ્રગ્રહણના ચંદ્રગ્રહણ મુજબ, તમારો આવવાનો સમય 41 દિવસ કેવી રહેશે?
 
મેષ- ચંદ્ર ગ્રહણ થોડા પરેશાનીઓ વાળા સંકેત આપી રહ્યા છે. તમારી પરેશાનીઓના કારણે ગુસ્સાની બદલે શાંત રહેવુ. સ્વાસ્થય મુજબ થોડો મુશ્કેલ સમય છે તેથી આરોગ્યની કાળજી રાખવી. ધન લાભ માટે આ 
સમય શુભ સંકેત આપી રહ્યા છે. ચંદ્ર ગ્રહણના સમયે મંત્ર જપ કરવુ શુભ રહે છે. તમે આ સમયે ૐ હં હનુમંતે નમ: નો જપ કરવું. 
 
વૃષભ- સ્વાસ્થયમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે પણ સાથે ક કેટલાક ઓકાયેલા કાર્ય પૂર્ન થવા અને મનોકામના પૂર્ણ થવાના સંકેત મળી રહ્યા છે. લગ્ન જીવનમાં અશાંતિ થઈ શકે છે. ઓઅણ વિત્તીય 
લાભ માટે સારું સમય છે. સંયમ રાખવુ અને કોઈથી કટુ શબ્દ ન બોલવું. પાર્ટનરના આરોગ્યનો પણ ખાસ ધ્યાન રાખો. જ્યાં સુધી શક્ય હોય તમારા સ્વાસ્થયની કાળજી રાખવી અને નકામા ખર્ચાથી બચવું. 
 
મિથુન- ગ્રહણ શુભ સંકેત લઈને આવશે. આ રાશિના લોકો ખર્ચમાં થોડો ઘટાડો થશે. દુશ્મન પર વિજય મેળવશો અને પરિશ્રમ વધારે કરવુ પડશે. પરંતુ સફળતા મળશે. જ્યાં સુધી શક્ય હોય વાદ-વિવાદથી બચવું. 
 
ધન-લાભ થવાના યોગ બની રહ્યા છે. કાર્યોમાં સફળતા મેળવશો. વાદ-વિવાસથી દૂર રહેવુ પડશે. 
કર્ક-આ સમયે તમારા માટે વધારે આધ્યાત્મિક થશે. ઈશ્વર ભક્તિની તરફ ધ્યાન કેંદ્રીત કરશો અને માનસિક તનાવથી બચશો. નોકરી અને ધંધામાં સારા પરિણામ મળવાના સંકેત છે. મેડિકલ બાબતોમાં સાવધ 
થવાની જરૂર છે. ધન લાભ થશે પણ સમાજમાં અપયશની પ્રાપ્તિ થઈ શકે છે. ૐ શબ્દનો ઉચ્ચારણ કરતા રહેવાથી મન શાંત રહેશે.
 
સિંહ- સંબંધો માટે સારું સમય છે. ધંધામાં સફળતા મળવાના સંકેત છે. થોડા નુકશાનની સાથે વિત્ત ખર્ચ થવાના સંકેત છે. નોકરી માટે પ્રયાસરત છો તો તેમાં સફળતા મળશે. પરિવારથી સહકાર મળશે. આર્થિક 
રૂપથી સફળતા મળશે. ગ્રહણ સારા પ્રભાવ લઈને આવશે. વ્યાપારમાં લાભ થશે. પરિવારના સભ્યોની કાળજી રાખવી. કાર્યમાં સફ્ળતા મળશે. ભગવાનનો વધારેથી વધારે ધ્યાન કરવાથી લાભ મળશે. 
 
કન્યા-નૌકરીમાં વૃદ્ધિ અને સ્થિરતા મેળવશો. ધંધામાં ભાગ્ય અને આર્થિક લાભ મજબૂત થશે. ત્વરિતતામાં લીધેલ નિર્ણયથી બચવું અને તમારી આસપાસના લોકોની સાથે સંયમ રાખવું. આ રાશિના લોકોને મેહનત 
વધારે કરવી પડશે. પરંતુ આવક ઓછી થશે. નકામા ખર્ચથી બચવું. આર્થિક પક્ષ મજબૂત થશે. નોકરી અને વ્યાપારમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. કાર્યોમાં સફકતા મળશે. 
 
તુલા-તુલા રાશિના લોકોને ધનની પ્રાપ્તુના સંકેત મળી રહ્યા છે. તેથી નકામા ખર્ચથી બચવું. સ્વાસ્થય ક્ષેત્રમાં હળવા ઉતાર-ચઢાવ શક્ય છે પરંતુ કોઈ મોટા રોગ થવાના કોઈ સંકેત નથી. સ્વાસ્થયની કાળજી રાખવી 
અને પાર્ટનરના આરોગ્યના પ્રત્યે સાવધ રહેવું. 
 
વૃશ્ચિક-તમારા સ્વાસ્થય અને માનસિક તનાવની કાળજી રાખવી જીવનસાથી સાથે વાદ-વિવાદ અને મતભેદના સંકેત છે. આર્થિક નુકશાનના પણ સંકેત મળી રહ્યા છે તેથી નકામા ખર્ચાને નિયંત્રિત કરો. ઈશ્વર ભક્તિમાં મગ્ન થવાની કોશિશ કરવી સફળતા જરૂર મળશે. આ દરમિયાન તમારા કાર્યમાં મુશ્કેલીઓ ઉભી થશે. કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વાદ-વિવાદમાં ફંસી શકો છો. માતા-પિતાના આરોગ્ય 
બગડી શકે છે. 
 
ધનુ- વાદ-વિવાદથી બચવું અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર પણ છે આર્થિક નુકશાનના સંકેત આપી રહ્યા છે. દુશ્મન પર વિજય પ્રાપ્ત થશે અને સ્વાસ્થય લાભ મળશે.
 
મકર -અનપેક્ષિત પ્રેમનો સંચાર થશે. આર્થિક લાભ માટે પણ તમારા માટે સારું સમય છે. પાર્ટનરની સાથે સંબંધ સારા રહેશે. ધૈર્ય રાખો અને કાળજી રાખવી. સંતાનના સુખની પ્રાપ્તિ થશે. વિદ્યા અભ્યાસ કરી રહ્યા 
લોકોના વિદ્યાના ક્ષેત્રમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. નૌકરી અને ધંધામાં સફળતા હાસલ કરશો. સ્વાસ્થય સંબંધિત પરેશાનીઓ દૂર થશે. આ સમયે આર્થિક પક્ષ મજબૂત બનશે. કાર્યક્ષેત્રમાં 
તમારા વખાણ થશે. વ્યાપારમાં બઢતી મળશે. નવી યોજનાઓ બનાવશો. 
 
કુંભ રાશિ- કુંભ રાશિના લોકો માટે આ ચંદ્ર ગ્રહણ થોડો કષ્ટ્દાયા થઈ શકે છે. ધંધામાં હાનિ થઈ શકે છે. કોઈ પણ કામ સમજદારીથી કરવું. વાહનને સાવધાનીથી ચલાવો. માથાના દુખાવાથી પરેશાન થઈ શકો છો. 
માતાને કષ્ટ મળવાના સંકેત મળી રહ્યા છે. સાથે જ થોડા શુભ સંકેત પણ મળી શકે છે જેમકે ભૂમિ, વાહનથી લાભ મળી શકે છે. વ્યાપારમાં ઉતાર-ચઢાવ બન્યુ રહેશે. આ સમય તમારા માટે સારું નથી તેથી કાર્યસ્થળ પર સાંમજ્સ્ય બનાવી રાખો. તમારા અને પરિવારના બીજા સભ્યોના સ્વાસ્થયની કાળજી રાખવી. ગ્રહણના દુષ્પ્રભાવથી બચવા માટે હનુમાનજીનો ધ્યાન કરો. 
 
મીન- બાળકોના સ્વાસ્થય માટે વધારે દેખભાલની જરૂર છ્હે. વાદ-વિવાદથી બચવું અને ગેરસમજને દૂર કરવા માટે સંવાદ કરવાના પ્રયાસ કરવું. કોર્ટ કચેરીની બાબતમાં જો ફંસાયેલા છો તો વિજય પ્રાપ્ત થવાના 
સંકેત છે. ભાગ્યનો સાથ મળશે. ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. આ સમયે પરિવારના બીજા સભ્યોના સ્વાસ્થયનો ખાસ ધ્યાન રાખવુ પડશે.